For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

IPL Auction 2023 Live (આઇપીએલ હરાજી લાઇવ): ઓક્શનમાં ઓલરાઉન્ડરની બોલબાલા, સૈમ કરન 18.5 કરોડમાં વેચાયો

આતુરતાથી ક્રિકેટ રસીકો જેનો ઈંતેજાર કરી રહ્યા હતા તે ઘડી આવી ગઈ છે, આજે આઈપીએલની હરાજી થવા જઈ રહી છે જેમાં 405 ખેલાડીઓ માટે બોલી લાગશે, જુઓ લાઈવ અપડેટ્સ.

|
Google Oneindia Gujarati News

IPL Auction 2023: આઇપીએલની હરાજી 23મી ડિસેમ્બર, 2022 ના રોજ કોચીમાં શરૂ થવા માટે તૈયાર છે. જ્યારે ઘણા બધા વરિષ્ઠ ભારતીય ખેલાડીઓને ફ્રેન્ચાઇઝીઓ દ્વારા જાળવી રાખવામાં આવ્યા છે, ત્યારે દરેક ટીમ પાસે મર્યાદિત પર્સ મૂલ્યને ધ્યાનમાં રાખીને યુવા ભારતીય પ્રતિભા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. IPL ઓક્શન 2023માં બેન સ્ટોક્સ અને સેમ કુરાન હરાજીમાં આગ લગાવે તેવી અપેક્ષા છે. હરાજીની પ્રક્રિયા બપોરે 2:30 વાગ્યે શરૂ થવાની છે. તમામ નવીનતમ અપડેટ માટે વનઈન્ડિયા ગુજરાતી સાથે જોડાયેલા રહો.

Newest First Oldest First
10:50 PM

હરાજીમાં ચેન્નઇ સુપર કિંગ્સે ખરીદેલા ખેલાડીઓ

બેન સ્ટોક્સ- ₹16,25,00,000, કાઇલ જેમિસન- ₹1,00,00,000, નિશાંત સાંધુ- ₹60,00,000, અજિંક્ય રહાણે- ₹50,00,000, શૈક રાશિદ- ₹20,00,000, અજય મંડલ- ₹20,00,000, ભગત વર્મા- ₹20,00,000
10:50 PM

હરાજીમાં દિલ્હી કેપિટલ્સે ખરીદેલા ખેલાડીઓ

મુકેશ કુમાર- ₹5,50,00,000, રિલી રૂસો- ₹4,60,00,000, મનિ। પાંડે- ₹2,40,00,000, ફિલ સલ્ટ- ₹2,00,00,000, ઈશાંત શર્મા- ₹50,00,000
10:50 PM

હરાજીમાં ગુજરાત ટાઇટન્સે ખરીદેલા ખેલાડીઓ

શિવમ માવી- ₹6,00,00,000, જોશુઆ લિટલ- ₹4,40,00,000, કેન વિલિયમ્સન- ₹2,00,00,000, કેએસ ભરત- ₹1,20,00,000, મોહિત શર્મા- ₹50,00,000, ઓડેન સ્મિથ- ₹50,00,000, ઉર્વિલ પટેલ- ₹20,00,000
10:49 PM

હરાજીમાં કોલકાતા નાઇટ રાઇડર્સે ખરીદેલા ખેલાડીઓ

શકિબ અલ હસન- ₹1,50,00,000, ડેવિડ વીઝ- ₹1,00,00,000, એન જગદીશન- ₹90,00,000, વૈભવ અરોરા- ₹60,00,000, મનદિપ સિંહ- ₹50,00,000, લિટન દાસ- ₹50,00,000, કુલવંત ખેજરોલિયા- ₹20,00,000, સુયાશ શર્મા- ₹20,00,000
10:49 PM

હરાજીમાં લખનઉ સુપર ઝાયન્ટ્સે ખરીદેલા ખેલાડીઓ

નિકોલસ પૂરન- ₹16,00,00,000, ડેનિયલ સેમ્સ- ₹75,00,000, અમિત મિશ્રા- ₹50,00,000, રોમારિયો શેફર્ડ- ₹50,00,000, નવિન ઉલ હક- ₹50,00,000, જયદેવ ઉનાડકટ- ₹50,00,000, યશ ઠાકુર- ₹45,00,000, સ્વપ્નિલ સિંહ- ₹20,00,000, યુધવિર ચરક- ₹20,00,000, પ્રેરક માંકડ- ₹20,00,000
10:48 PM

