IPL 2026 First Match: પહેલી મેચ ક્યારે અને ક્યાં રમાશે? આ બે ટીમો વચ્ચે થશે પ્રથમ મુકાબલો
IPL 2026 First Match: ક્રિકેટ ચાહકો માટે આઈપીએલને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે. બેંગલુરુના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં મેચ રમાવા અંગેનું સસ્પેન્સ હવે ખતમ થઈ ગયું છે. આઈપીએલ 2026નો પ્રથમ મુકાબલો રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) અને સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH) વચ્ચે આ જ મેદાન પર રમાશે. રાજ્ય સરકારે અહીં મેચો યોજવા માટે લીલી ઝંડી આપી દીધી છે.

RCBની જીતની ઉજવણી દરમિયાન મચી હતી નાસભાગ
ગયા વર્ષે RCBની જીતની ઉજવણી દરમિયાન સ્ટેડિયમની બહાર બનેલી દુખદ નાસભાગની ઘટના બાદ અહીં સુરક્ષાને લઈને ગંભીર સવાલો ઉઠાવવામાં આવ્યા હતા. આ જ કારણસર આઈપીએલ 2026ના આયોજન પર શંકાના વાદળો છવાયેલા હતા. જોકે, 16 માર્ચના રોજ કર્ણાટક સરકારની ઉચ્ચ સ્તરીય બેઠક બાદ સ્ટેડિયમને મંજૂરી આપી દેવામાં આવી છે. ગૃહમંત્રી ડૉ. જી. પરમેશ્વરની અધ્યક્ષતામાં મળેલી આ બેઠકમાં નિષ્ણાત સમિતિના અહેવાલની સમીક્ષા કરવામાં આવી હતી, જેમાં ભીડ વ્યવસ્થાપન અને નવા સુરક્ષા માપદંડોની પુષ્ટિ કરવામાં આવી છે.
28 માર્ચથી પ્રારંભ, 5 એપ્રિલે ચેન્નાઈ સામે ટક્કર
BCCI દ્વારા જાહેર કરાયેલા પ્રારંભિક કાર્યક્રમ મુજબ, ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં પ્રથમ તબક્કાની બે મોટી મેચો રમાશે:
- ઓપનિંગ મેચ: 28 માર્ચ, શનિવારના રોજ RCB અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે સીઝનની પ્રથમ મેચ રમાશે. આ મુકાબલો ભારતીય સમય અનુસાર સાંજે 7 વાગ્યે શરૂ થશે.
- બીજો મોટો મુકાબલો: ત્યારબાદ 5 એપ્રિલે આ જ મેદાન પર RCB અને ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) વચ્ચે બીજી મહત્વની મેચ રમાવાની છે.
ચિન્નાસ્વામીમાં જ રમાશે ફાઈનલ મેચ
RCB તેની 7 હોમ મેચોમાંથી 5 મેચ બેંગલુરુમાં રમશે, જ્યારે બાકીની 2 મેચ રાયપુરમાં આયોજિત કરવામાં આવશે. ખાસ વાત એ છે કે આ સીઝનની ફાઈનલ મેચ પણ બેંગલુરુમાં જ પ્રસ્તાવિત છે, જે સ્થાનિક ચાહકો માટે કોઈ મોટી ભેટથી ઓછી નથી. KSCAના પ્રમુખ અને ભૂતપૂર્વ ભારતીય ફાસ્ટ બોલર વેંકટેશ પ્રસાદે પદ સંભાળતી વખતે વચન આપ્યું હતું કે સુરક્ષાના ધોરણોમાં સુધારો થયા પછી જ ચિન્નાસ્વામીમાં ક્રિકેટની વાપસી થશે.
-
Gold Rate Today: સોનાના ભાવમાં મામૂલી ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી






Click it and Unblock the Notifications
