IPL Auction 2020: 11 ખેલાડીઓ માટે દિલ્હી લગાવશે બોલી, આ ખેલાડીઓ પર બધાની નજર
નવી દિલ્હીઃ આઈપીએલની 13મી સિઝન માટે આજે હરાજી થવા જઈ રહી છે. ત્યારે દિલ્હીની ટીમની નજર આ વખતે પાછલા પ્રદર્શનને યથાવત રાખતા પહેલીવાર ખિતાબ જીતવા પર રહેશે. ટ્રેડિંગ વિન્દો દરમિયાન દિલ્હી કેપિટલ્સની ટીમે બહુ સક્રિય રોલ નિભાવ્યો હતો અને કંઈક એવો જ રોલ હરાજી દરમિયાન પણ નિભાવવા માંગશે. આઈપીએલમાં ખેલાડીઓની હરાજી માટે આરસીબી બાદ દિલ્હી કેપિટલ્સ જ એવી ટીમ છે જેમની પાસે સૌથી વધુ ખેલાડીઓની જગ્યા ખાલી હોય. દિલ્હી કેપિટલ્સ પાસે 11 ખેલાડીઓની જગ્યા છે જેમાં 6 ભારતીય અને 5 વિદેશી ખેલાડીઓને સામેલ કરી શકે છે. જો કે આરસીબીની જેમ દિલ્હી કેપિટલ્સ પાસે પણ પૈસા ખર્ચવાની સીમા માત્ર 27.85 કરોડ રૂપિયા જ છે.
એવામાં ઘરેલૂ ક્રિકેટર્સની ભરમારવાળી દિલ્હી કેપિટલ્સની નજર કેટલાક દિવેશી ખેલાડીઓને સામેલ કરવા પર હશે પરંતુ છતાં તે 2થી વધુ મોંઘા વિદેશી ખેલાડીઓ સામેલ નથી કરી શકતી.

ટ્રેડિંગ વિન્ડોમાં જબરદસ્ત એક્ટિવ રહી દિલ્હી કેપિટલ્સ
આઈપીએલ 2019માં દિલ્હી કેપિટલ્સની ટીમે પહેલીવાર પ્લેઑફમાં જગ્યા બનાવી હતી. ટીમમાં કોચ રિકી પોન્ટિંગ સાથે ભારતીય ખેલાડીઓની હાજરી તેની તાકાત છે. ટ્રેડિંગ વિન્ડો દરમિયાન દિલ્હી કેપિટલ્સે અજિંક્ય રહાણે અને આર અશ્વિનને ટીમ સાથે જોડી આ તાકાતને વધારી છે. ટીમે જગદીશ સુચિત અને રાહુલ તેવતિયાને રિલીઝ કર્યા છે જ્યારે મયંક માર્કંડેયને મુંબઈથી ટ્રેડ કરી રાજસ્થાન રૉયલ્સને સોંપી દેવામાં આવ્યા છે. જ્યારે ટ્રેન્ટ બોલ્ટ અને શેફરૉન રદરફોર્ડને મુંબઈ ઈન્ડિયનથી ટ્રેડ કર્યા છે.

આ રોલમાં ખેલાડીઓની જરૂર
દિલ્હીની ટીમ હરાજી દરમિયાન એવી ખાપણ દૂર કરવાની કોશિશ કરશે જે 2019 દરમિયાન રહી ગઈ હતી. પાછલી સિઝનમાં દિલ્હી કેપીટલસે ટૉપ ઓર્ડર મજબૂત હતો અને પરંતુ નીચલા ક્રમની કમજોરીને પગલે ટીમ કેટલીયવાર મોટો સ્કોર ના બનાવી શકી. એવામાં એવામાં તેમને એક એવા વિદેશી ખેલાડીની જરૂરત છે જે ફિનિશરનો રોલ નિભાવી શકે.
હર્ષલ પટેલ અને ક્રિસ મોરિસને રિલીઝ કર્યા બાદ દિલ્હીની ટીમની નજર કેટલાક સારા ઓલરાઉન્ડર ખેલાડીઓ પર પણ હશે. જ્યારે ટીમમાં રિષભ પંતને પગલે એક જ વિકેટકીપર છે તો દિલ્હીની ટીમ બેકઅપના રૂપમાં વધુ એક વિકેટકીપર બેટ્સમેનને સામેલ કરવા ઈચ્છશે. આના માટે દિલ્હીની ટીમ કોઈ અનકેપ્ડ ખેલાડીને પણ સામેલ કરી શકે છે. આ ઉપરાંત ટીમ પેસર કગિસો રબાડાનું બેકઅપ પણ રાખવા માંગશે જેથી તેની અનુપસ્થિતિમાં સ્કોર બચાવી શકે.

આ ખેલાડીઓ પર દાવ લગાવી શકે
દિલ્હીની ટીમ ફિનિશર માટે ગ્લેન મેક્સવેલ, શિમરૉન હેટમાયર, કૉલિન ડિ ગ્રેન્ડહોમ, ઈયોન મોર્ગન, ડેવિડ મિલર જેવા ખેલાડીઓ પર દાવ લગાવી શકે છે. જ્યારે ઑલરાઉન્ડ ઑપ્શન્સમાં દિલ્હીની ટીમ સેમ કરન, ક્રિસ મોરિસ, કાર્લોસ બ્રેથવેટ, જેમ્સ નીશામ, માર્કસ સ્ટૉયનિસ, મિશે માર્શ, ડેન ક્રિશ્ચિયન પર દાવ લગાવી શકે છે.
કગિસો રબાડાના બેકઅપમાં દિલ્હી કેપિટલ્સ શેલ્ડન કૉર્ટલ, મુસ્તાફિજુર રહમાન, પેટ કમિન્સ, એન્ડ્રૂ ટાય, કેન રિચર્ડસન, આંદ્રે નોર્ત્જે, ડેલ સ્ટેન, કેસેરિક વિલિયમસ પર દાવ લગાવી શકે છે. સાથે જ ટીમમાં બીજા વિકેટકીપર બેટ્સમેનના રૂપમાં વિષ્ણુ વિનોદ, અંસુખ બૈંસ, નમન ઓઝા, કુસલ પરેરા, હિનરિક ક્લાસેન, મુશફિકુર રહીમને ટીમમાં સામેલ કરવામાં આવી શકે છે.
IPL Auction 2020 Live: આજે 332 ખેલાડીઓ પર લાગશે બોલી, મેળવો લાઈવ અપડેટ
ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો