IPL 2020: દરેક ટીમનો એવો પૂંછડિયો બેટ્સમેન જે કરી શકે છે ઓપનિંગ
કહેવાય છે કે ક્રિકેટ અનિશ્ચિતતાની રમત છે. અહીં ભવિષ્યવાણી ફેલ થાય છે. આઈપીએલ 2020માં શું થશે એ કહેવું તો મુશ્કેલ છે, પરંતુ આ લીગ હંમેશા આશ્ચર્યજનક પરિણામો આપતી હોય છે.
કહેવાય છે કે ક્રિકેટ અનિશ્ચિતતાની રમત છે. અહીં ભવિષ્યવાણી ફેલ થાય છે. આઈપીએલ 2020માં શું થશે એ કહેવું તો મુશ્કેલ છે, પરંતુ આ લીગ હંમેશા આશ્ચર્યજનક પરિણામો આપતી હોય છે. છેલ્લા કેટલાક વર્ષોમાં આપણે આવી ચોંકાવનારી મોમેન્ટ્સ જોઈ છે, જેમાંથી એક છે સુનીલ નારાયણની કોલકાતા નાઈટરાઈડર્સ માટે ઓપનિંગ. કોલકાતા નાઈટ રાઈડર્સ માટે આ રણનીતિ સફળ સાબિત થઈ છે, કારણ કે સુનીલ ઓપનિંગ કરીને બેટિંગથી અને બોલિંગથી પણ મેચ જીતાડી રહ્યા છે. આઈપીએલની 12મી સિઝન શરૂ થવાની છે, ત્યારે આપણે ત્રણ એવા બોલર્સની વાત કરીશું જે આઈપીએલની આગામી સિઝનમાં બેટિંગ કરીને આશ્ચર્યચકિત કરી શકે છે.
વોશિંગ્ટન સુંદર
તામિલનાડુના યુવા પ્રતિભાશાળી ખેલાડી વોશિંગ્ટન સુંદર પહેલીવાર અંડર 19 વર્લ્ડ કપ 2016થી જાણીતા થયા હતા. આ વર્લ્ડકપમાં તેમણે શાનદાર બોલિંગ કરી હતી. 19 વર્ષના આ ખેલાડી પોતાના નાના કરિયરમાં સારુ પ્રદર્શન કરી ચૂક્યા છે. પૂણે સુપરજાયન્ટ્સ માટે આઈપીએલ 2017માં અને નિદહાર ટ્રોફીમાં મેન ઓફ ધ ટુર્નામેન્ટ બની ચૂક્યા છે. વોશિંગ્ટન એવા ક્રિકેટર છે, જે બોલિંગની સાથે સાથે બેટિંગમાં પણ શરૂઆત કરી શકે છે. જો કે હજી સુધી તે મોટા સ્તર પર ઓપનિંગ નથી કરી શક્યા, પરંતુ તામિલનાડુ પ્રીમિયર લીગમાં બેટિંગની શરૂઆત કરી ચૂક્યા છે. હવે જોવાનું એ છે કે બેંગ્લોર તેમને ઓપનિંગ કરવા આપશે કે નહીં.
દીપક ચહર
ભારતના શાનદાર ફાસ્ટ બોલર દીપક ચાહર આઈપીએલમાં બોલિંગ સારી કરી શકે છે. દીપક ચાહરની બોલિંગના કારનામા બધાને ખબર છે, તાજેતરમાં તે હેટ્રિક પણ લઈ ચૂક્યા છે, પરંતુ બેટિંગમાં પણ તે સારુ પ્રદર્શન કરી શકે છે. ડોમેસ્ટિક ક્રિકેટ સૈયદ મુસ્તાક અલી ટ્રોફીમાં તે સારી બેટિંગ કરી ચૂક્યા છે. દીપક ચાહર ગત સિઝનમાં ચેન્નાઈ માટે ડેથ ઓવર્સમાં સારી બેટિંગ કરી ચૂક્યા છે. એ જોવાનું રસપ્રદ રહેશે કે ચેન્નાઈ સુપરકિંગ્સમાં દીપક ચાહરને બેટિંગમાં કેવી રીતે ઉપયોગ કરી શકે છે.
ક્રિસ જોર્ડન
ઈંગ્લેન્ડના પ્રતિભાશાળી રાઈટ હેન્ડ બોલર ક્રિસ જોર્ડન એવા ખેલાડીઓના એક છે જે બેટિંગ અને બોલિંગ બંનેથી ઓપનિંગ કરી શકે છે. પહેલા ઈંગ્લેન્ડની ટી20 બ્લાસ્ટ અને બિગ બેશ લીગમાં બેટિંગથી તે પોતાની પ્રતિભા બતાવી ચૂક્યા છે. પોતાની ટી 20 કરિયરમાં આ 31 વર્ષીય ખેલાડી 130.76ના સ્ટ્રાઈક રેટથી 25 ઈનિંગમાં 216 રન બનાવી ચૂક્યા છે. આ દરમિયાન તેમનો સર્વોચ્ચ સ્કોર 118 રનનો રહ્યો છે. જેમાં તે 11 હાફ સેન્ચ્યુરી અને 2 સેન્ચ્યુરી લગાવી ચૂક્યા છે. ઈનિંગ્સના અંતમાં તે સારી બેટિંગ કરે છે. પરંતુ ઈંગ્લેન્ડના બેટ્સમેન ઓપનિંગમાં સારી બેટિંગ કરી શકે છે. કિંગ્સ ઈલેવન પંજાબ આઈપીએલની આગામી સિઝનમાં પોતાની ટીમમાં રમાડવાના છે. ત્યારે આઈપીએલ 2020માં તે ઓપનિંગ કરે તેવી શક્યતા છે.
