IPL 2020: આ પાંચ ખેલાડીઓ માટે આ છેલ્લી આઈપીએલ સીઝન હોઈ શકે છે!
આઈપીએલ 2020 ની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. આ ટૂર્નામેન્ટ 29 માર્ચથી શરૂ થશે. વિશ્વભરના ખેલાડીઓ આઈપીએલમાં રમવા માટે પહોંચે છે. આઈપીએલે ઘણા બધા ખેલાડીઓને એક મંચ આપ્યો છે. તો બીજી તરફ ઘણા બધા દિગ્ગજોએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લઇને જલવા દેખાડ્યા છે. સચિન તેંડુલકર, રિકી પોન્ટિંગ, શેન વોર્ન અને બ્રેન્ડન મેકુલમ જેવા ખેલાડીઓએ આઈપીએલમાં પોતાની કમાલ દેખાડી છે. આઈપીએલ દર વર્ષે કેટલાક નવા ખેલાડીઓને તક આપે છે, જ્યારે ઘણા દિગ્ગજ ખેલાડીઓ દર વર્ષે આ લીગમાંથી નિવૃત્ત થાય છે અને ક્રિકેટને અલવિદા કહે છે. આજે આપણે એવા ખેલાડીઓની વાત કરવાના છીએ જેના માટે આ આઈપીએલ સીઝન છેલ્લી હશે.

સૌરભ તિવારી
સૌરભ તિવારીએ આઈપીએલ કારકિર્દીની શરૂઆત 2008 માં મુંબઈ ઈન્ડિયન્સ તરફથી રમીને કરી હતી. તેને શાનદાર બેટિંગ કરી 2010 માં અંડર-23 પ્લેયર ઓફ ધ ટૂર્નામેન્ટનો ખિતાબ પણ જીત્યો હતો. વર્ષ 2008 માં ભારતીય અંડર-19 ટીમના વર્લ્ડ કપ વિજયમાં મુખ્ય ભૂમિકા ભજવનારા સૌરભ તિવારીએ શરૂઆતમાં ક્રિકેટમાં વર્ચસ્વ જમાવ્યું હતું, પરંતુ ફોર્મ લાંબું ટકી શક્યું નહીં. તિવારીએ 2017 પછી માત્ર એક આઈપીએલ મેચ રમી છે. આ વર્ષે મુંબઇએ તેને ફરીથી ખરીદ્યો છે. મુંબઈ પહેલાથી જ સ્ટાર્સથી સજ્જ છે, તેથી સૌરભ માટે પ્લેઇંગ ઇલેવનમાં સ્થાન બનાવવું ખૂબ મુશ્કેલ રહેશે. આ વર્ષ બાદ બની શકે કે તેને આઇપીએલમાં કોઈ ખરીદદાર ન મળે.

પાર્થિવ પટેલ
માત્ર 17 વર્ષ અને 153 દિવસની ઉમરે 2002 માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કરનાર પાર્થિવ પટેલ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર તરફથી રમે છે. 34 વર્ષીય પટેલ હવે તેની કારકિર્દીના અંતિમ તબક્કે છે અને કે કોમેન્ટ્રી કરતો પણ જોવા મળ્યો છે. આવી સ્થિતિમાં પાર્થિવ પટેલની આ છેલ્લી આઈપીએલ હોઈ શકે છે.

અંબાતી રાયડુ
અંબાતી રાયડુ માટે ક્રિકેટની દ્રષ્ટિએ પાછલુ વર્ષ સારું રહ્યું નથી. 2018 માં ચેન્નઈ સુપર કિંગ્સ તરફથી રમતી વખતે સિઝનમાં 602 રન બનાવનાર અંબાતીની પસંદગી વર્લ્ડ કપ 2019 માટે ભારતીય ટીમમાં થઈ ન હતી. ત્યારબાદ તેણે નિવૃત્તિની જાહેરાત પણ કરી હતી, જો કે પછી તેણે પોતાનો નિર્ણય પાછો ખેંચ્યો હતો. રાયડુ આ વર્ષે સુપરકિંગ્સ રમવા ફરી એકવાર તૈયાર છે. જો આ વર્ષે 35 વર્ષિય રાયડુ નિષ્ફળ જાય તો આ તેની છેલ્લી આઈપીએલ હોઈ શકે છે.

હરભજનસિંહ
હરભજનસિંહે મુંબઇ ઈન્ડિયન્સમાંથી પોતાની આઈપીએલ કારકિર્દીની શરૂઆત કરી હતી. 2008 થી 2017 દરમિયાન મુંબઇ ઇન્ડિયન્સ માટે કેપ્ટનશિપ પણ કરી હતી અને તે આઈપીએલની ત્રણ ટ્રોફી જીતનારી ટીમનો ભાગ હતો. 2018 થી હરભજન સીએસકેમાં જોડાયો છે અને ધોનીની કેપ્ટનશીપ હેઠળ રમી રહ્યો છે. 40 વર્ષીય હરભજન આ સિઝન બાદ તેની કારકિર્દી પર બ્રેક લગાવી નિવૃતીની જાહેરાત કરી શકે છે. તે મેન્ટ્રી કરતો પણ જોવા મળ્યો છે.

શેન વોટસન
શેન વોટસન આઈપીએલનું બહુ ચાહીતું નામ છે અને તેને રમતો જોવાનું પુરી ક્રિકેટની દુનિયા પસંદ કરે છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધા પછી વોટસને ચેન્નઈ સુપર કિંગ્સ માટે ઘણી શાનદાર ઇનિંગ્સ રમી છે. વોટસને છેલ્લી બે સીઝનમાં 32 મેચોમાં 953 રન બનાવીને આઈપીએલમાં પોતાનું સ્થાન બનાવ્યું છે. 39 વર્ષીય વોટસન સતત ફિટનેશની સમસ્યાઓનો સામનો કરી રહ્યો છે જોતા વોટસનની આ છેલ્લી આઈપીએલ હોઈ શકે છે.
આ પણ વાંચોઃ રદ થઈ શકે છે IPL 2020, આઈપીએલ ફ્રેન્ચાઈઝીના એક અધિકારીએ આપી માહિતી
ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો