For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

IPLની મોટી સિઝન સમાપ્ત, ઘણા ખેલાડીઓએ છોડી છાપ, કયા સ્ટારને મળ્યો કયો અવૉર્ડ

ઈન્ડિયન પ્રીમિયર લીગ(આઈપીએલ)ની 15મી સિઝન યાદગાર હતી. ઘણા ખેલાડીઓએ છોડી છાપ, જાણો કયા સ્ટારને મળ્યો કયો અવૉર્ડ.

|
Google Oneindia Gujarati News

અમદાવાદઃ ઈન્ડિયન પ્રીમિયર લીગ(આઈપીએલ)ની 15મી સિઝન યાદગાર હતી. રાજસ્થાન રૉયલ્સની ટીમ શેન વૉર્નના દુઃખદ નિધન બાદ ફાઈનલમાં પહોંચી. જોસ બટલરે ભૂલી ન શકાય એવુ પ્રદર્શન કર્યુ, બે નવી ટીમોનુ ડેબ્યુ થયુ અને તેમાંથી એકે વિજયી અંજામ આપ્યો. હાર્દિક પંડ્યા મહાનાયક સાબિત થયા અને ગુજરાત ટાઈટન્સની ટીમ આ સિઝનની વિજેતા રહી. લખનઉ સુપર જાયન્ટસ પણ સારુ રમ્યા અને આરસીબીએ પણ ઘણી કોશિશ કરી. મુંબઈ ઈન્ડિયન્સ અને ચેન્નઈ સુપર કિંગ્સ જેવી પરંપરાગત મજબૂત ટીમોએ પતન જોયુ અને ઉમરામ મલિક જેવા ભારતના સૌથી ફાસ્ટ બોલર પણ જોયા.

ઘણી વાતો, ઘણા વચનો સાથે સિઝન સમાપ્ત

ઘણી વાતો, ઘણા વચનો સાથે સિઝન સમાપ્ત

ઘણી વાતો, ઘણા વચનો સાથે IPL 2022નો રવિવારે અંત આવ્યો. ગુજરાત ટાઇટન્સ (GT) એ અમદાવાદમાં રાજસ્થાન રોયલ્સ (RR) સામે 7 વિકેટની જીત સાથે તેમનુ પ્રથમ ટાઇટલ જીત્યુ. ગુજરાત ટાઇટન્સે તેમની પ્રથમ સિઝન રમી. તેમની પ્રથમ સિઝનમાં ઇન્ડિયન પ્રીમિયર લીગનુ ટાઇટલ જીતીને તમામ પૂર્વ-ટૂર્નામેન્ટની આગાહીઓને ખોટી પાડી.

હાર્દિક પંડ્યા છવાઈ ગયા

હાર્દિક પંડ્યા છવાઈ ગયા

ગુજરાત ટાઈટન્સ સ્ટાર ખેલાડીઓથી ભરેલી ટીમ ન હતી પરંતુ હાર્દિકે કેપ્ટન પદથી પ્રભાવિત કર્યા અને તેના સાથીદારોથી શ્રેષ્ઠ પ્રદર્શન કરાવ્યુ. બેટ અને બોલ સાથે તેના પ્રદર્શને પણ ટીમની જીતમાં મોટો ફાળો આપ્યો હતો. હાર્દિક ફાઈનલમાં ઓલરાઉન્ડર હતો. તેણે બેટિંગથી ઉપયોગી ઈનિંગ રમીને પહેલી 4 ઓવરમાં 17 રનમાં 3 વિકેટ લીધી હતી. મિલર અને રાહુલ તેવટિયાએ પણ કોઈપણ સ્થિતિથી વાપસી કરવાની ક્ષમતા દર્શાવી હતી.બોલિંગમાં રાશિદ ખાન હતા જ.

કયા સ્ટારને મળ્યો કયો અવૉર્ડ

કયા સ્ટારને મળ્યો કયો અવૉર્ડ

આ સમગ્ર સિઝન દરમિયાન યુવાનોએ શાનદાર પ્રદર્શન કર્યુ અને ચર્ચામાં આવ્યા. જેમ જેમ ગુજરાત ટાઈટન્સે તેમના હોમ ગ્રાઉન્ડ પર તેનુ પ્રથમ ખિતાબ જીત્યો, IPL એ ખેલાડીઓને વ્યક્તિગત પુરસ્કારો એનાયત કર્યા જેમણે તેમની કુશળતા દર્શાવી. સંજુ સેમસને રનર અપ ટ્રોફી અને 12.5 કરોડ રૂપિયાનો ચેક જીત્યો.

અવૉર્ડમાં જોસ બટલરનુ એકછત્ર રાજ

અવૉર્ડમાં જોસ બટલરનુ એકછત્ર રાજ

જોસ બટલરને મોસ્ટ વેલ્યુએબલ પ્લેયર તરીકે પસંદ કરવામાં આવ્યા છે. બટલરે પોતે 863 રન બનાવીને ઑરેન્જ કેપ જીતી હતી. જોસ બટલરે સમગ્ર સિઝનમાં 83 બાઉન્ડ્રી ફટકારવા માટે 'ફોર એવોર્ડ' જીત્યા હતા. જોસ બટલર સિઝનના પાવરપ્લેયર પણ છે. જોસ બટલર સિઝનના ગેમચેન્જર છે અને તેણે 45 સિક્સર મારવા બદલ 'લેટ્સ ક્રેક ઇટ સિક્સ' એવોર્ડ પણ જીત્યો હતો. કોલકાતા નાઈટ રાઈડર્સના અભિયાનને સમાપ્ત કરનાર ઈવિન લુઈસના કેચને સિઝનનો સર્વશ્રેષ્ઠ કેચ જાહેર કરવામાં આવ્યો છે.

સિઝનની સૌથી ઝડપી ડિલીવરી

સિઝનની સૌથી ઝડપી ડિલીવરી

યુઝવેન્દ્ર ચહલે 27 વિકેટ લેવા બદલ પર્પલ કેપ જીતી (આઈપીએલ સિઝનમાં સ્પિનર ​​દ્વારા સૌથી વધુ વિકેટ) લોકી ફર્ગ્યુસને સિઝનની સૌથી ઝડપી ડિલિવરી માટે એવોર્ડ જીત્યો. રાજસ્થાન રોયલ્સ અને ગુજરાત ટાઇટન્સ ફેરપ્લે પ્રાઇઝ શેર કરશે.

ઉમરાન મલિક ઈમર્જિંગ પ્લેયર

ઉમરાન મલિક ઈમર્જિંગ પ્લેયર

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના દિનેશ કાર્તિકે 183.33ના સ્ટ્રાઈક રેટ સાથે ટુર્નામેન્ટ સમાપ્ત કરીને 'સુપર સ્ટ્રાઈકર' સન્માન જીત્યુ. તેણે ટાટા પંચ કાર જીતી. ઉમરાન મલિકે ઇમર્જિંગ પ્લેયરનો એવોર્ડ જીત્યો.

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
IPL 2022 big season ends, many players left an impression, here is list of players with their award
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X