For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

IPL 2022 : નવી આઈપીએલ ટીમ માટે અમદાવાદ, લખનઉ સૌથી આગળ

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2022) માટે બે નવી ટીમ અમદાવાદ અને લખનઉ સ્પષ્ટ રીતે આગળ છે. બિડિંગ પ્રક્રિયાની નજીકના સૂત્રો દ્વારા આ ખુલાસો કરવામાં આવ્યો છે. IPL 2022ની બિડિંગ સોમવાર, 25 ઓક્ટોબરના રોજ દુબઇમાં યોજાવાની છે અને વ

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી : ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2022) માટે બે નવી ટીમ અમદાવાદ અને લખનઉ સ્પષ્ટ રીતે આગળ છે. બિડિંગ પ્રક્રિયાની નજીકના સૂત્રો દ્વારા આ ખુલાસો કરવામાં આવ્યો છે. IPL 2022ની બિડિંગ સોમવાર, 25 ઓક્ટોબરના રોજ દુબઇમાં યોજાવાની છે અને વિશ્વભરના અનેક બિઝનેસ દિગ્ગજોએ દાવ ભજવ્યો હોવાનું કહેવાય છે.

જાણીતી ભારતીય મલ્ટીનેશનલ કંપની અદાણી ગ્રુપે અમદાવાદથી ટીમ માટે બોલી મંગાવી હોવાનું જાણવા મળે છે. બે સૌથી વધુ બિડર્સ બે નવી ફ્રેન્ચાઇઝીના માલિક હશે. IPL 2022 માટે 10 ટીમ હશે.

નવી ટીમની બેઝ પ્રાઇઝ 2000 કરોડ રૂપિયા નક્કી કરાઇ

નવી ટીમની બેઝ પ્રાઇઝ 2000 કરોડ રૂપિયા નક્કી કરાઇ

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ બોલી લગાવનારાઓ પાસેથી આશરે 7000 થી 10,000 કરોડ રૂપિયાની અપેક્ષા રાખે છે. રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, BCCIએ નવી ટીમની બેઝ પ્રાઇઝ 2000 કરોડ રૂપિયા નક્કી કરી છે.

ભારતીય બોર્ડે 3,000 કરોડનું વાર્ષિક ટર્નઓવર ધરાવતી કંપનીઓને નવી ટીમ માટે બિડ કરવાની પણમંજૂરી આપી હતી. વિશ્વના સૌથી ધનિક ક્રિકેટ બોર્ડે પણ બિડર્સ માટે સમય મર્યાદા 20 ઓક્ટોબર બુધવાર સુધી લંબાવી હતી.

બે નવી ટીમ માટે બોલી લગાવનારી પાર્ટીઓમાં ટોરેન્ટ ફાર્મા, ઓરોબિંદો ફાર્મા, સંજીવ કુમાર - આરપીએસજી, કોટક ગ્રુપ, સીવીસી પાર્ટનર્સ, હિન્દુસ્તાન ટાઇમ્સ મીડિયા,ગ્લેઝર ફેમિલી - માન્ચેસ્ટર યુનાઇટેડ ઓનર્સ, બ્રોડકાસ્ટ એન્ડ સ્પોર્ટ કન્સલ્ટિંગ એજન્સીઓ આઇટીડબલ્યુ, ગ્રુપ એમ, જિંદાલ પાવર એન્ડ સ્ટીલ - નવીન જિંદાલ, અદાણીગ્રુપ, રોની સ્ક્રુવાલા અને સિંગાપોર સ્થિત PE ફર્મ છે.

છ શહેરોને શોર્ટલિસ્ટ કર્યા છ શહેરોને શોર્ટલિસ્ટ કર્યા

છ શહેરોને શોર્ટલિસ્ટ કર્યા છ શહેરોને શોર્ટલિસ્ટ કર્યા

આ અગાઉ BCCI એ IPL 2022 માં બે નવી ફ્રેન્ચાઇઝીઓ માટે ધર્મશાળા, ગુવાહાટી, રાંચી, લખનઉ, અમદાવાદ અને કટક નામના છ શહેરોને શોર્ટલિસ્ટ કર્યા હતા.

2010 માં BCCI એ IPL વિસ્તરણ પ્રક્રિયાના ભાગરૂપે કોચી ટસ્કર્સ કેરળ અને પૂણે વોરિયર્સ ઇન્ડિયા રજૂ કર્યા હતા.

આઈપીએલમાં મુંબઈ ઈન્ડિયન્સ સૌથી સફળ ટીમ

આઈપીએલમાં મુંબઈ ઈન્ડિયન્સ સૌથી સફળ ટીમ

કેટલાક કારણોસર બંને ટીમોને સસ્પેન્ડ કરવામાં આવી હતી.

આઈપીએલમાં મુંબઈ ઈન્ડિયન્સ સૌથી સફળ ટીમ રહી છે, જેણે પાંચ વખત ચેમ્પિયનશિપ જીતી છે.

એમએસ ધોનીની ચૈન્નાઈ સુપર કિંગ્સ ચાર ટાઇટલ સાથે બીજા સ્થાને છે.

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
Ahmedabad and Lucknow are clearly ahead of the two new teams for the Indian Premier League (IPL 2022). This has been revealed by sources close to the bidding process.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X