IPL 2023 SRH vs KKR: રોમાંચક મેચમાં કોલકાતાની 5 રને જીત
આજે IPL 2023ની 47મી મેચમાં સનરાઈઝર્સ હૈદરાબાદ અને KKR ટીમો રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ સ્ટેડિયમ હૈદરાબાદમાં રમાઇ રહી છે. પ્રથમ બેટિંગ કરતા કોલકાતાએ 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવી 171 રન બનાવ્યા હતા. હૈદરાબાદે 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવી 168 રન બનાવ્યા હતા. આ સાથે કોલકાતાની 5 રને જીત થઇ હતી.

ઉલ્લેખનિય છેકે હૈદરાબાદનો ટોપ ઓર્ડર નિષ્ફળ ગયો હતો. જે બાદ કેપ્ટન એડન માર્કરમે 40 બોલમાં 41 રન તથા હેનરિક કલાસેને 20 બોલમાં 36 રન બનાવ્યા હતા. આ ઉપરાંત મયંક અગ્રવાલે 18 રાહુલ ત્રિપાઠીએ 20 તથાઅબ્દુલ સમદે 21 રન બનાવ્યા હતા.
કોલકાતાના બોલરોમાં વૈભવ અરોરા-શાર્દુલ ઠાકુરે 2-2 વિકેટ ઝડપી હતી. હર્ષિત રાણા, આંદ્રે રસેલ, અનુકુલ રોય અને વરૂણ ચક્રવર્તીને 1-1-1-1 વિકેટ મળી હતી.
કોલકાતાના કેપ્ટન નીતિશ રાણાએ 31 બોલમાં 42 રન બનાવ્યા હતા. આ સાથે રિંકુ સિંહે 35 બોલમાં 46 રન તથા જેસન રોયે 19 બોલમાં 20 રન બનાવ્યા હતા. આંદ્રે રસેલે 15 બોલમાં 24 રન બનાવ્યા હતા.
હૈદરાબાદના બોલરોએ સારી બોલિંગ કરી હતી. માર્કો જેન્સન-ટી નટરાજને 2-2 વિકેટ ઝડપી હતી. આ ઉપરાંત ભુવનેશ્વર કુમાર, કાર્તિક ત્યાગી, એડન માર્કરમ અને મયંક માર્કંડેને 1-1-1-1 વિકેટ મળી હતી.












Click it and Unblock the Notifications
