For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

IPL 2020: ચેન્નઈ સુપર કિંગ્સની મજબૂત અને નબળી સાઈડ, જાણો રેકોર્ડ્સ

IPL 2020: ચેન્નઈ સુપર કિંગ્સની મજબૂત અને નબળી સાઈડ, જાણો રેકોર્ડ્સ

|
Google Oneindia Gujarati News

ફેન્સનો ઈંતેજાર હવે 5 દિવસમાં જ પૂરો થઈ જશે, આગામી 19 સપ્ટેમ્બરે IPL 2020 ની ધમાકેદાર શરૂઆત થવા જઈ રહી છે. આઈપીએલ 2020ના મજબૂત દાવેદાર ચેન્નઈ સુપર કિંગ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે મુકાબલો હોય પહેલી જ મેચમાં ભારે રોમાંચ જોવા મળી શકે છે. ત્યારે ચેન્નઈ પાસે એવા કેટલાય ખેલાડીઓ છે જે પોતાના દમે મેચ જીતાડી શકે છે તો એવા ખેલાડીઓ પણ છે જે ટીમને ડૂબાડી શકે છે.

જો ખરેખર જોવા જઈએ તો ચેન્નઈની બેટિંગ લાઈનઅપ અન્ય ટીમોની સરખામણીએ અતિ મજબૂત છે જ્યારે બોલિંગ ડિપાર્ટમેન્ટ ચેન્નઈને પરેશાન કરી શકે છે. ઈમરાન તાહિર હાલ ફોર્મમાં નથી, અને દિપક ચહર, શાર્દુલ ઠાકુર દરેક મેચમાં વિકેટ ચટકાવી શકે તે માનવું મુશ્કેલ છે.

ચેન્નઈ સુપર કિંગ્સની સ્ક્વૉડ

ચેન્નઈ સુપર કિંગ્સની સ્ક્વૉડ

એમ એસ ધોની, સુરેશ રૈના, ડ્વેન બ્રાવો, ફાફ ડૂ પ્લેસિસ, રવિન્દ્ર જાડેજા, શેન વોટ્સન, અંબાતી રાયડૂ, પિયૂષ ચાવલા, હરભજન સિંહ, કેદાર જાદવ, કરણ શર્મા, ઈમરાન તાહિર, દિપક ચહર, શાર્દુલ ઠાકુર, લુંગી નગીદી, સેમ કરન, મુરલી વિજય, જોશ હેઝલવુડ, રુતુરાજ ગાયકવાડ, જગદિશન એન, કેએમ આસીફ, મોનુ કુમાર, આર સાઈ કિશોર.

ઉલ્લેખનીય છે કે આ વખતે Dream 11 IPL 2020 UAE માં રમાવાની હોય, ખેલાડીઓ માટે પીચ, ગ્રાઉન્ડ રિયાલિટી પડકારજનક સાબિત થઈ શકે છે, ત્યારે મેચ જોવી વધારે રોમાંચક સાબિત થશે. જો ચેન્નઈ સુપર કિંગ્સની મજબૂત સાઈડની વાત કરીએ તો, મહેન્દ્ર સિંહ ધોની, ફાફ ડુ પ્લેસિસ, રવિન્દ્ર જાડેજા, શેન વોટ્સન વગરે જેવા કેટલાય ખેલાડીઓના નામ આવે છે.

શેન વૉટ્સન

શેન વૉટ્સન

શેન વૉટ્સનને ટી20 કિંગ તરીકે પણ ઓળખવામાં આવે છે જે તમે વોટ્સનના આઈપીએલ રેકોર્ડ જોઈને જ સમજી જશો. અત્યાર સુધીની બધી જ આઈપીએલ સીઝનમાં શેન વોટ્સનનો સૌથી વધુ સ્કોર 117 રન નોટ આઉટનો છે. જો કે 2017ની સીઝનમાં સૌથી ખરાબ પ્રદર્શન રહ્યું હતું ત્યારે 8 મેચમાં વૉટ્સને માત્ર 71 જ રન બનાવ્યા હતા અને આ સીઝનમાં તેનો હાઈએસ્ટ સ્કોર 24 રનનો હતો. પણ પછી 2018માં પાછી પિકઅપ પકડી લીધી. આઈપીએલની સીઝન 2013, 2015 અને 2018માં વૉટ્સને સદી ફટકારેલી છે જ્યારે મોટાભાગની સીઝનમાં તેનો હાઈએસ્ટ સ્કોર 80થી વધુનો રહ્યો. 2008થી 2019 સુધીમાં વૉટ્સન આઈપીએલના કુલ 134 મેચ રમી ચૂક્યો છે, જેમાં તેણે 3575 રન બનાવ્યા. વૉટ્સને આઈપીએલમાં એવરેજ 31 રન બનાવ્યા.

ફાફ ડૂ પ્લેસિસ

ફાફ ડૂ પ્લેસિસ

ફાફ ડૂ પ્લેસિસ શેન વૉટ્સન સાથે ચેન્નઈ માટે ઓપનિંગ કરશે. તેમની બેટિંગ પણ વિસ્ફોટક રહી છે. અત્યાર સુધીમાં તેમણે આઈપીએલની 71 મેચ રમી છે જેમાં તેમણે કુલ 1857 રન બનાવ્યા. તેમનો હાઈએસ્ટ સ્કોર 96 રનનો છે અને એવરેજ સ્કોર 31.40 રનનો છે.

