For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

IPL 2022: રધરફોર્ડ - અહેમદની ધમાકેદાર બેટીંગ, બેંગલોરની આસાન જીત

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2022 ની 6ઠ્ઠી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે રમાશે. રોયલ ચેલેંજર્સ બેંગલોરે ટોસ જીતી પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. આ સાથે કોલકાતા પ્રથમ બેટીંગ કરતા કોલકા

|
Google Oneindia Gujarati News

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2022 ની 6ઠ્ઠી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે રમાશે. રોયલ ચેલેંજર્સ બેંગલોરે ટોસ જીતી પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. આ સાથે કોલકાતા પ્રથમ બેટીંગ કરતા કોલકાતા નાઇટ રાઇડર્સે 18.5 ઓવરમાં 128 રન બનાવી ઓલ આઉટ થયુ હતુ. આ ટાર્ગેટનો પીછો કરતા બેંગલોરે 19.2 ઓવરમાં 132 રન બનાવી જીત હાંસલ કરી હતી.

IPL 2022

રોયલ ચેલેંજર્સ તરફથી બેટીંગ કરતા રધરફોર્ડે 40 બોલમાં 28 રન તથા શાહબાઝ અહેમદે 20 બોલમાં 27 રન બનાવ્યા હતા. બેંગલોર તરફથી દિનેશ કાર્તિકે વિનિંગ શોટ મારી મેચ પોતાના નામે કરી હતી. કોલકાતા તરફથી બોલિંગ કરતા ટીમ સાઉથીએ 3 વિકેટ તથા ઉમેશ યાદવે 2 વિકેટ ઝડપી હતી. આ ઉપરાંત સુનિલ નરેન - વરૂણ ચક્રવર્તિએ 1-1 વિકેટ લીધી હતી.છેકે કોલકાતાનો કોઇ બેટ્સમેન લાંબી ઇનિંગ રમી શક્યો ન હતો. કોલકાતા તરફથી માત્ર રશેલે 18 બોલમાં 25 રન બનાવ્યા હતા. બેંગલોર તરફથી બોલિંગ કરતા વાનિંદુ હસરંગાએ 4 વિકેટ તથા આકાશ દીપે 3 વિકેટ તથા હર્ષલ પટેલે વિકેટ તથા સીરાજે 1 વિકેટ ઝડપી હતી.

KKRની પ્લેઈંગ ઈલેવન: વેંકટેશ ઐયર, અજિંક્ય રહાણે, નીતિશ રાણા, શ્રેયસ ઐયર (c), સેમ બિલિંગ્સ, આન્દ્રે રસેલ, શેલ્ડન જેક્સન (wk), સુનીલ નારાયણ, ટિમ સાઉથી, ઉમેશ યાદવ, વરુણ ચક્રવર્તી.

RCBની પ્લેઈંગ 11: ફાફ ડુ પ્લેસિસ (c), અનુજ રાવત, વિરાટ કોહલી, દિનેશ કાર્તિક (wk), શેરફેન રધરફોર્ડ, વાનિન્દુ હસરંગા, ડેવિડ વિલી, હર્ષલ પટેલ, શાહબાઝ અહેમદ, આકાશ દીપ, મોહમ્મદ સિરાજ.

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
IPL 2022: Easy Win For RCB, KKR Lost
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X