હર્ષલ પટેલ
ભારતના ફાસ્ટ બોલર હર્ષલ પટેલ આઈપીએલમાં સારી બોલિંગ કરી રહ્યા છે. હર્ષલ પટેલ બેટ્સમેન તરીકે સારો વિકલ્પ સાબિત થઈ શકે છે. ડોમેસ્ટિક ક્રિકેટની સૈયદ મુસ્તાક અલી ટ્રોફીમાં બેટિંગથી શાનદાર પ્રદર્શન કરી ચૂક્યા છે. દીપકે પાછલી આઈપીએલ સિઝનમાં દિલ્હી કેપિટલ્સ માટે ડેથ ઓવર્સમાં સારી બેટિંગ કરી ચૂક્યા છે. જો શરૂઆતમાં વિકેટ ડે તો હર્ષલ પટેલ કાઉન્ટર એટેક માટે કામ લાગી શકે છે.
મિશેલ મેક્લેનાથન
ન્યૂઝીલેન્ડના દિગ્ગજ ફાસ્ટ બોલર મિશેલ મેક્લેનાથન આઈપીએલમાં સતત સારુ પ્રદર્શન કરી રહ્યા છે. મેક્લેનાથનની બોલિંગ વિશે તમામ લોકો જાણે છે, પરંતુ બેટ્સમેન તરીકે પણ તે સારો વિકલ્પ બની શકે છે. મુંબઈ ઈન્ડિન્સ માટે ટોપ ઓર્ડરમાં તેમજ ઓપનિંગમાં તે બેટિંગમાં પોતાની પ્રતિભા દર્શાવી ચૂકયા છે. મેક્લેનાથને ગત આઈપીએલમાં મુંબઈ માટે ડેથ ઓવર્સમાં શાનદાર બેટિંગ કરી ચૂક્યા છે. મુંબઈ ઈન્ડિયન્સ આઈપીએલની આગામી સિઝનમાં બેટિંગાં કેવી રીતે ઉપયોગ કરશે, તે જોવાનું રહેશે.
જોફ્રા આર્ચર
ઈંગ્લેન્ડના પ્રતિભાશાળી ફાસ્ટ બોલર જોફ્રા આર્ચર એવા ખેલાડીઓમાંથી એક છે જે બોલિંગની સાથે બેટિંગમાં પણ ઓપન કરી શકે છે. પહેલા ઈંગ્લેન્ડની ટી 20 બ્લાસ્ટ અને બિગ બેશ લીગમાં બેટિંગથી સારુ પ્રદર્શન કરી ચૂક્યા છે. ડેથ ઓવર્સમાં જોફ્રા આર્ચર સારી બેટિંગ કરી ચૂક્યા છે અને રાજસ્થાન માટે મેચ વિનિંગ પ્રદર્શન પણ કરી ચૂક્યા છે. એટલે જ ઈંગ્લેન્ડના આ બોલર ઓપનિંગમાં પણ સારુ કરવાની ક્ષમતા ધરાવે છે. આ જ કારણથી રાજસ્થાન રોયલ આઈપીએલમાં જોફ્રાને પોતાની જ ટીમમાં રાખી ચૂક્યા છે. ત્યારે 2020માં તેમને એકવાર તો ઓપનિંગની તક મળવી જ જોઈએ.
સુનીલ નારાયણ
કોલાકાતા નાઈટ રાઈડર્સ અને કિંગ્સ ઈલેવન પંજાબની મેચ તો તમને યાદ જ હશે. આઈપીએલ 10માં કોલકાતામાં રમાયેલી આ મેચમાં ઉમેશ યાદવની બોલિંગના કારણએ પંજાબ માત્ર 170 રન કરી શક્યુ હતુ. આઈપીએલમાં ઈડન ગાર્ડનમાં મોટો સ્કોર બને છે. એટલે આ મેચ એવરેજ સ્કોરની હતી.
જવાબમાં જ્યારે કોલાકાતની ટીમ બેટિંગમાં ઉતરી તો ઓપનર્સને જોઈને ચોંકી ઉઠ્યા. ગૌતમ ગંભીર સાથે ઓપનિંગ કરવા સુનીલ નારાયણ ઉતર્યા હતા. સુનીલ તે સમયે માત્ર સ્પિનર તરીકે જાણીતા હતા, પરંતુ ઓપનિંગ કરવા આવ્યા હતા. શરૂઆતના બોલમાં થોડા અચકાયા બાદ જ્યારે તેમણે ફોર મારી તો આખી ઓવરમાં માત્ર એ જ રન બન્યા. પરંતુ સંદીપ શર્માની બીજી ઓવરમાં નારાયણે પહેલા જ બોલ પર સિક્સ મારીને બતાવી દીધું કે તે કેમ આવ્યા છે.
નારાયણે એ મેચમાં માત્ર 18 બોલમાં 37 રન બનાવ્યા. જેમાં 4 ફોર્સ અ 3 સિક્સ હતી. કોલકાતાના આ મૂવ પર શંકા કરનાર લોકો નારાયણની ક્ષમતા જાણી ચૂક્યા હતા. નારાયણ 34મા બોલે આઉટ થયા ત્યાં સુધીમાં કોલકાતા 76 રન બનાવી ચૂક્યુ છે. બાદમાં આ મેચ માત્ર ઔપચારિક્તા બની ગઈ હતી. આ મેચમાં મેન ઓફ ધી મેચ પણ સુનીલ નારાયણ જ હતા. ત્યારે આ સિઝનમાં પણ તે ઓપનિંગ કરી શકે છે.
ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો