For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

IPL 2020: આ સીઝન લગભગ તમામ ટીમો પાસે ડેથ ઓવર સ્પેશિયાલિસ્ટ બોલર

આઈપીએલની આવનારી સીઝન માટે ટીમ, ખેલાડીઓ અને ચાહકોમાં ઉત્સાહનો માહોલ છે. ફ્રેન્ચાઈઝી સાથે સાથે વિવિધ ટીમના ફેન્સ આતુરતાની રાહ જોઈ રહ્યા છે. 29 માર્ચથી શરૂ થનારી આઈપીએલને લઈને આ સીઝન કેવી રીતે વિશેષ રહેશ

|
Google Oneindia Gujarati News

આઈપીએલની આવનારી સીઝન માટે ટીમ, ખેલાડીઓ અને ચાહકોમાં ઉત્સાહનો માહોલ છે. ફ્રેન્ચાઈઝી સાથે સાથે વિવિધ ટીમના ફેન્સ આતુરતાની રાહ જોઈ રહ્યા છે. 29 માર્ચથી શરૂ થનારી આઈપીએલને લઈને આ સીઝન કેવી રીતે વિશેષ રહેશે તેને લઈને ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. આઈપીએલમાં ડેથ ઓવરનું વિશેષ મહત્વ હોય છે. ડેથ ઓવરમાં બોલર સારી બોલિંગ કરે તો મેંચનું પરિણામ બદલી શકે છે. આ ઓવરો પડકારજનક હોય છે ત્યારે આપણે આજે આવતી સીઝનની ટીમોના ડેથ ઓવરના બોલિંગ ઓર્ડર વિશે વાત કરવાના છીએ.

ચેન્નઈ સુપર કિંગ્સ - દિપક ચહર

ચેન્નઈ સુપર કિંગ્સ - દિપક ચહર

મહેન્દ્રસિંહ ધોનીની કપ્તાનીમાં ચેન્નઈ સુપર કિંગ્સ એક સંતુલિત ટીમ છે. ટીમ પાસે દરેક જગ્યા મારા સારા ખેલાડીઓ છે. ચેન્નઈ પાસે ડેથ ઓવર માટે એકથી એક સારા બોલરો છે. ડેથ ઓવરમાં ચેન્નઈ સુપર કિંગ્સના સૌથી સારા બોલર પર નજર કરીએ તો ફાસ્ટ બોલર દિપક ચહર સૌથી જાણીતો ચહેરો છે. દિપક ચહર છેલ્લા બે વર્ષથી શાનદાર બોલિંગ કરી રહ્યો છે. ભારતીય ટીમમાં પણ દિપક ચહર ઉપયોગી સાબિત થઈ રહ્યો છે. દિપકે ડેથ ઓવરનો ખૂબ જ જોખમી બોલર બની શકે છે.

દિલ્હી કેપિટલ્સ - કગિસો રબાડા

દિલ્હી કેપિટલ્સ - કગિસો રબાડા

આઈપીએલની છેલ્લી બે સીઝનથી દિલ્હી કેપિટલ્સની ટીમ ફરીથી ટ્રેક પકડતી દેખાઈ રહી છે. શ્રેયસ અય્યરની કપ્તાની વાળી આ ટીમમાં મોટા સુધારાઓ થયા છે. આ ટીમે પાછલા વર્ષે ટોપ-4 માં સ્થાન મેળવ્યું હતું. બોલીંગમાં છેલ્લા બે વર્ષથી આ ટીમ કમાલ કરી રહી છે. દક્ષિણ આફ્રિકાનો ફાસ્ટ બોલર કગીસો રબાડા શરૂઆતમાં અને ડેથ ઓવરમાં કહેર જોખમી બની જાય છે. આખરી ઓવરોમાં કગિસો રબાડા સફળ બોલર છે અને ટીમ માટે સારૂ હથિયાર છે.

કિંગ્સ ઇલેવન પંજાબ- મોહમ્મદ શમી

કિંગ્સ ઇલેવન પંજાબ- મોહમ્મદ શમી

આઈપીએલમાં કિંગ્સ ઇલેવન પંજાબની ટીમ એ ટીમોમાં સામેલ છે, જે હજુ સુધી સફળતાની રાહ જોઈ રહી છે. એક પણ ટાઈટલ ન જીતનારી આ ટીમ 2014 માં સફળતાની નજીક પહોંચી હતી પરંતુ થોડા માટે ચુકી ગઈ હતી. આ વખતે આ ટીમને જોતા એવુ લાગે છે કે ટીમ ચેમ્પિયન બની શકે છે. આ ટીમમાં મોહમ્મદ શમી જેવો ઘાતક બોલર છે. મોહમ્મદ શમીનું કદ સતત વધી રહ્યું છે. ડેથ ઓવરની વાત કરીએ તો મોહમ્મદ શમીથી વધુ સારો કોઈ બોલર નથી. શમી ન્યુઝીલેન્ડ સામે ડેથ ઓવરમાં પોતાની શક્તિ બતાવી ચૂક્યો છે.

