IPL 2023 RR vs CSK: ધોનીએ ટોસ જીતી રાજસ્થાનને બેટીંગ કરવા આપ્યુ આમંત્રણ
આજે IPLની 17મી મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે જોરદાર ટક્કર થવા જઈ રહી છે. ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) બુધવારે ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રાજસ્થાન રોયલ્સ (RR) સામે ટકરાવા જઇ રહી છે. મહેન્દ્ર સિંહ ધોનીએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. આ સાથે રાજસ્થાન રોયલ્સ પ્રથમ બેટીંગ કરી મોટુ ટાર્ગેટ સેટ કરવાનો પ્રયત્ન કરશે.
CSKના સુકાની એમએસ ધોની માટે આ એક ઐતિહાસિક પ્રસંગ હશે કારણ કે તે ચેન્નાઈ સુપર કિંગ્સના સુકાની તરીકે તેની 200મી મેચ તેના ઘરના દર્શકોની સામે રમશે. IPLની 16મી સિઝનની 17 નંબરની મેચમાં આજની મેચની બંને ટીમોએ ત્રણમાંથી બે મેચ જીતી છે.

કેપ્ટન સંજુ સેમસનની ટીમ વધુ સારા નેટ રન રેટ સાથે પોઈન્ટ ટેબલમાં નંબર 2 પર છે. આવી સ્થિતિમાં જો ટીમ પોતાની લય જાળવી રાખીને ચેન્નાઈ સામેની આજની મેચ જીતી લે છે તો તે પોઈન્ટ ટેબલમાં ટોપ પર પહોંચી જશે.
ચેન્નાઇની સંભવિત પ્લેઇંગ 11: ઋતુરાજ ગાયકવાડ, ડેવોન કોનવે, અજિંક્ય રહાણે, મોઈન અલી, શિવમ દુબે, રવિન્દ્ર જાડેજા, મહેન્દ્ર સિંહ ધોની (સી), મિશેલ સેન્ટનર, રાજવર્ધન હેંગરગેકર, મહિષ તિક્ષ્ણ, તુષાર દેશપાંડે.
રાજસ્થાન રોયલ્સની સંભવિત પ્લેઇંગ 11: યશસ્વી જયસ્વાલ, જોસ બટલર, સંજુ સેમસન (સી), ધ્રુવ જુરેલ, શિમરોન હેટમાયર, રિયાન પરાગ, જેસન હોલ્ડર, રવિચંદ્રન અશ્વિન, ટ્રેન્ટ બોલ્ટ, યુઝવેન્દ્ર ચહલ, મુરુગન અશ્વિન.












Click it and Unblock the Notifications
