For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

IPL 2020: આટલી છે મુંબઈ ઈન્ડિયન્સના ખેલાડીઓની સેલરી

વિશ્વની સૌથી મોટી ટી20 ક્રિકેટ લીગ આઈપીએલમાં ખેલાડીઓ પર પૈસાનો વરસાદ થાય છે. દર વર્ષે આઈપીએલમાં ઢગલાબંધ ખેલાડીઓ પૈસાદાર થાય છે.

|
Google Oneindia Gujarati News

વિશ્વની સૌથી મોટી ટી20 ક્રિકેટ લીગ આઈપીએલમાં ખેલાડીઓ પર પૈસાનો વરસાદ થાય છે. દર વર્ષે આઈપીએલમાં ઢગલાબંધ ખેલાડીઓ પૈસાદાર થાય છે. આ જ રીતે આ વર્ષે પણ કેટલાક ખેલાડીઓને જબરજસ્ત રકમમાં ખરીદવામાં આવ્યા છે. જેમાં મુંબઈ ઈન્ડિયન્સે પણ કેટલાક ખેલાડીઓ પાછળ પૈસા ખર્ચ્યા છે. મુંબઈ ઈન્ડિયન્સ આઈપીએલની સૌથી સફળ ટીમ છે. મુંબઈ ચાર વખત ટાઈટલ જીતી ચૂકી છે. મુંબઈ ટીમમાં એકથી એક વધુ પ્રાઈઝવાળા ખેલાડીઓ હાજર છે, જેમની પાસેથી ટીમને આ વર્ષે ઘણી આશાઓ છે.

રોહિત શર્મા - 15 કરોડ

રોહિત શર્મા - 15 કરોડ

આઈપીએલના ઈતિહાસના સૌથી સફળ બેટ્સમેનમાંના એક રોહિત શર્મા લાંબા સમયથી મુંબઈ ઈન્ડિયન્સની કેપ્ટન્સી કરી રહ્યા છે. મુંબઈમાં રોહિત શર્માની સેલરી સૌથી વધુ છે, તેઓ અત્યારસુધી ચાર વાર ટીમને ચેમ્પિયન બનાવી ચૂક્યા છે.

હાર્દિક પંડ્યા - 11 કરોડ રૂપિયા

હાર્દિક પંડ્યા - 11 કરોડ રૂપિયા

ટીમ ઈન્ડિયાના સ્ટાર ઓલરાઉન્ડર ખેલાડી હાર્દિક પંડ્યાને આઈપીએલથી જ ઓળખ મળી હતી. આઈપીએલમાં મુંબઈ ઈન્ડિયન્સ તરફથી રમી રહેલા હાર્દિક પંડ્યા આ ટીમના ખાસ ખેલાડીઓ છે. હાર્દિક મુંબઈ ઈન્ડિયન્સના સૌથી વેલ્યુએબલ ખેલાડીઓમાંના એક છે.

કૃણાલ પંડ્યા - 8.80 કરોડ

કૃણાલ પંડ્યા - 8.80 કરોડ

હાર્દિક પંડ્યાના ભાઈ કૃણાલ પંડ્યા પણ આઈપીએલથી જ ઓળખ બનાવવામાં સફળ રહ્યા છે. કૃણાલ પંડ્યા પણ મુંબઈ ઈન્ડિયન્સની ટીમ વર્ષોથી મહત્વનો હિસ્સો છે, જે પ્લેઈંગ ઈલેવનને બેલેન્સ કરે છે.

નાથન કુલ્ટર નાઈલ - 8 કરોડ રૂપિયા

નાથન કુલ્ટર નાઈલ - 8 કરોડ રૂપિયા

ઓસ્ટ્રેલિયાના પાસ્ટ બોલર નાથન કુલ્ટર નાઈલ ઈન્ટરનેશનલ ક્રિકેટમાં સૌથી ખતરનાક મનાય છે, સાથે જ તે આઈપીએલમાં સારુ પ્રદર્શન કરવામાં સફળ રહ્યા છે. નાથન કુલ્ટર નાઈલ આ વર્ષે મુંબઈ ઈન્ડિયન્સ તરફથી રમતા દેખાશે.