કોલકાતા નાઈટ રાઇડર્સ - પૈટ કમિંસ

કોલકાતા નાઈટ રાઇડર્સ - પૈટ કમિંસ

આઈપીએલની શરૂઆતથી કોલકાતા નાઈટ રાઇડર્સની ટીમ સતત મોટી દાવેદાર બનીને રહી છે. કોલકાતા પાસે એવા ખેલાડીઓ છે જે એકલા મેચ જીતાડવા સક્ષમ છે. કોલકાતાએ આ સીઝનમાં એક મોટા હથિયારનો સમાવેશ કર્યો છે. કોલકાતા નાઈટ રાઇડર્સે ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલર પૈટ કમિંસને ખરીદ્યો છે. પૈટ કમિંસ કોઈ પણ પરિસ્થિતિમાં ધારદાર બોલીંગ કરી જાણે છે. ડેથ ઓવરમાં પેટ કમિંસનો મુકાલબો નથી.

મુંબઇ ઇન્ડિયંસ - જસપ્રીત બુમરાહ

મુંબઇ ઇન્ડિયંસ - જસપ્રીત બુમરાહ

આઈપીએલની સૌથી સફળ ટીમ મુંબઈ ઈન્ડિયન્સના સંતુલનનો કોઈ જવાબ નથી. મુંબઈ ઈન્ડિયન્સની સફળતાનું સૌથી મોટું કારણ ટીમનું સંતુલન છે. મુંબઈ ઈન્ડિયન્સ પાસે મેચ વિનર ખેલાડીઓની ફૌજ છે. આ ટીમનું સૌથી મોટુ નામ ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહ છે. જસપ્રિત બુમરાહને ક્રિકેટની દુનિયામાં ડેથ ઓવરના નિષ્ણાંત બોલરનું સ્થાન હાંસિલ છે. જસપ્રિત બુમરાહ સામે ડેથ ઓવરમાં રમવું કોઈ કંઈપણ ખેલાડી માટે સરળ નથી.

રાજસ્થાન રોયલ્સ - જોફ્રા આર્ચર

રાજસ્થાન રોયલ્સ - જોફ્રા આર્ચર

આઈપીએલની પ્રથમ સીઝનમાં જ ચેમ્પિયન બની ચુકેલી રાજસ્થાન રોયલ્સની ટીમ ફરીથી ચેમ્પિયન બનવાની ક્ષમતા ધરાવે છે. આ ટીમમાં પણ એવા ખેલાડીઓ છે જે એકલા મેચ જીતાડી શકે છે. એવા જ એક ખેલાડી ઝડપી બોલર જોફ્રા આર્ચરનો કોઈ જવાબ નથી. જોફ્રા આર્ચરે બોલિંગથી છેલ્લી બે સીઝનમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. રાજસ્થાન રોયલ્સ માટે બોલિંગથી જોફ્રાએ તમામ પ્રકારની પરિસ્થિતિમાં કામ કર્યું છે. આર્ચેરે રોયલ્સ માટે ડેથ ઓવરમાં અત્યાર સુધી રમાયેલી મેચોમાં સોથી મોટી ભૂમિકા ભજવી છે. તે આખરી ઓવરોમાં ખતરનાક સાબિત થાય છે.

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર - ક્રિસ મૌરિસ

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર - ક્રિસ મૌરિસ

આઈપીએલમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને કિંગ્સ ઇલેવન પંજાબ બન્ને ટીમ મળતી આવે છે. વિરાટ કોહલીની કપ્તાની વાળી આ ટીમ હજુ પ્રથમ ટાઇટલની રાહ જોઈ રહી છે. જો કે આ ટીમમાં પણ એવા ખેલાડીઓ છે જેના સહારે ટીમ પ્રથમ ટાઇટલ જીતી શકે છે. આ વખતે હરાજીમાં ટીમે ઘણા સારા ખેલાડીઓનો સમાવેશ કર્યો છે, જેમાં દક્ષિણ આફ્રિકાના ક્રિસ મૌરિસ પર પણ દાવ ખેલ્યો છે. ક્રિસ મૌરિસ દિલ્હી કેપિટલ્સ માટે બોલિંગ અને બેટિંગમાં દમ દેખાડી ચુક્યો છે. મૌરિસમાં ડેથ ઓવરમાં ઉત્તમ બોલિંગ કરવાની ક્ષમતા છે. નિર્ણાયક સ્થિતીમાં મૌરિસ ખતરનાક સાબિત થઈ શકે છે.

સનરાઇઝર્સ હૈદરાબાદ - રાશિદ ખાન

સનરાઇઝર્સ હૈદરાબાદ - રાશિદ ખાન

સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમ આ આઈપીએલમાં સૌથી પ્રબળ દાવેદાર લાગી રહી છે, કારણ કે આ ટીમ પાસે દરેક બાબતમાં અલગ સંતુલન છે. સનરાઇઝર્સ હૈદરાબાદની સૌથી મોટી તાકાત તેની બોલિંગ છે. સનરાઇઝર્સ પાસે રાશિદ ખાન સ્વરૂપે એક મજબુત બોલર છે. રાશિદ ખાને છેલ્લી સીઝનોમાં સનરાઇઝર્સ હૈદરાબાદ માટે શાનદાર પ્રદર્શન કર્યું છે. રાશિદ ખાન સ્પિન બોલર હોવા છતાં ડેથ ઓવરમાં ખતરનાક બોલિંગ કરી શકે છે. રાશિદ ખાન ડેથ ઓવરમાં સફળતા અપાવી શકે છે.

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
IPL 2020: Almost all teams have a Death Over Specialist Bowler this season!
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X