For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

IPL 2020: આઈપીએલના આ 4 વિરાટ રેકોર્ડ બનાવી શકે કોહલી

IPL 2020: આઈપીએલના આ 4 વિરાટ રેકોર્ડ બનાવી શકે કોહલી

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ ઘણા સમયના વિરામ બાદ આખરે દર્શકોને આઈપીએલનો રોમાંચક મુકાબલો જોવા મળશે. આ વખતે યૂએઈ (દુબઈ) મા IPL 2020 આયોજિત કરવામાં આવી રહ્યું છે. આ દરમ્યાન તમામ ટીમ આઈપીએલમાં ભાગ લેવા માટે યુએઈ પહોંચી ચૂકી છે. આમ તો દરેક સીઝને આઈપીએલમાં ભારતીય ખેલાડીઓના પ્રદર્શન પર લોકોની ખાસ નજર રહેતી હોય છે પરંતુ આ વખતે 4 મહિનાથી બ્રેક પર હોવાના કારણે ફેન્સ આતુરતાથી ઈંતેજાર કરી રહ્યા છે. ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ દરેક ફોર્મેટમાં શાનદાર રેકોર્ડ બનાવ્યા છે, પરંતુ આઈપીએલમાં પણ તેમણે બોલર્સને હંફાવવાનું કામ કર્યું છે.

આઈપીએલના ઈતિહાસમાં એક સીઝનમાં સૌથી વધુ રન બનાવવાથી લઈ કેટલાય વિરાટ રેકોર્ડ કોહલીના નામે નોંધાયેલા છે અને દર વખતેની જેમ આ વખતે પણ આ ખેલાડી કંઈ નવા રેકોર્ડ પોતાના નામે કરવાની તૈયારીમાં છે. 19 સપ્ટેમ્બરથી શરૂ થઈ રહેલ આઈપીએલની વાત કરીએ તો આ વર્ષે વિરાટ કોહલી પાસે 4 એવા રેકોર્ડ પોતાના નામે કરવાનો મોકો છે જેને અત્યાર સુધી એકેય ખેલાડી નથી બનાવી શક્યા.

6000 રન બનાવનાર પહેલો ખેલાડી બની શકે છે કોહલી

6000 રન બનાવનાર પહેલો ખેલાડી બની શકે છે કોહલી

આઈપીએલમાં અત્યાર સુધી બેટિંગની વાત કરીએ તો કેટલાય શ્રેષ્ઠ ખેલાડીઓ જોવા મળે છે. આઈપીએલમાં જ્યારે પણ સૌથી બેસ્ટ બેટ્સમેનની વાત થાય ચે તો તેમાં સુરેશ રૈના, રોહિત શર્મા, ક્રિસ ગેલ જેવા ખેલાડીઓનું નામ તો આવે જ છે, પરંતુ ખાસ કરીને વિરાટ કોહલીનું નામ લેવામાં આવે છે. વિરાટ કોહલી આઈપીએલના પોતાના કરિયરમાં સૌથી વધુ સફળ રહ્યા છે.

તેમણે દેખાડ્યું કે તેઓ જેવી રીતે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં પોતાની બેટિંગ ક્ષમતા દેખાડે છે તેવી જ શાનદાર હિટિંગ આઈપીએલમાં પણ કરી શકે છે. વિરાટ કોહલીએ આઈપીએલના ઈતિહાસમાં અત્યાર સુધી 177 મેચ રમી છે જેમાંથી સૌથી વધુ તેમણે 5416 રન બનાવ્યા છે. આ સીઝનમાં તેઓ આઈપીએલના ઈતિહાસમાં 6 હજાર રન બનાવનાર બેટ્સમેન બની શકે છે.

સૌથી વધુ ફીફ્ટી ફટકારવાનો રેકોર્ડ

સૌથી વધુ ફીફ્ટી ફટકારવાનો રેકોર્ડ

ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીનું બેટ આઈપીએલની શરૂઆતમાં કંઈ ખાસ ના બોલ્યું પરંતુ વર્ષ 2013 બાદથી તો આઈપીએલમાં વિરાટ કોહલના નામના ઝલવા રહ્યા છે. વર્ષ 2016ની સીઝનમાં તો માનો કહેર મચાવી દીધો હતો. આઈપીએલમાં કોહલી એવા ખેલાડીઓમાં સામેલ થઈ ગયો જેઓ અત્યાર સુધી જ એક જ ટીમથી રમતા આવ્યા છે.

