IPL 2020: RCB સામે જીતની તલાશમાં RR, આવી હોય શકે બંનેની સંભાવિત Xi
IPL 2020: RCB સામે જીતની તલાશમાં RR, આવી હોય શકે બંનેની સંભાવિત Xi
નવી દિલ્હીઃ આજે આઈપીએલ ડબલ હેડર વીકેંડ છે એટલે કે બે મેચનો દિવસ. આ વિકેન્ડ પર કુલ ચાર મેચ રમાવાની હોય મુકાબલા ભારે રોમાંચક બની જતા હોય છે. બે દિવસમાં ચાર મેચ બાદ ટીમોની સ્ટેન્ડિંગ પહેલેથી ક્યાંય વધુ સ્પષ્ટ થઈ જાય ચે અને હવે તે પ્રતિયોગિતા ધીરે ધીરે પ્લોઑફની રેસ તરફ રૂખ અપનાવતી જઈ રહી છે.
આજે 17 ઓક્ટોબરે પહેલા મુકાબલામાં બપોરે રાજસ્થાન રોયલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે મેદાન-એ-જંગ ખેલાશે. આવો જાણીએ આ બંનેની પ્લેઈંગ ઈલેવન કેવી હોય શકે છે.

રાજસ્થાનની સ્થિતિ દયનીય
રાજસ્થાનની ટીમ પોઈન્ટ ટેબલમાં 7મા સ્થાને છે અને તેને 8 મેચમાંથી માત્ર 3માં જ જીત નસીબ થઈ છે. આખરી મેચમાં દિલ્હી કેપિટલ્સ સામે કરારી હારનો સામનો કરવો પડ્યો. ટીમમાં બેન સ્ટોક્સની વાપસી જરૂર થઈ છે પરંતુ તેમનું બેટિંગ ઓર્ડર હજી સ્પષ્ટ નથી થઈ શક્યું. બની શકે કે આજની મેચમાં જોશ બટલર સાથે રોબિન ઉથપ્પા ઓપનિંગ કરતા જોવા મળી શકે છે અને બેન સ્ટોક્સ મિડલ ઓર્ડરમાં પોતાની કાબિલિયત દેખાડે.

બેંગ્લોર પોઈન્ટ ટેબલમાં ત્રીજા સ્થાને
માનવામાં આવી રહ્યું છે કે ટીમમાં મંથનની સ્થિતિ છે અને આ એક બે બદલાવના વધુ વ્યાપક ચેન્જ જોવા નહિ મળે. બીજી તરફ આરસીબી આનંદિત સ્થિતિનો લુફ્ત ઉઠાવી રહી છે. આરસીબીને પાછલી મેચમાં કિંગ્સ ઈલેવન પંજાબથી 8 વિકેટ કરારી હાર મળી પરંતુ ટીમે પ્રેશર છતાં અંતિમ ઓવરમાં બેંગ્લોર્સના બોલર્સે જેવી રીતે ગેમપ્લે દેખાડ્યો તે બેંગ્લોર માટે સારા સંકેત છે. બેંગ્લોરની ટીમ 10 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં ત્રીજા નંબરે વિરાજમાન છે.
પાછલી મેચમાં મોહમ્મદ સીરાઝે સરખી બોલિંગ નહોતી કરી, પરંતુ ટીમ પોતાના પ્લેઈંગ ઈલેવનમાં કોઈ બદલાવ કરે તેવું નથી જણાઈ રહ્યું. હા, માત્ર બેટિંગ ક્રમમાં થોડા બદલાવ થઈ શકે છે, પાછલી મેચમાં એબી ડિવિલિયર્સને નિચલા ક્રમમાં ઉતારવાને ળઈ કોહલી એન્ડ થિંક ટેન્કની ઘણી આલોચના થઈ હતી.

બંનેના સંભાવિત ઈલેવન આ પ્રકારે હોય શકે
રાજસ્થાન રોયલ્સઃ બેન સ્ટોક્સ, જોસ બટલર, સ્ટીવન સ્મિથ, સંજૂ સેમસન, રૉબિન ઉથપ્પા, રિયાન પરાગ, રાહુલ તેવતિયા, જોફ્રા આર્ચર, શ્રેયસ ગોપાલ, જયદેવ ઉનાદકટ, કાર્તિક ત્યાગી
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરઃ દેવદત્ત પડિક્કલ, આરોન ફિંચ, વિરાટ કોહલી, એબી ડિવિલિયર્સ, વૉશિંગ્ટન સુંદર, શિવમ દૂબે, ક્રિસ મૉરિસ, ઈસુરુ ઉદાના, નવદીપ સૈની, મોહમ્મદ સીરાજ, યુઝવેન્દ્ર ચહલ.












Click it and Unblock the Notifications
