• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

IPL 2020: 5 વિદેશી યુવા ખેલાડીઓ જે આ સિઝનમાં ધમાલ કરી આંતરરાષ્ટ્રીય ટીમમાં જગ્યા પાકી કરી શકે છે

|

આઈપીએલ 2020ની શરૂઆત થવા આડે હવે ગણતરીના દિવસો બાકી છે. પરંતુ વિશ્વની સૌથી મોટી ટી20 ટુર્નામેન્ટની ચર્ચા અત્યારથી જ ચાલુ છે. આઈપીએલ માટે ખેલાડીઓની હરાજી ગત વર્ષે ડિસેમ્બરમાં થઈ ચૂકી છે અને ટીમોએ પોતપોતાની જરૂરિયાત પ્રમાણે ટીમ તૈયાર કરી લીધી છે. હવે તમામ ખેલાડીઓ મેદાન પર દમ બતાવવા તૈયાર છે. આઈપીએલ 13ની પહેલી મેચ મુંબઈ અને દિલ્હી વચ્ચે 29 માર્ચે રમાશે.

આઈપીએલ બાદ આઈસીસી ટી20 વર્લ્ડ કપ પણ શરૂ થવાનો છે, જેનો સૌથી મોટો ફાયદો એ છે કે કોઈ પણ ખેલાડી આ સિઝન અડધેથી નહીં છોડી શકે.

આઈપીએલ યુવા ખેલાડીઓ માટે મોટું પ્લેટફોર્મ છે. દર વર્ષે આઈપીએલમાંથી ઘણા ખેલાડીઓની પ્રતિભા સામે આવે છે અને પછી તે પોતાના દેશ માટે રમે છે. કેટલાક ખેલાડીઓ આઈપીએલમાં શાનદાર પ્રદર્શન કરીને પોતાની રાષ્ટ્રીય ટીમમાં કમબેક પણ કરે છે. એટલે જ અમે તમને એવા 5 ખેલાડીઓ વિશે વાત કરીશું જે આઈપીએલમાં સારુ પ્રદર્શન કરીને રાષ્ટ્રીય ટીમમાં પસંદ થઈ શકે છે.

શેલ્ડન કોટ્રેલ

શેલ્ડન કોટ્રેલ

વેસ્ટ ઈન્ડિઝના ડાબોડી ફાસ્ટ બોલર શેલ્ડન કોટ્રેલે ભારત સામે જ ડેબ્યૂ કર્યો હતો. તે પોતાની ફાસ્ટ અને શાનદાર બોલિંગથી ભારતીય બેટ્સમેનોને પરેશાન કરી ચૂક્યા છે. ભારત અને વિન્ડિઝ વચ્ચેની સિરીઝમાં ખાસ કરીને ભારતીય ઓપનર્સને પોતાની બોલિંગથી પરેશાન કરી ચૂક્યા છે.

પોતાની શરૂઆતની ઓવર્સમાં તે 140 તો ક્યારેક 150 કિમી પ્રતિ કલાકની ઝડપે બોલ ફેંકી શકે છે. 30 વર્ષના બોલર કેરેબિયન પ્રીમિયર લીગમાં શાનદાર પ્રદર્શન કરી ચૂક્યા છે. કોટ્રેલને ખરીદવા માટે કિંગ્સ ઈલેવન પંજાબે 8.5 કરોડની બોલી લગાવી હતી. ત્યારે આઈપીએલમાં શાનદાર પ્રદર્શન કરીને તે વિન્ડિઝની ટીમમાં જગ્યા પાકી કરવા ઈચ્છશે.

ટોમ બેન્ટન

ટોમ બેન્ટન

ઈંગ્લેન્ડના પ્રતિભાશાળી યુવા બેટ્સમેન ટોમ બેન્ટને ગત મહિને બેટિંગમાં સારુ પ્રદર્શન કરીને લોકોને પ્રભાવિત કર્યા છે. હાલ બેન્ટન બીબીએલમાં ધમાલ મચાવી રહ્યા છે. બેન્ટન ક્રિસ લિનની આગેવાનીવાળી બ્રિસબેન હિટ તરફથી રમી રહ્યા છે. ટોમ બેન્ટને બીબીએલમાં 7 મેચમાં 177ની સ્ટ્રાઈક રેટથી 223 રન બનાવ્યા છે.

ક્રિકેટ ફેન્સ અને ઘણા દિગ્ગજ ક્રિકેટરોએ ભવિષ્યવાણી કરી હતી કે 2020ની હરાજીમાં બેન્ટનની મોટી રકમની બોલી લાગશે, પરંતુ હરાજીમાં બીજા રાઉન્ડમાં તેનું નામ આવ્યુ, ત્યારે ઘણી ટીમો પાસે તેમને ખરીદવા વધુ રકમ નહોતી બચી. કોલકાતાએ આ સ્થિતિનો ફાયદો ઉઠાવીને તેમને બેઝ પ્રાઈઝમાં ખરીદી લીધા. બેન્ટન ટીમ મમાટે ઉપયોગી સાબિત થઈ શકે છે.