મહેન્દ્ર સિંહ ધોની

મહેન્દ્ર સિંહ ધોની

મહેન્દ્ર સિંહ ધોની ચેન્નઈ માટે ટૂ ડાઉન પર બેટિંગ કરવા મેદાને ઉતરશે. ડાઉન ધી ઓર્ડર બેટિંગ કરતા હોવા છતાં તેમને સ્કોર ઓપનર્સથી પણ જબરદસ્ત છે. અત્યાર સુધીમાં ધોની આઈપીએલની કુલ 190 મેચ રમી ચૂક્યા છે જેમાં તેમણે કુલ 4432 રન ફટકાર્યા અને ધોનીનો એવરેજ સ્કોર 41.20 રનનો છે. ધોનીનો આઈપીએલમાં અત્યાર સુધીનો સૌથી વધુ સ્કોર 84 રનનો છે. મહેન્દ્ર સિંહ ધોની આઈપીએલ 2020માં 5000 રન પૂરા કરવાનો રેકોર્ડ સ્થાપી શકે છે.

અંબાતી રાયડૂ

અંબાતી રાયડૂ

જમોડી બેટ્સમેન અંબાતી રાયડૂ પણ વિસ્ફોટક બેટ્સમેન છે, પોતાના દિવસે તે સામે વાળી ટીમને ધૂળ ચટાડવાની ક્ષમતા ધરાવે છે. અત્યાર સુધીમાં અંબાતી રાયડુ આઈપીએલની કુલ 147 મેચ રમી ચૂક્યો છે જેમાં તેણે 3300 રન બનાવ્યા છે. આઈપીએલમાં રાયડૂનો હાઈએસ્ટ સ્કોર 100 રનનો છે. અને તેનો એવરેજ સ્કોર 28.69 છે.

ડ્વેન બ્રાવો

ડ્વેન બ્રાવો

વેસ્ટ ઈન્ડિઝ ઓલરાઉન્ડર ખેલાડી ડ્વેન બ્રાવો પણ ચેન્નઈ ટીમને મજબૂતી આપે છે. મિડલ ઓર્ડરમાં બેટિંગ કરતા હોવાથી ડ્વેન બ્રાવોને વધુ બેટિંગ કરવાનો મોકો નથી મળતો છતાં જ્યારે જ્યારે મોકો મળ્યો તેમણે વિસ્ફોટક ઈનિંગ રમી. અત્યાર સુધીમાં ડ્વેન બ્રાવોએ આઈપીએલમાં કુલ 134 મેચ રમી છે જેમાંથી તેમણે 1483 રન ફટકાર્યા છે, બ્રાવોનો હાઈએસ્ટ સ્કોર 23.17 રનનો છે અને 134 આઈપીએલ મેચમાં તેમણે કુલ 147 વિકેટ ઝડપી છે.

IPL 2020: આ પાંચ સલામી બેટ્સમેન, જે આ વર્ષે જબરદસ્ત પ્રદર્શન કરી શકે<br />IPL 2020: આ પાંચ સલામી બેટ્સમેન, જે આ વર્ષે જબરદસ્ત પ્રદર્શન કરી શકે

બોલિંગ ડિપાર્ટમેન્ટમાં જોઈએ તો શાર્દુલ ઠાકુર આઈપીએલની કુલ 36 મેચ રમ્યો જેમાં 36 વિકેટ ચટકાવી છે ઈમરાન તાહિરે 55 મેચમાં 79 વિકેટ ચટકાવી છે અને દિપક ચહરે 34 મેચમાં 33 વિકેટ ચટકાવી છે.

જોશ હેઝલવુડ પહેલી વખત ચેન્નઈ તરફથી આઈપીએલ રમશે. ત્યારે તેમનું પરફોર્મન્સ કેવું રહેશે તે જોવું પડશે.

જો નબળી સાઈડમાં જોઈએ તો રવિન્દ્ર જાડેજા આઈપીએલમાં કંઈ ખાસ નથી કરી શક્યો, કેદાર જાદવ પણ આકર્ષી શકે તેનું પરપોર્મન્સ નથી આપી શક્યો. પિયૂષ ચાવલા અનુભવી ખેલાડી છે પણ ઉંમરને કારણે તેને ખરીદેલી કિંમતમાં ચેન્નઈ માટે પૈસા વસૂલ સાબિત થશે કે નહિ તે જોવાનું રહેશે. મોનુ કુમાર, આસીફ, સોનુ કુમારને ભાગ્યે જ રમવાનો મોકો મળી શકે તેમ છે.

રુતુરાજ ગાયકવાડ પણ વિસ્ફોટક બેટ્સમેન છે જે આ વખતે ચેન્નઈથી પોતાની કિસ્મત અજમાવવા જઈ રહ્યા છે. સુરેશ રૈનાની ગેરહાજરીમાં રૂતૂરાજ ઓપન અથવા તો વન ડાઉન રમવા ઉતરી શકે છે.

જો વિદેશી ખેલાડીઓની વાત કરીએ તો ચેન્નઈ સુપર કિંગ્સ પાસે કુલ 8 વિદેશી ખેલાડીઓ છે જેમાં ઈમરાન તાહિર, લુંગી નગીદી, શેન વોટ્સન, મિશેલ સેન્ટનર, ફાફ ડૂ પ્લેસિસ, ડ્વેન બ્રાવો, જોશ હેઝલવુડ અને સેમ કુરન સામેલ છે.

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
IPL 2020: brightest and darkest side of chennai super kings, records, key points everything you need to know
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X