KKR vs GT Match: આજની મેચ દરમિયાન ઈડન ગાર્ડન્સમાં કેવુ રહેશે હવામાન અને પિચ રિપોર્ટ
KKR vs GT Pitch and Weather: IPL 2023ની 39મી મેચમાં, યજમાન કોલકાતા નાઈટ રાઈડર્સ ટીમ આજે કોલકાતાના ઈડન ગાર્ડન્સ ખાતે ગુજરાત ટાઈટન્સ સામે ટકરાશે. હાર્દિક પંડ્યા એન્ડ કંપની શાનદાર ફોર્મમાં હોવાથી KKR માટે કપરા ચઢાણ રહેશે. નીતિશ રાણાની કોલકાતાની ટીમ આઠમાંથી માત્ર ત્રણ મેચ જીતી શકી છે.
આ મેચ આજની ડબલ હેડરની પ્રથમ મેચ છે એટલે કે ઈડન ગાર્ડન્સમાં તમને દિવસની મેચ જોવા મળશે. જે ભારતીય સમય અનુસાર બપોરે 3:30 વાગે થશે. KKR છેલ્લી મેચમાં રૉયલ ચેલેન્જર્સ બેંગ્લોરને 21 રને હરાવીને આવી રહ્યું છે, જો તેણે પ્લેઓફમાં પહોંચવુ હોય તો હવે સતત જીત નોંધાવવી જરૂરી છે.

પિચ
આજની પિચની વાત કરીએ તો, કોલકાતાના ઈડન ગાર્ડન્સને ટી20 માટે પરફેક્ટ વિકેટ તરીકે ઓળખવામાં આવે છે જ્યાં મોટા સ્કોર થાય છે. અહીં નાની બાઉન્ડ્રી બેટ્સમેનોને મદદ કરે છે. છેલ્લી મેચમાં પણ ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમે અહીં 235 રનનો મોટો સ્કોર બનાવ્યો હતો.
ઈડન ગાર્ડન્સમાં જે ટીમ લક્ષ્યને ચેઝ કરે છે તે ફાયદામાં રહે છે પરંતુ જો પ્રથમ બેટિંગ કરીને કોઈ ટીમ 200થી ઉપરનો સ્કોર બનાવે છે તો તે તેની જીતની આશા પણ રાખી શકે છે.
હવામાન
જો હવામાનની વાત કરીએ તો 29 એપ્રિલે કોલકાતામાં મોટાભાગે વાદળછાયું વાતાવરણ રહેશે. કોલકાતા નાઈટ રાઈડર્સ અને ગુજરાત વચ્ચેની મેચ દરમિયાન વરસાદની પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. પવનની ઝડપ 10 થી 12 કિલોમીટર પ્રતિ કલાક રહેશે. તાપમાન 27 થી 36 ડિગ્રી સેલ્સિયસ રહેશે જ્યારે ભેજ 59-70% રહેશે અને વરસાદની સંભાવના છે.
મેચ
કોલકાતા નાઈટ રાઈડર્સ અને ગુજરાત ટાઈટન્સની આઈપીએલ 2023ની મેચ સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક પર ટેલિકાસ્ટ કરવામાં આવશે જે તમે ટીવી પર જોઈ શકો છો. જો તમે મોબાઈલ પર તેનું લાઈવ સ્ટ્રીમિંગ જોવા ઈચ્છો છો, તો તમે JioCinemaની એપ દ્વારા પણ જોઈ શકો છો.












Click it and Unblock the Notifications
