IPL 2020: પંજાબ જીતેલી મેચ હારી ગયું, સુપર ઓવરમાં દિલ્હીની જીત

IPL 2020: પંજાબ જીતેલી મેચ હારી ગયું, સુપર ઓવરમાં દિલ્હીની જીત

નવી દિલ્હીઃ ઈન્ડિયન પ્રીમિયર લીગ 2020ની આજે બીજી મેચ કિંગ્સ ઈલેવન પંજાબ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે રમાણી. દિલ્હી કેપિટલ્સની જેમ કિંગ્સ ઈલેવન પંજાબની શરૂઆત પણ ખરાબ થઈ હતી. દિલ્હી કેપિટલ્સે 20 ઓવરમાં 8 વિકેટના નુકસાન સાથે 157 રન બનાવ્યા હતા. શિખર ધવન ખાતું ખોલ્યા વિના જ આઉટ થઈ ગયા હતા. પૃથ્વી શૉ 5 રનમાં હેટમાયર 7 રનમાં આઉટ થઈ ગયો હતો જ્યારે શ્રેયસ ઐય્યરે 39 અને પંતે 31 રન બનાવ્યા હતા. માર્કસ સ્ટોઈનિસે 53 રનની શાનદાર ઈનિંગ રમી હતી. પહેલી ઈનિંગ પૂરી થતાં દિલ્હીએ પંજાબને 158 રનનો ટાર્ગેટ આપ્યો હતો.

kxip

પંજાબની ઈનિંગ પણ ધીમી શરૂ થઈ હતી, લોકેશ રાહુલ 21 રન બનાવી પેવેલિયન ભેગા થઈ ગયા હતા. કરુણ નાયર 1, નિકોલસ પૂરન 0, ગ્લેન મેક્સ વેલ 1 રન, સર્ફરાઝ ખાન 12 રન, અને કે ગોથમે 20 રન બનાવ્યા હતા. મયંક અગ્રવાલે દિલ્હીની જીતેલી મેચનું પલડું પલટાવી દીધું હતું. મયંકની 89 રનની શાનદાર ઈનિંગથી પંજાબ 157 રન બનાવી ચૂક્યું હતું, જો કે મયંક અગ્રવાલ છગ્ગો લગાવવા જતાં હેટમાયરને કેચ આપી બેઠો. મયંક આઉટ થયા બાદ માર્કસ સ્ટોઈનિસે છેલ્લી ઓવરમાં ક્રિસ જોર્ડનની પણ વિકેટ ખેરવી લીધી હતી અને પંજાબ એક રન ના બનાવી શકતાં બને ટીમ વચ્ચે ડ્રો થયો હતો.

ડ્રો થતાં બંને ટીમ વચ્ચે સુપર ઓવર રમાઈ. દિલ્હી તરફથી સુપર ઓવર ફેંકવા કગિસો રબાડા આવ્યા, જ્યારે બેટિંગ કરવા માટે કેએલ રાહુલ અને નિકોલસ પૂરન ઉતર્યા. સુપર ઓવરની બીજી જ બોલે રાહુલે ફિલ્ડરના હાથમાં કેચ આપી દીધો. જ્યારે બીજા જ બોલે નિકોલસ પૂરનનું સ્ટમ્પ ખરી જતાં પંજાબ સુપર ઓવરમાં માત્ર 2 રન જ બનાવી શક્યું. જ્યારે દિલ્હી તરફથી સુપર ઓવર રમવા શ્રેયસ ઐય્યર અને રિષભ પંત ઉતર્યા હતા, પંજાબ તરફથી મોહમ્મદ શમીએ સુપર ઑવર ફેંકી હતી. દિલ્હીએ સુપર ઓવર જીતતાની સાથે જ પોતાની આઈપીએલની પહેલી મેચ પણ જીતી લીધી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X