For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

IPL 2020ના ફાઈનલની તારીખ જાહેર, મેચના ટાઈમિંગ પણ બદલાયા!

ઈન્ડિયન પ્રીમિયર લીગની આગામી સિઝનની ફાઈનલ ક્યારે રમાશે, તેની જાહેરાત થઈ ચૂકી છે. આઈપીએલની આગામી સિઝન 29 માર્ચથી શરૂ થઈ રહી છે. આ દરમિયાન આઈપીએલ 2020ની ફાઈનલની તારીખ જાહેર થઈ ચૂકી છે. આઈપીએલની 13મી સિઝ

|
Google Oneindia Gujarati News

ઈન્ડિયન પ્રીમિયર લીગની આગામી સિઝનની ફાઈનલ ક્યારે રમાશે, તેની જાહેરાત થઈ ચૂકી છે. આઈપીએલની આગામી સિઝન 29 માર્ચથી શરૂ થઈ રહી છે. આ દરમિયાન આઈપીએલ 2020ની ફાઈનલની તારીખ જાહેર થઈ ચૂકી છે. આઈપીએલની 13મી સિઝનની પહેલી મેચ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં 29 માર્ચ 2020ના રોજ રમાશે. તો ફાઈનલ મેચ 24 મે 2020ના રોજ રમાશે.

IPL 2020

આ વખતે આઈપીએલની તમામ મેચ 7.30 વાગ્યાથી શરૂ થશે. આ પહેલા આઈપીએલની મેચ દિવસે 4 વાગ્યે અને રાત્રે 8 વાગ્યે રમાતી હતી. પરંતુ મેચ પુરી થવાના સમયને ધ્યાનમાં રાખીને હવે મેચ જલ્દી શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. આઈપીએલ 2020ની સિઝન આ વખતે 57 દિવસ ચાલવાની છે. અત્યાર સુધી આઈપીએલ 45 દિવસમાં પૂરી થતી હતી. પરંતુ હવે તેના દિવસો વધારી દેવાયા છે, સાથે જ 4 વાગ્યાની મેચ રદ કરી દેવાઈ છે.

સૂત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે આઈપીએલ 2020 લગભગ 57 દિવસ સુધી ચાલશે. માત્ર રવિવારે જ 2 મેચ રમાય તેવી શક્યતા છે. સૂત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે હજી આખું શેડ્યુલ ફાઈનલ નથી થયું, પરંતુ ફાઈનલ 24 મેના રોજ રમવાનું નક્કી છે. મેચ શરૂ થવાનો સમય સાડા સાત વાગ્યાનો નક્કી કરાયો છે.

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
IPL 2020 finale date announced know match timings
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X