• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

IPL 2020: આજે RR અને SRH વચ્ચે ટક્કર, રાજસ્થાનમાં આ નવા ખેલાડીની એન્ટ્રી થશે

|

આઈપીએલની 13મી સીઝનના 26મા મુકાબલામા રવિવારે દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે રાજસ્થાન રોયલ્સ (Rajasthan Royals) અને (Sunrisers Hyderabad) આમને-સામને થશે. સતત હારથી કંટાળેલી રાજસ્થાન ટીમને ઉમ્મીદ છે કે બેન સ્ટોક્સની ટીમમાં વાપસીથી ટીમ જીતના પાટા પર પરત ફરી શકે છે. આ મેચ ભારતીય સમય મુજબ બપોરે 3.30 વાગ્યે રમાશે.

SRH vs RR: આંકડા શું કહે છે?

આઈપીએલ રેકોર્ડની વાત કરીએ તો સનરાઈઝર્સ હૈદરાબાદ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે અત્યાર સુધી 11 મુકાબલા (2013-2019) રમાયા છે. સનરાઈઝર્સ હૈદરાબાદે 6 જ્યારે રાજસ્થાને 5માં જીત હાંસલ કરી છે.

રાજસ્થાન રોયલ્સ પોઈન્ટ ટેબલમાં સાતમા સ્થાને છે, જેણે બે જીત બાદ સતત ચાર મેચમાં હારનો સામનો કરવો પડ્યો. જ્યારે સનરાઈઝર્સ હૈદરાબાદ 6માંથી ત્રણ મેચ જીતી પોઈન્ટ ટેબલમાં પાંચમું સ્થાન હાંસલ કર્યું છે. બેન સ્ટોક્સનો ક્વોરેન્ટાઇન પીરિયડ શનિવારે સમાપ્ત થઈ ગયો. તેની ગેરહાજરીમાં ટીમનું સંતુલન બગડ્યું છે અને હજી સુધી યોગ્ય સંયોજન નથી મળી શક્યું.

ઓગસ્ટમાં પાકિસ્તાન વિરુદ્ધ ઘરેલૂ ટેસ્ટ સીરીઝ દરમ્યાન બેન સ્ટોક્સ અધવચ્ચે જ ન્યૂઝીલેન્ડ ચાલ્યા ગયા હતા, જ્યાં તેમના પિતાના મગજના કેન્સરનો ઈલાજ ચાલી રહ્યો હતો. તેમના પિતાએ સ્ટોક્સને ફરી રમવા જવા માટે કહ્યું. હવે જોવાનું એ રહેશે કે આટલા મહિના ક્રિકેટથી દૂર રહ્યા બાદ શું બેન સ્ટોક્સ લય હાંસલ કરી શકશે કે નહિ.

કેપ્ટન સ્ટીવ સ્મિથે દિલ્હી કેપિટલ્સ સામેની મેચ બાદ કહ્યું હતું કે, 'સ્ટોક્સે વધુ પ્રેક્ટિસ નથી કરી. તેનો ક્વોરેન્ટાઈન પીરિયડ સમાપ્ત થઈ રહ્યો છે. તે રવિવારે રમી શકે છે કે નહિ જોઈએ.' દિલ્હીથી કરારી હારનો સામનો કરનાર રાજસ્થાન માટે યશસ્વી જાયસવાલ (34) અને રાહુલ તેવતિયા (38) સિવાય એકેય બેટ્સમેનનું બેટ નહોતું ચાલ્યું.

જોસ બટલર, સ્ટિવ સ્મિથ અને સંજૂ સેમસન અપેક્ષાઓ પર ખરા નહોતા ઉતર્યા. પહેલી બે મેચ બાદથી સ્મિથ અને સેમસન બેટથી કમાલ નથી દેખાડી શકતા. બોલિંગમાં જોફ્રા આર્ચર, તેવતિયા અને શ્રેય ગોપાલે સારું પ્રદર્શન કર્યું.

બીજી તરફ સનરાઈઝર્સ હૈદરાબાદે પાછલી મેચમાં જૉની બેયરસ્ટો અને સ્પિનર રાશિદ ખાનના ઉમદા પ્રદર્શનથી કિંગ્સ ઈલેવન પંજાબને 69 રને હરાવી હતી. નરાઈઝર્સ માટે પંજાબ વિરુદ્ધ જોની બેયરસ્ટોએ 55 બોલમાં 97 રન બનાવ્યા. તેમણે દિલ્હી કેપિટલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વિરુદ્ધ પણ સારી બેટિંગ કરી.

અત્યાર સુધી 227 રન બનાવી ચૂકેલ કેપ્ટન ડેવિડ વોર્નર પોતાનું સારું ફોર્મ યથાવત રાખવા માંગશે, જેમમે પાછલી મેચમાં 40 બોલમાં 52 રન બનાવ્યા. મનીષ પાંડે અને કેન વિલિયમસન ઈનિંગના સૂત્રધારની ભૂમિકા નિભાવી શકે છે. યુવા પ્રિયમ ગર્ગ, અબ્દુલ સમદ અને અભિષેક શર્માએ પણ પ્રભાવિત કર્યા.

IPL 2020: 7 મેચમાં પાંચમી હાર, CSKને RCB વિરુદ્ધ આ ત્રણ ભૂલ ભારે પડી

પેસર ભુવનેશ્વર કુમાર અને ઓલરાઉન્ડર મિશેલ માર્શ ઈજાગ્રસ્ત થવાના કારણે ટૂર્નામેન્ટથી રૂલ આઉટ થઈ ગયા બાદ સનરાઈઝર્સના બોલર ખાસ કરીને રાશિદ ખાન અને યોર્કર વિશેષજ્ઞ ટી નટરાજને સારું પ્રદર્શન કર્યું છે.

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
IPL 2020: RR vs SRH Head to Head records in IPL and team news
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X