જસપ્રીત બુમરાહ - 7 કરોડ

જસપ્રીત બુમરાહ - 7 કરોડ

હાલ ક્રિકેટમાં જસપ્રીત બુમરાહ સૌથી શાનદાર બોલર ગણાય છે. બુમરાહ ભારત માટે ત્રણેય ફોર્મેટમાં કમાલનું પ્રદર્શન કરી રહ્યા છે. પરંતુ તેમનું સૌથી શાનદાર પર્ફોમન્સ આઈપીએલમાં રહ્યુ છે. ટી20 ક્રિકેટમાં તો બુમરાહ માત્ર 4 ઓવરમાં હાર જીત નક્કી કરી દે છે.

ઈશાન કિશન - 6.20 કરોડ

ઈશાન કિશન - 6.20 કરોડ

ભારતીય ક્રિકેટના યુવા વિકેટકીપર બેટ્સમેન ઈશાન કિશન આઈપીએલમાં હવે ધીરે ધીરે પરિપક્વ બની રહ્યા છે. ઈશાન કિશનને છેલ્લા બે વર્ષમાં જ્યારે જ્યારે તક મળી છે ત્યારે ત્યારે કમાલનું પ્રદર્શન કર્યુ છે. ઈશાન કિશનને બેટિંગમાં ટોપ ઓર્ડરમાં તક મળે છે.

કિરોન પોલાર્ડ - 5.40 કરોડ

કિરોન પોલાર્ડ - 5.40 કરોડ

આઈપીએલમાં કિરોન પોલાર્ડ એવા ખેલાડી છે, જે માત્ર એક જ ટીમ તરફથી રમ્યા છે. પોલાર્ડે આઈપીએલ કરિયરની શરૂઆત મુંબઈથી કરી હતી અને હજી પણ તેમની સાથે જોડાયેલા છે. કિરોન પોલાર્ડ એવા ખેલાડી છે, જે ગમે ત્યારે ગેમની ગિયર બદલી શકે ચે.

સૂર્યકુમાર યાદવ - 3.20 કરોડ રૂપિયા

સૂર્યકુમાર યાદવ - 3.20 કરોડ રૂપિયા

મુંબઈ ઈન્ડિયન્સની બેટિંગ બ્રિગેડમાં ડોમેસ્ટિક ક્રિકેટના ખતરનાક બેટ્સમેન સૂર્યકુમાર યાદવ પણ સામેલ છે. સૂર્યકુમાર ઘણા સમયથી આઈપીએલ રમી રહ્યા છે, અને છેલ્લા 2 વર્ષથી તે મુંબઈ ઈન્ડિયન્સનો ભાગ છે. તે પોતાની ધમાકેદાર બેટિંગથી મેચ પલટી શકે છે.

ટ્રેન્ટ બોલ્ડ - 3.20 કરોડ રૂપિયા

ટ્રેન્ટ બોલ્ડ - 3.20 કરોડ રૂપિયા

ન્યૂઝીલેનડ્ના ફાસ્ટ બોલર ટ્રેન્ટ બોલ્ટ ઈન્ટરનેશનલ ક્રિકેટમાં પોતાની ઓળખ બનાવી ચૂક્યા છે. બોલ્ટ પણ આઈપીએલમાં લાંબા સમયથી રમી રહ્યા છે. ગત સિઝનમાં તે દિલ્હી કેપિટલ્સનો હિસ્સો હતા, પરંતુ આ વખતની હરાજીમાં મુંબઈ તેમને પોતાની ટીમમાં સામેલ કર્યા છે.

ક્વિન્ટન ડી કોક - 2.80 કરોડ

ક્વિન્ટન ડી કોક - 2.80 કરોડ

દક્ષિણ આફ્રિકાના વિકેટકીપર બેટ્સમેન ક્વિન્ટન ડી કોક આઈપીએલમાં સારુ પ્રદર્શન કરી ચૂક્યા છે. ગત બે વર્ષથી ક્વિન્ટન ડી કોક મુંબઈ ઈન્ડિયન્સ માટે રમી ચૂક્યા છે.

