For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

IPL Auction: એ 3 ક્રિકેટર્સ જેમની બેઝ પ્રાઈઝ છે 2 કરોડ, પરંતુ વેચાવાની આશા છે ખૂબ ઓછી

અમુક ખેલાડીઓએ આ હરાજી માટે પોતાની બેઝ પ્રાઈઝ 2 કરોડ પણ રાખી છે. જો કે આમાંથી 3 એવા પણ છે જેમના વેચાવાની આશા ખૂબ જ ઓછી છે. કોણ છે આ ખેલાડી આવો જાણીએ -

|
Google Oneindia Gujarati News

આઈપીએલ સિઝન-13 માટે ખેલાડીઓની હરાજી 19 ડિસેમ્બરે કોલકત્તામાં થવા જઈ રહી છે. આ દરમિયાન 73 ખેલાડીઓ પર છેલ્લી મહોર લાગવાની છે પરંતુ હરાજી માટે 332 ખેલાડીઓના નામ પાકા થયો છે. આ 332 ખેલાડીઓમાંથી કયા એ 73 ખેલાજી હશે જે વેચાશે એ જોવાનુ રસપ્રદ રહેશે. હરાજી દરમિયાન બધી ફ્રેન્ચાઈઝીઓ માટ માટે મહત્વની રહે છે ખેલાડીઓની બેઝ પ્રાઈઝ. દરેક ફ્રેન્ચાઈઝી ઈચ્છે છે કે તેને ઓછા ભાવમાં સારો ખેલાડી મળે. વળી, અમુક ખેલાડીઓએ આ હરાજી માટે પોતાની બેઝ પ્રાઈઝ 2 કરોડ પણ રાખી છે. માત્ર 7 ખેલાડી છે જેમની બેઝ પ્રાઈઝ 2 કરોડ છે. જો કે આમાંથી 3 એવા પણ છે જેમના વેચાવાની આશા ખૂબ જ ઓછી છે. કોણ છે આ ખેલાડી આવો જાણીએ -

એંજેલો મેથ્યુઝ

એંજેલો મેથ્યુઝ

શ્રીલંકા ટીમના ઑલરાઉન્ડર એંજેલો મેથ્યુઝે પોતાની બેઝ પ્રાઈઝ એટલી વધારે રાખીને સૌને ચોંકાવી દીધા છે કારણકે તેમનુ પ્રદર્શન અપેક્ષા મુજબનુ નથી રહ્યુ. એંજેલો મેથ્યુઝે માત્ર 6 ટુર્નામેન્ટ રમી છે પરંતુ આ દરમિયાન તેમનુ પ્રદર્શન એટલુ સારુ નહોતુ રહ્યુ. મેથ્યુઝે ગઈ સિઝનમાં વર્ષ2017માં રમી હતી ત્યારબાદ તે આગામી 2 સિઝન પણ નહોતા રમી શક્યા. વર્ષ 2017માં તેમણે માત્ર 3 મેચ રમી હતી જેમાં કોઈ પણ વિકેટ નહોતા લઈ શક્યા. વર્ષ 2018 અને 2019ની સિઝનમાં તે હરાજી દરમિયાન અનસોલ્ડ રહ્યા હતા. રસપ્રદ વાત એ છે કે બંને હરાજીમાં તેમની બેઝ પ્રાઈઝ 2 કરોડ રૂપિયા હતી. જો કે ફૉર્મની વાત કરીએ તો મેથ્યુઝે હાલમાં જ દિલ્લી બુલ્સ માટે ટી10 લીગમાં ભાગ લીધો પરંતુ વધુ સફળતા મેળવી શક્યા નહિ. વળી, બધી ટીમો પાસે પહેલેથી જ ઑલરાઉન્ડર પડેલા છે. એવાં ખરાબ સમયમાંથી પસાર થઈ રહેલા મેથ્યુઝને 2 કરોડ બેઝ પ્રાઈઝ તેમને ફરીથી એક વાર અનસોલ્ડની મહોર લાગતી જોવા માટે મજબૂર થવુ પડી શકે છે.

