For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

IPL Auction 2021: આજે યુવરાજ સિંહનો રેકોર્ડ ટૂટશે? 6 વર્ષ પહેલાં ધમાલ મચાવી હતી

IPL Auction 2021: આજે યુવરાજ સિંહનો રેકોર્ડ ટૂટશે? 6 વર્ષ પહેલાં ધમાલ મચાવી હતી

|
Google Oneindia Gujarati News

આઈપીએલ 2021 માટે આજે ખેલાડીઓની હરાજી થશે. આઈપીએલની આઠ ફ્રેંચાઈઝી 61 સ્લૉટ ભરવા માટે બોલી લગાવશે. હરાજીની યાદીમાં 164 ભારતીય, 124 વિદેશ અને એસોસિએટ્સ દેશના 3 ખેલાડીઓ સામેલ છે. હરાજી આજે 3 વાગ્યે શરૂ થશે. હરાજીની લાઈવ અપડેટ જોવા માટે અહીં ક્લિક કરો.

નોંધનીય છે કે ઈંગ્લેન્ડના પોસર માર્ક વુડે હરાજીની યાદીથી પોતાનું નામ પાછું ખેંચી લીધું છે. યુવરાજ સિંહ આઈપીએલના ઈતિહાસમાં અત્યાર સુધીનો સૌથી મોંઘો વેચાનાર ખેલાડી છે. હવે જોવું રોમાંચક હશે કે આ વખતે યુવરાજ સિંહનો રેકોર્ડ ટૂટી શકે છે કે નહિ.

અત્યાર સુધીના સૌથી મોંઘા વેચાયેલા ખેલાડીઓ વિશે જાણીએ

યુવરાજ સિંહ

યુવરાજ સિંહ

ટીમ ઈન્ડિયાના પૂર્વ ઑલરાઉન્ડર યુવરાજ સિંહે આઈપીએલ 2015ની હરાજીમાં ઈતિહાસ રચ્યો હતો. યુવરાજને દિલ્હી ડેરડેવિલ્સે 16 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. તે આઈપીએલના ઈતિહાસમાં સૌતી મોંઘો વેચાનાર કેલાડી છે. એ સિઝનમાં યુવરાજ કંઈ ખાસ કમાલ નહોતો કરી શક્યો. તે 14 મેચમાં 19ની એવરેજથી માત્ર 248 રન જ બનાવી શક્યો હતો. ફ્રેંચાઈઝીએ યુવરાજની 2016ની સિઝન પહેલાં રિલીઝ કરી દીધો હતો.

પેટ કમિંસ

પેટ કમિંસ

ઓસ્ટ્રેલિયાના પેસર પેટ કમિંસ આઈપીએલના ઈતિહાસના સૌથી મોંઘા વિદેશી ખેલાડી છે. કમિંસે આ મામલે બેન સ્ટોક્સને પણ પાછળ છોડી દીધો હતો. 2020ની હરાજીમાં તેમને કોલકાતા નાઈટ રાઈડર્સે 15.5 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. કમિંસને કેકેઆરે આ સીઝન માટે પણ રિટેન કર્યો છે.

બેન સ્ટોક્સ

બેન સ્ટોક્સ

ઈંગ્લેન્ડના બેન સ્ટોક્સને આઈપીએલ 2017ની હરાજીમાં રાઈજિંગ પુણે સુપરજાયંટે 14.5 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. સ્ટોક્સ વર્તમાનમાં દુનિયાનો સૌથી વિસ્ફોટક ઓલરાઉન્ડર છે. સ્ટોક્સ પાછલા વર્ષની હરાજી પહેલાં સૌથી મોંઘો વિદેશી ખેલાડી હતો. હાલ તે રાજસ્થાન રોયલ્સની ટીમનો સભ્ય છે.

યુવરાજ સિંહ

યુવરાજ સિંહ

દિલહી ડેરડેવિલ્સ પહેલાં 2014માં યુવરાજ સિંહને રોયલ ચેલેંજર્સ બેંગ્લોરે 14 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો, પરંતુ એક સિઝન બાદ તેને રિલીઝ કરી દીધો હતો. યુવરાજે આરસીબી તરફથી રમતાં 376 રન બનાવ્યા અને 5 વિકેટ ખેરવી હતી.

