રાજકોટ ટેસ્ટ ત્રીજો દિવસ: પૂજારા અને મુરલીની સદી, ભારત 300 ને પાર

Subscribe to Oneindia News

ભારત અને ઇંગ્લેંડ વચ્ચે રમાઇ રહેલ ટેસ્ટ મેચનો આજે ત્રીજો દિવસ મુરલી વિજયની વિકેટ પડતાની સાથે ખતમ થયો. ત્રીજા દિવસે ભારત તરફથી ચેતેશ્વર પૂજારાએ પોતાના કેરિયરની 9 મી સદી અને મુરલી વિજયે 7મી ટેસ્ટ સદી ફટકારી. ભારત 300 રનને પાર પહોંચી ગયુ છે અને તેની 6 વિકેટ હજુ પણ હાથમાં છે. પરંતુ હજુ તે ઇંગ્લેંડથી 218 રન પાછળ છે.

murli

આ પહેલા ભારતના દિવસની શરુઆત સારી નહોતી રહી. ગૌતમ ગંભીર દિવસની બીજી ઓવરમાં જ આઉટ થઇ ગયો હતો. ત્યારબાદ મુરલી વિજય અને ચેતેશ્વર પૂજારાએ શાનદાર પાર્ટનરશીપ કરી. આ પાર્ટનરશીપના દમ પર ભારત 300 ને પાર પહોંચ્યુ. ત્રીજા દિવસનો ખેલ ખતમ થવા સુધી ભારતે પોતાનો દાવ 108.3 ઓવર રમીને 4 વિકેટના નુકશાન પર 319 રન બનાવી લીધા છે. ચોથા દિવસના ખેલમાં ભારતની સામે ઇંગ્લેંડના લક્ષ્યને ચેઝ કરવાની સાથે તેને સારો એવો ટાર્ગેટ પણ આપવો પડશે.

pujara


પૂજારાએ 169 બોલ પર 15 ચોગ્ગાની મદદથી સદી ફટકારી. બીજા છેડે મુરલી વિજયે 254 બોલ પર 8 ચોગ્ગા અને 3 છક્કાની મદદથી સદી ફટકારી. ગંભીરની વિકેટ પડ્યા બાદ આ બંનેએ ભારતનો દાવ સંભાળી લીધો.
ત્યારબાદ ચેતેશ્વર પૂજારા સ્ટોક્સના બોલ પર 124 રન બનાવીને આઉટ થઇ ગયો. મુરલી વિજય પણ આદિલ રશીદના બોલ પર 126 રન બનાવીને આઉટ થઇ ગયો. હવે વિરાત કોહલી અને અમિત મિશ્રા ક્રીઝ પર છે.

pujaramurli


ત્રીજા દિવસે ભોજનકાળ સુધી ભારતે પહેલી ઇનિંગમાં એક વિકેટ ગુમાવીને 162 રન બનાવ્યા હતા. અમિત મિશ્રા (0) અને વિરાટ કોહલી (26) ક્રીઝ પર છે. ભારતને પહેલો ઝટકો દિવસની બીજી ઓવરમાં જ ગૌતમ ગંભીરના રુપમાં લાગ્યો. તેમને 29 રનના સ્કોર પર સ્ટુઅર્ટ બ્રોડે એલબીડબલ્યૂ કરી દીધો. અત્યારે ભારતનો સ્કોર 4 વિકેટ પર 319 રન છે અને તે હજુ પણ 218 રન પાછળ છે.

rajkot test


ઉલ્લેખનીય છે કે બીજા દિવસના ખેલની સમાપ્તિ સુધી ઇંગ્લેંડે ભારત સામે પોતાના પહેલા દાવમાં બધી વિકેટ ગુમાવીને 537 રનનો વિશાળ સ્કોર બનાવી દીધો હતો. ક્રિકેટ વિશેષગ્નોનું માનવુ છે કે આજે વિકેટ ટર્ન લઇ શકે છે માટે બેટ્સમેનોએ સંભાળીને રમવાની જરુર છે.

English summary
It's Day 3 of the opening Test between India and England.here is latest updates:
Please Wait while comments are loading...