IPL 2023 Final, GT vs CSK: સાહા-સુદર્શનની ફિફ્ટી, 16 ઓવર બાદ કેટલો છે ગુજરાતનો સ્કોર?
આઇપીએલ 2023નો ફાઇનલ મુકાબલો આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઇ રહ્યો છે. ચેન્નઇ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઇટન્સ ખિતાબ જીતવા માટે મેદાન-એ-જંગ થઇ રહી છે. ગિલની વિકેટ ગુમાવ્યા બાદ રિદ્ધિમાન સાહા અને સાંઇ સુદર્શને બાજી સંભાળી હતી.

રિદ્ધિમાન સાહા 39 બોલમાં 54 રન બનાવ્યા હતા અને આઉટ થઇ ગયો હતો. આ બાદ સાંઇ સુદર્શને પણ 33 બોલમાં પોતાની ફિફ્ટી પુરી કરી રમી રહ્યો છે. આ સાથે 16 ઓવરમાં ગુજરાતનો સ્કોર 153 પર 2 વિકેટ થયો છે.
સુદર્શન સારા ફોર્મમાં દેખાઇ રહ્યો છે. સુદર્શન શુભમન ગિલની રનોના વરસાદની કમી પુરી શકવામાં સક્ષમ દેખાઇ રહ્યો છે. હાલ સાંઇ સુદર્શન અને હાર્દિક પંડ્યા સારી લયમાં જોવા મળી રહ્યા છે. 4 ઓવર બાકી છે આ સાથે ગુજરાતનો સ્કોર 190થી વધારે થઇ શકે છે.












Click it and Unblock the Notifications