બેન સ્ટોક્સ

બેન સ્ટોક્સ

યુવરાજની જેમ જ બેન સ્ટોક્સે પણ આ યાદીમાં બીજીવાર જગ્યા બનાવી છે. કેમ કે 2017ના આઈપીએલ બાદ રાઈજિંગ પુણે સુપરજાયંટની ટીમને ખતમ કરી દીધી હતી. 2018ની હરાજીમાં રાજસ્થાન રોયલ્સે સ્ટોક્સને 12.5 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. ત્યારથી તે રાજસ્થાનની ટીમ સાથે જોડાયેલો છે.

IPL Auction 2021: શું હોય છે કોર-ગ્રુપ, જાણો હરાજીના નિયમોIPL Auction 2021: શું હોય છે કોર-ગ્રુપ, જાણો હરાજીના નિયમો

દિનેશ કાર્તિક

દિનેશ કાર્તિક

વિકેટકીપર દિનેશ કાર્તિકને 2014ની હરાજીમાં તગડી રકમ મળી હતી. દિલ્હી ડેરડેવિલ્સે તેમને 12.5 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. 2014ના આઈપીએલમાં કાર્તિકે 325 રન બનાવ્યા હતા. અત્યાર સુધીમાં કાર્તિક આઈપીએલમાં છ ટીમ તરફથી રમી ચૂક્યો છે. હાલ તે કોલકાતા નાઈટ રાઈડર્સની ટીમનો ભાગ છે.

જયદેવ ઉનાડકટ

જયદેવ ઉનાડકટ

જયદેવ ઉનાડકટ આઈપીએલ ઈતિહાસના સૌથી મોંઘા ભારતીય પેસર છે. સૌરાષ્ટ્રના આ બોલરે 2017માં રાઈજિંગ પુણે સુપરજાયંટ માટે હેટ્રિક લીધી હતી. જે બાદ 2018ની હરાજીમાં રાજસ્થાન રોયલ્સે જયદેવ ઉનાડકટને 11.5 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. ઉનાડકટ આ સીઝન માટે પણ રાજસ્થાનની ટીમનો ભાગ છે.

ગૌતમ ગંભીર

ગૌતમ ગંભીર

ટીમ ઈન્ડિયાના પૂર્વ ઓપનર ગૌતમ ગંભીરને કોલકાતા નાઈટ રાઈડર્સે 2011ની હરાજીમાં 11.4 કરોડ રૂપિયાામાં ખરીદ્યો હતો. ગંભીરે પોતાની કપ્તાનીમાં કેકેઆરને વર્ષ 2012 અને 2014માં આઈપીએલ ખિતાબ જીતવ્યો હતો. કેકેઆર તે બાદ આઈપીએલ ખિતાબ નથી જીતી શકી.

કેએલ રાહુલ

કેએલ રાહુલ

કેએલ રાહુલને કિંગ્સ ઈલેવન પંજાબે 2018ની હરાજીમાં 11 કરોડમાં ખરીદ્યો હતો. કિંગ્સ ઈલેવન પંજાબના કેપ્ટન કેએલ રાહુલે પાછલી આઈપીએલમાં બેજોડ પ્રદર્શન કર્યું હતું. આઈપીએલ 2020માં રાહુલે સૌથી વધુ 670 રન બનાવ્યા હતા.

મનીષ પાંડે

મનીષ પાંડે

2018ની હરાજીમાં મનીષ પાંડેને સનરાઈઝર્સ હૈદરાબાદે 11 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. જો કે તે સિઝનમાં તેમનું પ્રદર્શન એટલું સારું નહોતું રહ્યું. પરંતુ તે બાદના સત્રોમાં તેમણે હૈદરાબાદ માટે શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે.

IPL 2021: આઈપીએલની આ આઠ ટીમે રિટેન કરેલા ખેલાડીઓની યાદીIPL 2021: આઈપીએલની આ આઠ ટીમે રિટેન કરેલા ખેલાડીઓની યાદી

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
IPL Auction 2021: Will Yuvraj Singh's record be broken today?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X