For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

5 બોલર્સ, જે IPL 2020માં જીતી શકે છે પર્પલ કેપ

5 બોલર્સ, જે IPL 2020માં જીતી શકે છે પર્પલ કેપ

|
Google Oneindia Gujarati News

ટી20 ક્રિકેટમાં આમ તો બેટ્સમેનોની આક્રમક્તા માટે જાણીતું છે, પરંતુ બોલર્સની ક્ષમતા પણ અહીં જ બહાર આવે છે. નાના ફોર્મેટને કારણએ બેટ્સમેન લગભગ દરેક બોલને બાઉન્ડ્રી બહાર મોકલવા પ્રયત્ન કરે છે, તો બીજી તરફ બોલર્સ પાસે ભૂલ કરવાની તક ઓછી હોય છે. તેમની કોશિશ એવી હોય છે કે બેટ્સમેનોને મોટો શોટ મારવાથી રોકે. મોટો શોટ રમવાની કોશિશમાં કેટલીકવાર બેટ્સમેન વિકેટ પણ ગુમાવી દે છે.

1. જસપ્રીત બુમરાહ (મુંબઈ ઈન્ડિયન્સ)

1. જસપ્રીત બુમરાહ (મુંબઈ ઈન્ડિયન્સ)

ટી20 ક્રિકેટમાં વિશ્વના નંબર વન બોલર જસપ્રીત બુમરાહને તાજેતરમાં જ BCCIએ ‘બેસ્ટ ઈન્ટરનેશનલ ક્રિકેટર ઓફ ધી યર'ના એવોર્ડથી નવાજ્યા છે. આઈપીએલની વાત કરીએ તો મુંબઈ ઈન્ડિયન્સને સૌથી સફળ ટીમ બનાવવામાં બુમરાહનું મોટુ યોગદાન રહ્યું છે.

અત્યાર સુધી બુમરાહ મુંબઈ માટે 77 મેચ રમી ચૂક્યા છે અને 82 વિકેટ ઝડપી ચૂક્યા છે. પરંતુ સૌથી મહત્વની વાત એ છે કે બુમરાહની ઈકોનોમી 7.55ની રહી છે.

અમદાવાદના ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ પાવર પ્લેની ઓવર્સમાં વિકેટ લેવાની સાથે સાથે મિસાઈલ યોર્કર નાખવા માટે જાણીતા છે. એટલે જ બુમરાહ આઈપીએલ 2020માં પ્રતિષ્ઠિત પર્પલ કેપ જીતવાના દાવેદારોમાંના એક છે.

2. પેટ કમિન્સ (કોલકાતા નાઈટરાઈડર્સ)

2. પેટ કમિન્સ (કોલકાતા નાઈટરાઈડર્સ)

આઈપીએલ 2020ના ઓક્શનમાં 15.5 કરોડની જબરજસ્ત કિંમતમાં કોલકાતા નાઈટરાઈડર્સે ખરીદેલા પેટ કમિન્સ પર તમામની નજર રેહશે. આટલી મોટી રકમમાં ખરીદાયા હોવાને કારણે કમિન્સ પર સારુ પ્રદર્શન કરવાનું દબાણ રહેશે.

આ સિઝનમાં માત્ર કોહલી જ એવા ખેલાડી છે, જે કમિન્સ કરતા વધુ મોંઘા છે. આરસીબીને કમિન્સે 17 કરોડ રૂપિયા આપ્યા છે.

ઓસ્ટ્રેલિયા માટે સતત સારુ પ્રદર્શન કરનાર કમિન્સ આઈપીએલમાં પણ પોતાનો લય જાળવી રાખવા ઈચ્છશે.

3. રાશિદ ખાન (સનરાઈઝર્સ હૈદરાબાદ)

3. રાશિદ ખાન (સનરાઈઝર્સ હૈદરાબાદ)

ટી20 ક્રિકેટમાં તાજેતરમાં જ બિગ બેશ લીગમાં ત્રીજી હેટ્રિક ઝડપનાર રાશિદ ખાન આઈપીએલ 2020માં પણ પર્પલ કેપ મેળવવામાં કોઈ કસર બાકી નહીં મૂકે. રાશિદ ખાન અત્યાર સુધી આઈપીએલની 46 મેચમાં માત્ર 6.55ની ઈકોનોમી સાથે 55 વિકેટ ઝડપી ચૂક્યા છે. એટલું જ નહીં હૈદરાબાદ માટે બેટિંગમાં પણ કમાલ કરી ચૂક્યા છે.

ભારતમાં સ્પિનર્સ માટે મદદગાર પીચ પર વિદેશી ખેલાડીઓને રાશિદ ખાન પરેશાન કરી શકે છે. એટલે જ રાશિદ પર્પલ કેપના દાવેદાર પણ છે.

4. કગિસો રબાડા (દિલ્હી કેપિટલ્સ)

4. કગિસો રબાડા (દિલ્હી કેપિટલ્સ)

વર્ષ 2019માં દિલ્હી કેપિટલ્સ માટે શાનદાર બેટિંગ કરનાર કગિસો રબાડા આ વર્ષે આઈપીએલમાં પોતાની ફાસ્ટ અને ઘાતક બોલિંગથી બેટ્સમેનોને પેવેલિયન પહોંચાડવાનો પ્રયાસ કરશે.

વર્ષ 2019માં દિલ્હીની સફળતામાં રબાડાની મહત્વની ભૂમિકા હતી. રબાડા 2019માં દિલ્હી માટે 12 મેચમાં 25 વિકેટ ઝડપી ચૂક્યા છે. જેમાં તેમની ઈકોનોમી પણ માત્ર 7.82 રહી છે.

5. જોફ્રા આર્ચર (રાજસ્થાન રોયલ્સ)

5. જોફ્રા આર્ચર (રાજસ્થાન રોયલ્સ)

આઈપીએલ અને બિગ બેશમાં સારુ પ્રદર્શન કર્યા બાદ એપ્રિલ 2019માં ઈંગ્લેન્ડ માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમી ચૂકેલા જોફ્રા આર્ચર વિશ્વભરમાં નામ કરી ચૂક્યા છે.

ઈંગ્લેન્ડની જનતા તેમને અને બેન સ્ટોક્સને વર્લ્ડ કપના હીરો માને છે. 2019માં રાજસ્થાન માટે રમનાર જોફ્રા આર્ચર માટે તે સિઝન સારી રહી હતી. 2019માં 11 મેચમાં 6.79ની ઈકોનોમી સાથે તે 11 વિકેટ ઝડપી ચૂક્યા છે. એટલે આ વર્ષે પણ રાજસ્થાનને તેમની પાસેથી ખૂબ જ આશા હશે અને રાજસ્થાનની જીત માટે જોફ્રા આર્ચરની ભૂમિકા મહત્વની રહેશે.

U-19 World Cup: અમે ભારતીય ક્રિકેટરો કરતા વધારે આક્રમક, ભારતને હરાવીશું-પાકિસ્તાન કોચU-19 World Cup: અમે ભારતીય ક્રિકેટરો કરતા વધારે આક્રમક, ભારતને હરાવીશું-પાકિસ્તાન કોચ

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
ipl 2020 these 5 bolwers can win purple cap in this season
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X