લસિથ મલિંગા - 2 કરોડ રૂપિયા

લસિથ મલિંગા - 2 કરોડ રૂપિયા

મુંબઈ ઈન્ડિયન્સની બોલિંગ જબરજસ્ત છે, અને તેમનું ખાસ હથિયાર છે લસિથ મલિંગા. આઈપીએલની શરૂઆતથી જ મુંબઈ ઈન્ડિયન્સ સાથે રમી રહેલા મલિંગાની હાજરી જ ટીમમાં પ્રાણ ફૂંકી દે છે.

શેરફન રધરફોર્ડ - 2 કરોડ

શેરફન રધરફોર્ડ - 2 કરોડ

મુંબઈ ઈન્ડિયન્સ દરેક સિઝનમાં યોગ્ય નિશાન લગાવવા માટે જાણીતી છે. આ વખતે પણ મુંબઈ ઈન્ડિયન્સે હરાજીમાં ટ્રેડિંગ વિન્ડો અંતર્ગત શેરફન રધરફોર્ડને દિલ્હી કેપિટલ્સ પાસેથી ટ્રેડ કર્યા છે. રધરફોર્ડ સારા ઓલરાઉન્ડર છે.

ક્રિસ લિન - 2 કરોડ

ક્રિસ લિન - 2 કરોડ

ઓસ્ટ્રેલિયાના આક્રમક બેટ્સમેન ક્રિસ લિન આઈપીએલના જાણીતા બેટ્સમેન છે. તે ઘણા સમયથી કોલકાતાની ટીમમાં હતા, પરંતુ આ વખતે તે બ્લૂ ટીશર્ટમાં દેખાશે. મુંબઈ ઈન્ડિયન્સ માટે ક્રિસ લિન મેદાનમાં આસમાની શોટ્સ રમતા દેખાશે.

રાહુલ ચાહર - 1.90 કરોડ

રાહુલ ચાહર - 1.90 કરોડ

ભારતીય ક્રિકેટમાં સ્પિન બોલર્સની પ્રતિભા જોવા મળે છે. આ જ સ્પિન બોલર્સ આઈપીએલમાં પણ કમાલ દર્શાવે છે, ત્યારે રાજસ્થાનના યુવા બોલર રાહુલ ચાહર પણ આવું જ શાનદાર પ્રદર્શન કરી ચૂક્યા છે.

મિશેલ મેક્લેનાથન - 1 કરોડ

મિશેલ મેક્લેનાથન - 1 કરોડ

મુંબઈ ઈન્ડિયન્સની ટીમ પાસે એવા ઘણા ખેલાડી છે, જે લાંબા સમયથી તેમની સાથે છે અને શાનદાર રમી રહ્યા છે. આવા જ સ્પિનર મિશેલ મેક્લેનાથન પણ છે, જે ટીમનો મહત્વનો હિસ્સો છે. મેક્લેનાથને મુંબઈ ઈન્ડિયન્સ માટે વિકેટ ટેકરનું કામ કર્યુ છે.

અનમોલપ્રીત સિંહ - 80 લાખ

અનમોલપ્રીત સિંહ - 80 લાખ

ભારતીય ડોમેસ્ટિક ક્રિકેટમાં ઘણા પ્રતિભાશાળી ખેલાડીઓ છે. પંજાબના બેટ્સમેન અનમોલપ્રીતસિંહ આ સિઝનમાં મુંબઈ ઈન્ડિયન્સ માટે રમતા દેખાશે.

ધવલ કુલકર્ણી - 75 લાખ

ધવલ કુલકર્ણી - 75 લાખ

મુંબઈ ડોમેસ્ટિક ક્રિકેટના સારા ફાસ્ટ બોલર્સમં ધવલ કુલકર્ણી પણ સામેલ છે. આ વખતની હરાજીમાં મુંબઈએ ફરી તેમને ખરીદ્યા છે.

