For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

IPL 2020: સનરાઈઝર્સ હૈદરાબાદમાં ભૂવીની જગ્યા લેનાર પૃથ્વીરાજ યારા કોણ છે? જાણો

IPL 2020: સનરાઈઝર્સ હૈદરાબાદમાં ભૂવીની જગ્યા લેનાર પૃથ્વીરાજ યારા કોણ છે? જાણો

|
Google Oneindia Gujarati News

નવી દિલહીઃ ઈન્ડિયન પ્રીમિયર લીગની 13મી સીઝન ચાલુ છે અને ફેન્સને અવારનવાર રોમાંચક મેચ જોવા મળી રહ્યો છે. આ દરમ્યાન કેટલાક ખેલાડીઓ ઘાયલ થઈ રહ્યા છે તો કેટલાક નવા ખેલાડીઓ ટીમ સાથે જોડાઈ રહ્યા છે. આ દરમ્યાન સોમવારે સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમના પેસર ભુવનેશ્વર કુમાર આઈપીએલ 2020થી બહાર થઈ ગયા છે જે ટીમ માટે મોટો ઝાટકો છે. જેને લઈ સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમે પોતાની સાથે એક યુવા તેજ બોલર પૃથ્વીરાજ યારાને જોડી લીધો છે.

ઉલ્લેખનીય છે કે ભુવનેશ્વર કુમાર ચેન્નઈ સુપર કિંગ્સ સામે રમાયેલ મેચમાં ઈનિંગની 9મી ઓવરમાં ઘાયલ થઈ ગયો હતો. ઈજાને પગલે ભુવનેશ્વર કુમાર આખી સીઝન માટે ટૂર્નામેન્ટથી બહાર થઈ ગયો છે.

આખરે કોણ છે પૃથ્વીરાજ યારા

આખરે કોણ છે પૃથ્વીરાજ યારા

ભુવનેશ્વર કુમાર બહાર થયા બાદ સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમે આંધ્ર પ્રદેશ તરફથી રમતા પૃથ્વીરાજ યારાને ટીમમાં સામેલ કર્યો છે. ડાબોડી ફાસ્ટ બોલર પૃથ્વીરાજને ઘરેલૂ ક્રિકેટમાં રમવાનો વધુ અનુભવ નથી જો કે તેમણે 2017-18માં ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ દરમ્યાન તમિલનાડુ વિરુદ્ધ પોતાનું યાદગાર ડેબ્યૂ કર્યું હતું અને પોતાની લાઈન લેન્થ અને સ્પીડના દમ પર આ ખેલાડીએ એ મેચમાં 6 વિકેટ હાંસલ કરી હતી. તેમણે બંને ઈનિંગમાં 3-3 વિકેટ ઝડપી હતી.

કેકેઆરે પાછલા વર્ષે ટીમમાં સામેલ કર્યો હતો

કેકેઆરે પાછલા વર્ષે ટીમમાં સામેલ કર્યો હતો

ઉલ્લેખનીય છે કે પૃથ્વીરાજ યારાને પાછલા વર્ષે આઈપીએલમાં કોલકાતા નાઈટ રાઈડર્સે પોતાની ટીમમાં સામેલ કર્યો હતો અને તેમણે સનરાઈઝર્સ હૈદરાબાદ સામે પોતાનો ડેબ્યૂ મેચ રમ્યો હતો. જેમાં પૃથ્વીરાજ યારાએ ડેવિડ વોર્નરની વિકેટ ચટકાવી હતી. જો કે પૃથ્વીરાજને બાદમાં મોકો ના મળ્યો અને તેને ટીમમાંથી રિલીઝ કરી દેવામાં આવ્યો. રાજસ્થાન વિરુદ્ધ તેમણે પોતાની બીજી મેચ રમી પરંતુ જેમાં તે પોતાના પ્રદર્શનથી પ્રભાવિત નહોતા કરી શક્યા અને 2 ઓવરમાં 28 રન લૂંટાવી દીધા.

પૃથ્વીરાજ યારાની બોલિંગમાં શું ખાસ છે

પૃથ્વીરાજ યારાની બોલિંગમાં શું ખાસ છે

21 વર્ષીય પૃથ્વીએ આંધ્ર પ્રદેશની ટીમ માટે જૂનિયર સ્તરે શરૂઆત કરી હતી. પૃથ્વીરાજની બોલિંગમાં જે ચીજ તેમને ખાસ બનાવે છે સીમિત ઓવરના ફોર્મેટમાં વિકેટ લેવાની તેની ક્ષમતા. તેની પાસે સ્પીડની સાથે વેરિએશન પણ છે.

MI vs RR: મુંબઇની 57 રને શાનદાર જીત, રાજસ્થાનની હારMI vs RR: મુંબઇની 57 રને શાનદાર જીત, રાજસ્થાનની હાર

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
IPL 2020: Who is Prithviraj Yara who replaced Bhuvi in Sunrisers Hyderabad?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X