મિશેલ માર્શ

મિશેલ માર્શ

આ ઑલરાઉન્ડરની બોલી લાગવી પણ મુશ્કેલ છે. આનુ કારણ આમ તો તેનુ પર્ફોર્મન્સ છે પરંતુ સાથે સાથે તેમની બેઝ પ્રાઈઝ પણ. મિશેલે આઈપીએલ 2019ની હરાજી માટે પણ 2 કરોડ બેઝ પ્રાઈઝ રાખી હતી પરંતુ કોઈએ તેમને ખરીદ્યા નહિ. પરંતુ આઈપીએલ 2020 માટે પણ તેમણે પોતાની કિંમત ફરીથી 2 કરોડ રાખી દીધી. તેમણે અત્યાર સુધી રમેલ આઈપીએલમાં 20 મેચોમાં 20 વિકેટ લીધી પરંતુ 2016થી તે આ ટુર્નામેન્ટનો હિસ્સો ન રહ્યા. અહીં સુધી કે તેમણે આ વર્ષે ઓસ્ટ્રેલિયા માટે કોઈ પણ ટી20 મેચ નથી રમી. લાગે છે કે આ વર્ષે કહાની અલગ નહિ હોય કારણકે તેમના અનસોલ્ડ રહેવાની સંભાવના છે. માર્શ હાલમાં ટેસ્ટ અને વનડે ક્રિકેટમાં પોતાની ભૂમિકા આપી રહ્યા છે. 4 ઓવરના કોટામાં તે નિષ્ફળ સાબિત થઈ રહ્યા છે એવાં તે કદાચ જ કોઈ ફ્રોન્ચાઈઝી 2 કરોડ ખર્ચ કરીને તેમને ખરીદે. તેમણે ગઈ સિઝનમાં બિગ બૈશ લીગમાં ભાગ લીધો હતો પરંતુ 7 મેચોમાં માત્ર 122 રન અને 1 વિકેટ સાથે વાપસી કરી.

આ પણ વાંચોઃ કયા ખેલાડી પાસે છે સૌથી સ્માર્ટ ક્રિકેટ બ્રેઈન, પોલાર્ડે જણાવ્યુ કોણ ફટકારશે બેવડી સદીઆ પણ વાંચોઃ કયા ખેલાડી પાસે છે સૌથી સ્માર્ટ ક્રિકેટ બ્રેઈન, પોલાર્ડે જણાવ્યુ કોણ ફટકારશે બેવડી સદી

જોશ હેઝલવુડ

જોશ હેઝલવુડ

આ અવિશ્વસનીય છે કે હેઝલવુડે પોતાના માટે બેઝ પ્રાઈઝ 2 કરોડ રૂપિયા નક્કી કરી છે. તેમણે વર્ષ 2016 બાદ કોઈ પણ ટી20 મેચ નથી રમી પરંતુ તેમછતા તેમણે પોતાની કિંમત આઈપીએલ હરાજી માટે મોટી રાખી દીધી. આ બોલકે આઈપીએલમાં પણ ડેબ્યુ નથી કર્યુ. તેમણે ગયા વર્ષે હરાજી માટે પોતાનુ નામ મોકલ્યુ હતુ પરંતુ ત્યારે પણ તે અનસોલ્ડ રહ્યા હતા. ત્યારે કારણ બની તેમની બેઝ પ્રાઈઝ. હેઝલવુડે ત્યારે પણ 2 કરોડ બેઝપ્રાઈઝ રાખી હતી અને અત્યારે પણ તેમણે આ જ રકમ રાખી છે જે ફરીથી તેમના માટે મુસીબત બન શકે છે. વળી, હેઝલવુડને ઈજા પણ થઈ છે. તેમને હેમસ્ટ્રિંગ તણાવનો સામનો કરવો પડ્યો જેના લીધે તેમને ન્યૂઝીલેન્ડ સામે બે ટેસ્ટમાંથી બહાર કરી દીધા. એમા કોઈ શંકા નથી કે હેઝલવુડ ટેસ્ટના સારા બોલર છે પરંતુ ટેટનુ પર્ફોર્મન્સ આઈપીએલ ટૂર્નામેન્ટમાં પસંદગી માટે એક પેરૈમીટર ન હોઈ શકે. જો તે અનસોલ્ડ રહે તો નવાઈ નહિ લાગે.

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
IPL Auction 2020: 3 cricketers expected to sold very low and theirbase price is 2 crore
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X