કોહલી રોયલ ચેલેન્જર બેંગ્લોરના કેપ્ટન છે. શરૂઆતથી જ તેઓ બેંગ્લોર ટીમમાં રમી રહ્યા છે. આમ પોતાની કપ્તનીમાં તો કોહલીને એકપણ ટ્રોફી જીતવાનો મોકો નથી મળ્યો, પરંતુ એક બેટ્સમેન તરીકે તેઓ સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન છે. તેમણે અત્યાર સુધી આઈપીએલની 177 મેચ રમી છે જેમાંથી 169 ઈનિંગ રમી જેમાં કોહલીએ 41થી વધુ ફિફ્ટી પ્લસ સ્કોર બનાવ્યો છે.

જ્યારે આ સીઝનમાં સૌથી વધુ ફિફ્ટી બનાવવાનો રેકોર્ડ તોડી શકે છે. આ રેકોર્ડ હાલ ડેવિડ વોર્નર પાસે છે જેમણે આઈપીએલમાં 48 ફિફ્ટી ફટકારી છે.

સૌથી વધુ સદી ફટકારનાર ખેલાડી

સૌથી વધુ સદી ફટકારનાર ખેલાડી

હાલના સમયમાં ફોર્મેટ કોઈપણ હોય બસ એક જ નામ છવાયું રહે છે અને તે છે ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલી... વિરાટ કોહલીએ ઈન્ટરનેશનલ ક્રિકેટમાં તો કેટલાય રેકોર્ડ તોડી નાખ્યા છે. આઈપીએલમાં પણ કોહલી સતત વિરાટ બનતા જઈ રહ્યા છે. વિરાટ કોહલીએ આઈપીએલમાં પણ પોતાની બેટિંગ ક્ષમતા દેખાડી.

તેમણે વર્ષ 2016ની સીઝનમાં તો 4 સદી બનાવવાનું કારનામું દેખાડ્યું હતું. આ ઉપરાંત તેઓ આઈપીએલમાં વધુ એક સદી ફટકારી ચૂક્યા છે એટલે કે આઈપીએલમાં કુલ 5 સદી ફટકારી ચૂક્યા છે. આઈપીએલમાં સૌથી વધુ સદી ફટકારવાનો રેકોર્ડ ક્રિસ ગેલના નામે છે. જેમમે 6 સદી ફટકારી છે, વિરાટ કોહલી આ સીઝનમાં વધુ 2 સદી ફટકારે છે તો ક્રિસ ગેલને પાછળ છોડી દેશે.

સૌથી વધુ ચોગ્ગા લગાવનાર ખેલાડી બનશે

સૌથી વધુ ચોગ્ગા લગાવનાર ખેલાડી બનશે

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમના કેપ્ટન વિરાટ કોહલી આ વખતે પોતાની ટીમને પહેલીવાર ખિતાબ જીતાવવા માટે સંપૂર્ણપણે તૈયાર છે. વિરાટ કોહલીની નજર કોઈને કોઈ રીતે પોતાની ટીમને ચેમ્પિયન બનાવવા પર રહેશે તો આની સાથે જ તેઓ આઈપીએલમાં સૌથી વધુ ચોગ્ગા ફટકારવાનો રેકોર્ડ પણ તોડી શકે છે.

વિરાટ કોહલીએ આઈપીએલમાં અત્યાર સુધી કેટલાય ચોગ્ગા ફટકાર્યા છે. આ લીગમાં તેઓ 177 મેચ રમી ચૂક્યા છે જેમાં તેમણે કુલ 480 ચોગ્ગા ફટકાર્યા છે. આઈપીએલમાં સૌથી વધુ ચોગ્ગાનો રેકોર્ડ શિખર ધવનના નામે છે જેમણે 524 ચોગ્ગા લગાવ્યા છે.

જે બાદ સુરેશ રૈનાએ 493 ચોગ્ગા અને ગૌતમ ગંભીરે 492 ચોગ્ગા લગાવ્યા છે. આ રેકોર્ડ તોડવા માટે કોહલીને વધુ સમય નહિ લાગે તેવું જણાઈ રહ્યું છે.

IPL 2020: હવે આ બે ટીમ વચ્ચે રમાશે પહેલી મેચ, CSK નહી રમે પ્રથમ મેચIPL 2020: હવે આ બે ટીમ વચ્ચે રમાશે પહેલી મેચ, CSK નહી રમે પ્રથમ મેચ

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
IPL 2020: Virat Kohli can break these 4 records in ipl 13
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X