જો ટેમ બેન્ટન આઈપીએલ 2020માં તમામ મેચ રમે તો કમાલ કરી શકે છે. બેન્ટન કોલાકાતની સ્ક્વોડનો ભાગ છે, પરંતુ કોલકાતા પાસે શાનદાર વિદેશઈ ખેલાડીઓ છે. ત્યારે બેન્ટનને પ્લેઈંગ 11માં જગ્યા મળશે કે નહીં તે એક સવાલ છે.

જેમ્સ નીશમ

જેમ્સ નીશમ

કિંગ્સ 11 પંજાબે જેમ્સ નીશમને બેઝ પ્રાઈસમાં એટલે કે 50 લાખમાં ખરીદ્યા હતા. નીશમ એક કમ્પલીટ ઓલરાઉન્ડર છે. જે સ્લોગ ઓવર્સમાં મોટા શોટ રમે છે. એટલું જ નહીં નીશમ બોલિંગ પણ કરી શકે છે. આ ઉપરાંત તે શાનદાર ફીલ્ડિંગ કરીને રન પણ બચાવે છે. ત્યારે કિંગ્સ માટે તે જીતનો એક્કો સાબિત થઈ શકે છે.

પરંતુ નીશમની હાલત પણ ટોમ બેન્ટન જેવી જ છે. પંજાબની ટીમમાં ક્રિસ ગેલ, ગ્લેન મેક્સવેલ, નિકોલસ પૂરન, શેલ્ડન કોટ્રેલ અને ક્રિસ જોર્ડન જેવા 5 મુખ્ય વિદેશી ખેલાડી છે.એટલે જ નીશનને ટીમમાં સ્થાન મળવાના ચાન્સ ઓછા છે.

મિશેલ માર્શ

મિશેલ માર્શ

ઓસ્ટ્રેલિયાના ઓલરાઉન્ડર ખેલાડી મિશેલ માર્શ હાલ ખરાબ ફોર્મના કારણે લિમિટેડ ઓવર્સની ટીમમાંથી બહાર છે. તેમ છતાંય તેમની બેઝ પ્રાઈઝ 2 કરોડ રૂપિયા હતી. મિશેલનો આઈપીએલ રેકોર્ડ પણ ખાસ નથી. આઈપીએલની 20 મેચમાં તે 18.75ની એવરેજથી માત્ર 225 રન બનાવી ચૂક્યા છે, તેમ છતાંય કિંગ્સ 11 પંજાબે તેમના પર 2 કરોડ ખર્ચ્યા છે.

મિશેલ હાલ બીબીએલમાં શાનદાર બેટિંગ કરી રહ્યા છે. જો મિશેલ માર્શ આ જ ફોર્મ આઈપીએલમાં બતાવશે તો પંજાબને એકલા હાથે મેચ જીતાડી શકે છે. અને જો આવું થયું તો તે રાષ્ટ્રીય ટીમમાં કમબેક કરી શકે છે.

કેન રિચર્ડસન

કેન રિચર્ડસન

ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલર કેન રિચર્ડસન પૉવરપ્લેમાં અને ડેથ ઓર્સમાં બોલિંગ કરે છે. તે મોટા ભાગની ટી20 ટીમ માટે સારુ પ્રદર્શન કરી ચૂક્યા છે. રિચર્ડ સને પોતાની પહેલી આંતરરાષ્ટ્રીય મેચ ફેબ્રુઆરી 2017માં રમી હતી. કેન રિચર્ડસનના ભાઈ જય રિચર્ડસન ગત વર્ષે ઓસ્ટ્રેલિયાની વર્લ્ડ કપ ટીમનો ભાગ હતા, પરંતુ ઈજાના કારણે તે બહાર થયા અને કેનને જગ્યા મળી. કેને વર્લ્ડ કપમાં સારુ પ્રદર્શન કર્યુ હતુ.

કેન રિચર્ડસનને કોહલીની ટીમ આરીસીબી પોતાની ટીમમાં સામેલ કરી ચૂકી છે. 2019ની શરૂઆતની ત્રણ મેચની વન ડેમાં રિચર્ડસને કોહલીને આઉટ કર્યા હતા. રિચર્ડસને ભારત વિરુદ્ધ સારુ પ્રદર્શન કરીને સૌનુ ધ્યાન ખેંચ્યુ હતુ. રિચર્ડસન એક એવા શાનદાર બોલર છે, જો તેમનું પ્રદર્શન સારુ રહ્યું તો આરસીબીનો જીતનો પાયો નાખી શકે છે.

હાર્દિક પંડ્યાનો ખુલાસો, પોતાના જ વ્યવહારના કારણે U-17 ટીમથી થયો હતો બહાર!

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
ipl 2020 these 5 players perfomance will be important for their national team
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X