હરાજીમાં મુંબઇ ઇન્ડિયન્સે ખરીદેલા ખેલાડીઓ

કેમરોન ગ્રીન- ₹17,50,00,000, જ્હાઈ રિચર્ડસન- ₹1,50,00,000, પિયૂષ ચાવલા- ₹50,00,000, નેહલ વાઢેરા- ₹20,00,000, રાઘવ ગોયલ- ₹20,00,000, વિષ્ણુ વિનોદ- ₹20,00,000, દાઉન જેનસેન- ₹20,00,000, શેમ્સ મુલાની- ₹20,00,000
10:48 PM

હરાજીમાં પંજાબ કિંગ્સે ખરીદેલા ખેલાડીઓ

સેમ કુર્રન- ₹18,50,00,000, સિકંદર રેઝા- ₹50,00,000, હરપ્રિત ભાટિયા- ₹40,00,000, શિવમ સિંહ- ₹20,00,000, વિદ્વથ કાવેરપ્પા- ₹20,00,000, માહોતિ રાઠી- ₹20,00,000
10:47 PM

હરાજીમાં રાજસ્થાન રોયલ્સે ખરીદેલા ખેલાડીઓ

જેસન હોલ્ડર- ₹5,75,00,000, એડમ જામ્પા- ₹1,50,00,000, જો રૂટ- ₹1,00,00,000, ડેનોવાન ફરેરા- ₹50,00,000, કેએમ અસિફ- ₹30,00,000, અબ્દુલ પીએ ₹20,00,000, આકાશ વશિષ્ઠ- ₹20,00,000, કૃણાલ રાઠોડ- ₹20,00,000, મુરુગન અશ્વિન- ₹20,00,000
10:37 PM

હરાજીમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે ખરીદેલા ખેલાડીઓ

વિલ જેક્સ- ₹3,20,00,000, રિસ ટોપ્લી- ₹1,90,00,000, રાજન કુમાર- ₹70,00,000, અવિનાશ સિંહ- ₹60,00,000, સોનુ યાદવ- ₹20,00,000, હિમાંશુ શર્મા- ₹20,00,000, મનોજ ભંદાગે- ₹20,00,000
10:34 PM

હરાજીમાં સનરાઇઝર્સ હૈદરાબાદે ખરીદેલા ખેલાડીઓ

હૈરી બ્રુક- ₹13,25,00,000, મયંક અગ્રવાલ- ₹8,25,00,000, હેનરી ક્લાસેન- ₹5,25,00,000, વિવરાંત શર્મા- ₹2,60,00,000, આદિલ રાશિદ- ₹2,00,00,000, મયંક ડાગર- ₹1,80,00,000, અકિલ હોસૈન- ₹1,00,00,000, મયંક માર્કંડે- ₹50,00,000, ઉપેન્દ્ર સિંહ યાદવ- ₹25,00,000, સંવીર સિંહ- ₹20,00,000, અનમોલપ્રિત સિંહ- ₹20,00,000, સમર્થ વ્યાસ- ₹20,00,000, નીતિશ કુમાર રેડ્ડી- ₹20,00,000
09:52 PM

જોશુઆ લિટલ IPLમાં પ્રથમ આઇરિશ ખેલાડી

આયરલેન્ડની ટીમ તરફથી અત્યાર સુધી કોઈ ખેલાડી આઈપીએલમાં રમ્યો નથી. જોશુઆ લિટલ આ લીગમાં રમનાર પ્રથમ ક્રિકેટર હશે. તેને ગુજરાત ટાઇટન્સે 4 કરોડ 40 લાખ રૂપિયામાં ખરીદ્યો હતો.
09:51 PM

મોટા ખેલાડીઓ નિશાના પર રહ્યા

શરૂઆતના તબક્કામાં તમામ ટીમોએ મોટા ખેલાડીઓને નિશાન બનાવ્યા હતા. આ જ કારણ છે કે ચેન્નાઈએ બેન સ્ટોક્સ માટે 16.25 કરોડની બોલી લગાવી. જે બાદ આ આંકડો વધ્યો. સેમ કરણ તેનાથી ઉપર ગયો અને પંજાબ કિંગ્સે તેને 18.5 કરોડ રૂપિયામાં ખરીદ્યો.
09:06 PM

