For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

IPL 2021: એમએસ ધોની ચેન્નઈ પહોંચ્યા, CSK ટ્રેનિંગ કેમ્પમાં યુવાઓનું માર્ગદર્શન કરશે

IPL 2021: એમએસ ધોની ચેન્નઈ પહોંચ્યા, CSK ટ્રેનિંગ કેમ્પમાં યુવાઓનું માર્ગદર્શન કરશે

|
Google Oneindia Gujarati News

આઈપીએલ 2021 માટે ભારતમાં મીની હરાજી પૂરી થઈ ગઈ છે અને હવે ચેન્નઈ સુપર કિંગ્સ ટીમ માટે નવેસરથી ખુદને મેદાનમાં ઉતારવાનો સમય આવી ગયો છે. મહેન્દ્ર સિંહ ધોનીની આગેવાની વાળી સીએસકે ટીમ પાછલી સિઝન દરમ્યાન પ્લેઑફમાં પણ નહોતી પહોંચી શકી. યેલો આર્મી સાતમા નંબરે રહી પોતાના ફેન્સને નિરાશ કરી ચૂકી હતી.

ipl 2021

આ વખતે ચેન્નઈ સુપર કિંગ્સે મેદાન પર ફરીથી જૂના પ્રદર્શનને રિપિટ કરવા માટે કમર કસી હશે. ભારતના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની બુધવારે ચેન્નઈ એરપોર્ટ પર સ્પૉટ થયા છે. મહેન્દ્ર સિંહ ધોની અહીં ચેન્નઈ સુપર કિંગ્સના ટ્રેનિંગ કેમ્પમાં ખેલાડીઓની આગેવાની કરશે.

જણાવી દઈએ કે ચેન્નઈ સુપર કિંગ્સના સીનિયર બેટ્સમેન અંબાતી રાયડૂ આવા પહેલા ખેલાડી હતા જેઓ અહીં પહોંચ્યા હતા અને હવે તેઓ પોતાના કેપ્ટન સાથે જોડાઈ જશે. રિપોર્ટ મુજબ ચેન્નઈ સુપર કિંગ્સનો ટ્રેનિંગ કેમ્પ માર્ચના બીજા અઠવાડિયે શરૂ થઈ જશે જેને લીડ કરવા માટે ધોની પણ અહીં પહોંચી ગયા છે.

જો કે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે આઈપીએલ 2020 માટે હજી જગ્યા અને અન્ય શેડ્યૂલ્સ વિશે જાણકારી નથી આપી, માનવામાં આવી રહ્યું છે કે ચેન્નઈ સુપર કિંગ્સ આ વખતે પોતાની તૈયારીઓમાં કોઈ કસર છોડવા નથી માંગતી.

આ દરમ્યાન ધોની સીએસકે કેમ્પમાં કેટલાય ઘરેલૂ ખેલાડીઓ સાથે સમય વિતાવશે અને સાથે જ પોતાના અનુભવો શેર કરશે. આવું પહેલીવાર છે જ્યારે IPL 2020 બાદ ધોની ક્રિકેટમાં પહેલી વાર પાછા ફર્યા છે. પાછલી સીઝન ધોની કે તેમની ટીમ માટે સારી નહોતી રહી. આ ટીમે કેદાર જાદવ, શેન વોટ્સન અને હરભજન સિંહ જેવા અનુભવી ખેલાડીઓને રિલીઝ કરી દીધા હતા. જો કે સુરેશ રૈનાને ટીમમાં યથાવત રાખ્યો છે.

જણાવી દઈએ કે પાછલી વખતે ચેન્નઈ જતા પહેલાં ચેન્નઈની ટીમે પોતાના શહેરમાં એક ટ્રેનિંગ કેમ્પ આયોજિત કર્યો હતો. યૂએઈ પહોંચ્યા બાદ કેટલાક ખેલાડીઓ કોવિડ 19 પોઝિટિવ મળી આવતાં આ કેમ્પ વિવાદમાં આવી ગયો હતો. આઈપીએલ હરાજીમાં ચેન્નઈ સુપર કિંગ્સની ટીમે મોઈન અલી ઉપરાંત ઑફ સ્પિનર કૃષ્ણપા ગૌતમ પર પણ વડો દાવ લગાવ્યો છે.

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
IPL 2021: MS Dhoni to lead training camp of chennai super kings. એમએસ ધોની ચેન્નઈ પહોંચ્યા, CSK ટ્રેનિંગ કેમ્પમાં યુવાઓનું માર્ગદર્શન કરશે
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X