For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

IPL 2020: આ છે 3 દિગ્ગજ બેટ્સમેન જે 170 મેચ રમીને પણ નથી મારી શક્યા સદી

IPL 2020: આ છે 3 દિગ્ગજ બેટ્સમેન જે 170 મેચ રમીને પણ નથી મારી શક્યા સદી

|
Google Oneindia Gujarati News

આઈપીએલની શરૂઆત 2008માં થઈ હતી. પહેલી સિઝનથી જ આ ટી20 લીગ હિટ સાબિત થઈ અને આજે આઈપીએલ વિશ્વની સૌથી મોટી ટી20 લીગ છે. આઈપીએલમાં બેટ્સમેનો ચોગ્ગા-છગ્ગાનો વરસાદ કરે છે, અને રનના ઝગલા થાય છે.

આ લીગમાં જો કોઈ ખેલાડી 100થી વધુ મેચ રમે તો, પ્રેક્ષકોને અપેક્ષા હોય છે કે આટલી મેચમાં તે એકાદ સેન્ચ્યુરી ફટકારે. સામાન્ય રીતે આઈપીએલમાં 100 મેચ રમનાર બેટ્સમેન આવું કરતા પણ હોય છે. પરંતુ અમે તમને આપીશું એવા ત્રણ બેટ્સમેનોના નામ જે 170 મેચ રમી ચૂક્યા છે, પણ સદી નથઈ ફટકારી શક્યા.

મહેન્દ્રસિંહ ધોની

મહેન્દ્રસિંહ ધોની

એમ. એસ. ધોની ચેન્નાઈ સુપરકિંગ્સના કેપ્ટન છે, અને આ લીગના સૌથી અનુભવી તેમજ દિગ્ગજ બેટ્સમેન છે. ધોની આઈપીએલની 12 સિઝન રમી ચૂક્યા છે, પરંતુ હજી સુધી તેના નામે એક પણ સદી નથી.

ધોની આઈપીએલમાં 190 મેચ રમી ચૂક્યા છે, જેમાં 137.85ના સ્ટ્રાઈક રેટથી 42.20ની સરેરાશથી 4432 રન પણ બનાવ્યા છે. આ દરમાયન ધોનીના નામે 23 હાફ સેન્ચ્યુરી છે, પરંતુ તેમના ફેન્સ હજીય સદીની રાહ જોઈ રહ્યા છે. આઈપીએલમાં ધોનીનો હાઈએસ્ટ સ્કોર 84 છે, જે ધોનીએ બેંગ્લોર સામેની મેચમાં બનાવ્યા હતા.

દિનેશ કાર્તિક

દિનેશ કાર્તિક

દિનેશ કાર્તિક છેલ્લી બે સિઝનથી કોલકાતા નાઈટરાઈડર્સની કમાન સંભાળી રહ્યા છે. અત્યાર સુધી દિનેશ કાર્તિક જુદી જુદી 6 ટીમ તરફથી આ ટુર્નામેન્ટ રમી ચૂક્યા છે. જેમાં તે ઓપનિંગ કરવાની સાથે સાથે નંબર 6 પર પણ બેટિંગ કરી ચૂક્યા છે. તેમ છતાંય કાર્તિકના નામે એક પણ સદી નથી.

દિનેશ કાર્તિક આઈપીએલમાં 182 મેચ રમી ચૂક્યા છે. જેમાં 129.80ના સ્ટ્રાઈક રેટ અ 27.06ની સરેરાશથી 3654 રન બનાવી ચૂક્યા છે. આટલી કરિયરમાં કાર્તિક 18 હાફ સેન્ચ્યુરી બનાવી ચૂક્યા છે, પણ સેન્ચ્યુરીથી વંચિત છે. કાર્તિકનો હાઈએસ્ટ સ્કોર 97 રન છે.

રોબિન ઉથપ્પા

રોબિન ઉથપ્પા

રોબિન ઉથપ્પા પણ આઈપીએલની પહેલી સિઝનથી રમી રહ્યા છે. ઉથપ્પા પોતાના કરિયરમાં મુંબઈ, બેંગ્લોર, પુણે, કોલકાતા તરફથી રમી ચૂક્યા છે. તેમના ખાતામાં 177 મેચ છે. જેમાં રોબિન 130.50ના સ્ટ્રાઈક રેટથી 23.83ની સરેરાશથી 4411 રન બનાવી ચૂક્યા છે. આ દરમિયાન રોબિન ઉથપ્પાના નામે 24 અડધી સદી છે. અને તેમનો હાઈએસ્ટ સ્ક્રો 87 રન છે.

IPLના એ 5 ખેલાડીઓ જે માત્ર એક જ સિઝનના સ્ટાર બનીને રહ્યાIPLના એ 5 ખેલાડીઓ જે માત્ર એક જ સિઝનના સ્ટાર બનીને રહ્યા

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
ipl 2020 dhoni uthappa and karthik played 170 match waiting for century
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X