હરાજી સમાપન

અંતિમ રાઉન્ડમાં જો રૂટ અને શાકિબ જેવા અનુભવી ખેલાડીઓની ખરીદી થઈ, શાકિબને કોલકાતા નાઇટ રાઇડર્સે ખરીદી લીધો છે. સૌથી મોટી બોલી સેમ કુર્રનની રહી. બીજા નંબરે કૈમરન ગ્રીન અને ત્રીજા નંબરે બેન સ્ટોક્સ રહ્યા.
09:04 PM

આઇપીએલ 2023ના સૌથી મોંઘા 10 ખેલાડીઓ

આઇપીએલ હરાજી આજે કેરળના કોચી ખાતે યોજાઇ હતી, જેમાં 400થી વધુ ખેલાડીઓ માટે બોલી લાગી હતી જેમાં 10 ફ્રેન્ચાઇઝે મળીને અત્યાર સુધીમાં કુલ 80 ખેલાડીઓને ખરીદ્યા છે જેમાં 29 વિદેશી ખેલાડીઓનો સમાવેશ થયેલ છે. આ 80 ખેલાડીઓને ખરીદવા માટે 10 ફ્રેન્ચાઈઝીએ 1 અબજ 67 કરોડ રૂપિયા ખર્ચ કર્યા.
08:58 PM

જો રૂટ વેચાયા

આઇપીએલ મિની ઑક્શન 2023ના રાઉન્ડ 1માં અનસોલ્ડ રેનાર ખેલાડીઓમાં ઈંગ્લેન્ડના જો રૂટની આખરે ખરીદી થઈ ગઈ છે. તેઓ રાજસ્થાન માટે રમતા જોવા મળશે.
08:42 PM

80 ખેલાડીની હરાજી થઈ

અત્યાર સુધીમાં કુલ 80 ખેલાડીઓની હરાજી થઈ ચૂકી છે જેમાં 29 વિદેશી ખેલાડીઓનો સમાવેશ થયેલ છે. આ 80 ખેલાડીઓને ખરીદવા માટે 10 ફ્રેન્ચાઈઝીએ 1 અબજ 67 કરોડ રૂપિયા ખર્ચ કર્યા.
08:26 PM

અમિત મિશ્રા

40 વર્ષીય લેગ સ્પિનર અમિત મિશ્રાને લખનઉ સુપર ઝાયન્ટ્સે ખરીદી લીધો છે અમિત મિશ્રા અગાઉ દિલ્હી માટે રમી ચૂક્યો છે. નોંધનીય છે કે અમિત મિશ્રા 166 વિકેટ સાથે આઇપીએલમાં સૌથી વધુ વિકેટ ખેરવનાર બોલર્સની યાદીમાં ત્રીજા સ્થાને છે.
08:23 PM

ભારતીય ખેલાડીઓ

ભારતના કેએમ આસિફને 30 લાખ રૂપિયામાં રાજસ્થાનની ટીમે ખરીદી લીધો છે. જ્યારે સ્પિનર મુરુગન અશ્વિનને રાજસ્થાન રોયલ્સે 20 લાખ રૂપિયામાં ખરીદ્યો છે અને ભારતીય બેટ્સમેન મનદીપ સિંહને કોલકાતા નાઇટ રાઇડર્સે 50 લાખ રૂપિયામાં ખરીદ્યો છે.
08:22 PM

લિટન દાસ

બાંગ્લાદેશી વિકેટકીપર લિટન દાસને 50 લાખમાં કોલકાતા નાઇટ રાઇડર્સે ખરીદી લીધો. જ્યારે વેસ્ટઈન્ડિઝના બોલર અકીલ હૌસેનને સનરાઇઝર્સ હૈદરાબાદે 1 કરોડમાં ખરીદ્યો છે.
08:21 PM

રાઇલી રુસો

બ્રક બાદ ફરી બોલી શરૂ થઈ ગઈ છે. 2 કરોડની બેસ પ્રાઇઝ વાળા રાઇલી રૂસોને પહેલા રાઉન્ડમાં કોઈએ ખરીદ્યો નહોતો હવે તેને 4 કરોડ 60 લાખ રૂપિયામાં દિલ્હી કેપિટલ્સે ખરીદી લીધો છે.
08:18 PM