જયંત યાદવ - 50 લાખ

જયંત યાદવ - 50 લાખ

ભારતીય ક્રિકેટ ટીમ માટે રમી ચૂકેલા જયંત યાદવ સ્પિન બોલિંગની સાથે સાથે બેટિંગ પણ કરી શકે છે. આઈપીએલમાં તેમને ખાસ તક નથી મળી, પરંતુ તે મુંબઈ માટે સારા ખેલાડી બની શકે છે.

સૌરવ તિવારી - 50 લાખ

સૌરવ તિવારી - 50 લાખ

આઈપીએલમાં મુંબઈ ઈન્ડિયન્સ માટે રમી ચૂકેલા સૌરવ તિવારી ફરી આ ટુર્નામેન્ટ રમતા દેખાશે. મુંબઈ ઈન્ડિયન્સે જ તેમને આ તક આપી છે. સૌરવ તિવારીએ સરૂઆત તો સારી કરી હતી, પરંતુ તે ઘણા વર્ષોથી લીગમાંથી ગાયબ હતા.

આદિત્ય તારે - 20 લાખ

આદિત્ય તારે - 20 લાખ

આઈપીએલમાં આદિત્ય તારે પણ એવા ખેલાડી છે, જે સતત મુંબઈ તરફથી રમી રહ્યા છે. આદિત્ય ત્યારે સમય સમય પર સારી બેટિંગ કરી રહ્યા છે. આદિત્ય મુંબઈ ઈન્ડિયન્સ તરફથી રણજી ટ્રોફી રમે છે.

અનુકૂલ રૉય - 20 લાખ

અનુકૂલ રૉય - 20 લાખ

ટીમ ઈન્ડિયા અંડર 19 ક્રિકે ટીમમાંથી સમાચારમાં ચમકનાર પહેલા યુવા સ્પિન બોલર છે. તે ગત વર્ષથી જ મુંબઈનો હિસ્સો છે. અને બોલિંગથી પોતાની પ્રતિભા દર્શાવી ચૂક્યા છે.

મોહસિન ખાન - 20 લાખ

મોહસિન ખાન - 20 લાખ

મુંબઈ ઈન્ડિયન્સે આ વખતે હરાજીમાં કેટલાક ડોમેસ્ટિક ફાસ્ટ બોલર્સને પણ ખરીદ્યા છે. જેમાં મોહસિન ખાનનું નામ પણ સામેલ છે.

દિગ્વિજય દેશમુખ - 20 લાખ

દિગ્વિજય દેશમુખ - 20 લાખ

મુંબઈ ઈન્ડિયન્સની ટીમે આ વખતે ફાસ્ટ બોલર દિગ્વિજય દેશમુખને પોતાની ટીમમાં સામેલ કર્યા છે. દિગ્વિજય દેશમુખે સૈયદ મુસ્તાક અલી ટ્રોફીમાં સારુ પ્રદર્શન કર્યુ છે. ત્યારે તેમને આઈપીએલમાં પણ તક મળી શકે છે.

પ્રિન્સ બલવંતરાય સિંહ - 20 લાખ

પ્રિન્સ બલવંતરાય સિંહ - 20 લાખ

મુંબઈ ઈન્ડિયન્સે પ્રિન્સ બલવંત રાય સિંહને પણ પોતાની સ્ક્વોડમાં લીધા છે. તે ડોમેસ્ટિક ક્રિકેટમાં ઠીકઠાક પ્રદર્શન કરી ચૂક્યા છે.

આ પણ વાંચોઃ IPL 2020: આ સીઝન લગભગ તમામ ટીમો પાસે ડેથ ઓવર સ્પેશિયાલિસ્ટ બોલરઆ પણ વાંચોઃ IPL 2020: આ સીઝન લગભગ તમામ ટીમો પાસે ડેથ ઓવર સ્પેશિયાલિસ્ટ બોલર

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
ipl 2020 salary of mumbai indians players
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X