સેમ કુર્રને ખુશી વ્યક્ત કરી

ઇંગ્લેન્ડના ઓલરાઉન્ડર ખેલાડી સેમ કુરેનને લઈ ક્રિકેટના દિગ્ગજોએ પહેલેથી જ ભવિષ્યવાણી કરી હતી કે તે આ વખતેની હરાજીમાં સૌથી મોંઘો ખેલાડી બનશે. સેમ કુર્રનને પંજાબે 18 કરોડ 50 લાખમાં ખરીદ્યો. ઈતિહાસ રચ્યા બાદ સેમ કુર્રને ખુશી વ્યક્ત કરી.
07:49 PM

વડોદરાના ઉર્વીલ પટેલને ગુજરાત ટાઇટન્સે ખરીદ્યો

આઈપીએલ ઓક્શનમાં ખેલાડીઓ પર રૂપિયાનો વરસાદ થઈ રહ્યો છે ત્યારે હવે ગુજરાતના વધુ એક ખેલાડીને લોટરી લાગી છે. વડોદરાના ઉર્વીલ પટેલને ગુજરાત ટાઇટન્સે ખરીદ્યો છે.
07:46 PM

અનકેપ્ડ ખેલાડીઓની ખરીદી

ઑલરાઉન્ડર ભગત વર્માને ચેન્નઇ સુપર કિંગ્સે 20 લાખ રૂપિયામાં ખરીદી લીધો છે. આ ઉપરાંત મોહિત રાઠીને પંજાબ કિંગ્સે 20 લાખ રૂપિયામાં ખરીદ્યો છે.
07:45 PM

અનકેપ્ડ ખેલાડીઓની ખરીદી

સોનૂ યાદવને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે 20 લાખ રૂપિયામાં ખરીદ્યો છે, અજય જાદવ મંડલ અને કૃણાલ સિંહ રાઠોડને ક્રમશઃ ચેન્નઇ સુપર કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સે 20 લાખ રૂપિયામાં ખરીદ્યા છે અને ઓલરાઉન્ડર નેહલ વઢેરાને મુંબઈ ઈન્ડિયન્સે 20 લાખ રૂપિયામાં ખરીદ્યો છે.
07:44 PM

સ્વપ્નિલ સિંહ

ભારતના ઑલરાઉન્ડર સ્વપ્નિલ સિંહને લખનઉ સુપર ઝાયન્ટ્સે 20 લાખ રૂપિયામાં ખરીદી લીધો છે. જ્યારે અવિનિશા સિંહને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે 60 લાખ રૂપિયામાં ખરીદ્યો છે. તેની બેસ પ્રાઇઝ 20 લાખ રૂપિયા હતી.
07:43 PM

ડેવિડ વિઝ

નામિબિયાઈ ઓલરાઉન્ડર કરોડપતિ બની ગયો, ડેવિડ વિઝને 1 કરોડની બેસ પ્રાઇઝ પર કોલકાતા નાઇટ રાઈડર્સે ખરીદી લીધો છે.
07:42 PM

અવિનાશ સિંહ

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે 60 લાખ રૂપિયામાં અવિનાશ સિંહને ખરીદી લીધો છે. અવિનાશ સિંહની બેસ પ્રાઇઝ 20 લાખ રૂપિયા હતી.
07:42 PM

આ ખેલાડીઓ રહ્યા અનસોલ્ડ

રેકોર્ડતોડ રકમ હાંસલ કરનાર સેમ કરનનો ભાઇ ટોમ કરનને ખરીદવા વાળું કોઈ મળ્યું નહીં આ ઉપરાંત નવીલ ઉલ હક, વરુણ એરોન, પ્રિયાંક પંચાલ પણ અનસોલ્ડ રહ્યા.
07:40 PM

જૉશ લિટલ પર પૈસાનો વરસાદ

50 લાખ બેસ પ્રાઇઝ વાળા આયરલેન્ડના ફાસ્ટ બોલર જૉશ લિટલને 4 કરોડ 40 લાખ રૂપિયામાં ગુજરાત ટાઇટન્સે ખરીદ્યો.
07:39 PM

સુયષ શર્મા

સુયષ શર્માને 20 લાખની બેસ પ્રાઇઝમાં કોલકાતા નાઇટ રાઇડર્સે ખરીદ્યો. જ્યારે 2 કરોડની બેસ પ્રાઇઝ વાળા જેમી ઓવરટન અને રિચર્ડ ગ્લેસનને કોઇ ખરીદદાર મળ્યા નહીં.
READ MORE

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
IPL Auction 2023 Live Updates Team Wise: squad latest news on sold and unsold players in gujarati
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X