• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

મમ્મીની વઢે બુમરાહને બનાવ્યો એવો બોલર કે હવે દહેશતમાં છે ઓસ્ટ્રેલિયા

|

પાંચ વકત વિશ્વ વિજેતા બની ચૂકેલી ઓસ્ટ્રેલિયન ટીમ હવે ભારતના જસપ્રીત બુમરાહથી ડરેલી છે. જે ઓસ્ટ્રેલિયા ક્યારેક પોતાના ફાસ્ટ બોલર્સથી વિશ્વભરના બેટ્સમેનોને ડરાવતું હતું, તે હવે એક ભારતીય બોલરથી ડરી રહ્યું છે. જસપ્રીત બુમરાહ આમ તો વન ડેમાં દુનિયાના નંબર વન બોલર છે. પરંતુ 2019ના વર્લ્ડ કપમાં તેમણે જે રીતે હાશીમ અમલા અને ક્વિન્ટન ડી કૉકને પોતાના ફાસ્ટ બોલ્સથી ડરાવીને આઉટ કર્યા તેનાથી ઓસ્ટ્રેલિયન ટીમમાં દહેશત ફેલાઈ છે. ઓસ્ટ્રેલિયાના સહાયક કોચ રિકી પોન્ટિંગે પોતાના બેટ્સમેનોને ચેતવણી આપતા કહ્યું છે કે તેઓ બુમરાહ સામે સાચવીને રમે. બુમરાહ વિરુદ્ધ મોટા શોટ્સ મારવાની કોશિશ ન કરે. ભારતે કપિલ દેવ, શ્રીનાથ, ઝહીર ખાન અને આશિષ નેહરા જેવા દિગ્ગજ ફાસ્ટ બોલર્સ આપ્યા છે, પરંતુ બુમરાહ પહેલા એવા બોલર છે, જે બેટ્સમેનોને ડરાવે છે. બુમરાહ ભારતના પહેલા એવા પ્યોર ફાસ્ટ બોલર છે જે વિરોધી ટીમને ડરાવે છે. બુમરાહ સતત 140તી 148 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે બોલ નાખે છે. તેમના યોર્કર સૌથી ઘાતક છે. બુમરાહના ખભા અને માથા પાસેથી પસાર થતા બાઉન્સર્સ રમવા સહેલી વાત નથી. ડેથ ઓવરમાં તે વિશ્વના સૌથી સફળ ફાસ્ટ બોલર છે.

વીડિયો: દર્શકો સ્ટીવ સ્મિથને દગાખોર કહી રહ્યા હતા, કોહલી બચાવમાં આવ્યા

ગરીબી સામે લડીને મોટા થયા છે બુમરાહ

ગરીબી સામે લડીને મોટા થયા છે બુમરાહ

જસપ્રીત બુમરાનો પરિવાર આમ તો પંજાબી છે. તેમના દાદા સંતોષ સિંહ બુમરાહ રોજી રોટી માટે અમદાવાદ આવી ગયા હતા. તેમણે પોતાની મહેનતથી અમદાવાદમાં ત્રણ ફેક્ટરી બનાવી હતી. બધું જ બરાબર ચાલી રહ્યું હતું. પરંતુ 2011માં આ હસતા રમતા પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો. જસપ્રીત બુમરાહના પિતા જસબીર બુમરાહનું અચાનક નિધન થયું. તે સમયે બુમરાહ માત્ર 8 વર્ષના હતા અને તેમની બહેન જુહિકા 5 વર્ષની હતી. બુમરાહના નિધન બાદ પરિવારમાં મુશ્કેલી શરૂ થઈ. બિઝનેસ વિખેરાઈ ગયો. ઘરમાં મતભેદ વધતા ગયા અને બુમરાહની માતા દલજીત કૌર એકલા પડી ગયા. ઘરના લોકોએ તેમનો સાથ ન આપ્યો. ત્યારે દલજીત જસપ્રીત અને જુહિકાને લઈ અલગ રહેવા લાગી. હવે તેમના પર બે બાળકોને મોટા કરવાની જવાબદારી હતી પરંતુ આવકનો કોઈ સ્રોત નહોતો. શરૂઆતમાં તો પિયરના લોકોએ મદદ કરી પરંતુ જિંદગી ચલાવવી સહેલી નહોતી. આખરે બુમરાહની મમ્મીએ ઘર ચલાવવા માટે નાના બાળકોને ટ્યુશન આપવાનું શરૂ કર્યું. કેટલાક દિવસો બાદ એક ખાનગી સ્કૂલમાં શિક્ષિકા તરીકે નોકરી પણ મળી ગઈ.

બુમરાહને ક્રિકેટ સાથે થયો પ્રેમ

બુમરાહને ક્રિકેટ સાથે થયો પ્રેમ

બુમરાહના માતા ગમે તેમ કરીને ઘર ચલાવી રહ્યા હતા. આખા પરિવારની નજર એક માત્ર પુત્ર જસપ્રીત પર હતી. તેઓ જસપ્રીતને ભણાવીને મોટો માણસ બનાવવા ઈચ્છતા હતા. જ્યારે બુમરાહ 10-12 વર્ષના થયા ત્યારે તેમણે ક્રિકેટર બનવાની ઈચ્છા વ્યક્ત કરી. આ સાંભળીને તેમના માતા ખૂબ જ નારાજ થાય. તેમણે કહ્યું કે લાખો બાળકો આ સપનું જોઈને બરબાદ થાય છે. તુ ભણ અને ઘરની જવાબદારી સંભાળ. પરંતુ બુમરાહ તો ક્રિકેટ પાળછ પાગલ હતા. તે સમયે તે ટીવી પર એલન ડોનાલ્ડ, વકાર યુનિસુ અને બ્રેટ લીને બોલિંગ કરતા જોઈને ખૂબ જ જોશમાં આવી જતા. તેમના મનમાં પણ ફાસ્ટ બોલર બનવાનું ઝનૂન આવી ગયું. તેઓ ક્યારેક ડોનાલ્ડ, તો ક્યારેક બ્રેટ લી તો ક્યારેક વકાર યુનુસની જેમ બોલિંગ કરવાની કોશિશ કરતા હતા. આમાંને આમાં જ તેમની એક્શન વિચિત્ર થઈ ગઈ. તેમની માં જે સ્કૂલમાં ભણાવતા હતા તે જ સ્કૂલમાં બુમરાહ ક્રિકેટ રમવા લાગ્યા. સ્કૂલ ક્રિકેટમાં જ બુમરાહે પોતાની ફાસ્ટ બોલિંગમાં નામ કાઢ્યું હતું. તેમના બોલ એટલા ફાસ્ટ આવતા કે 13 14 વર્ષના બાળકોને દેખાતા જ નહીં. આવી ફાસ્ટ બોલિંગ જોઈને બીજી સ્કૂલની ટીમો તેમને ગેસ્ટ પ્લેયર તરીકે બોલાવવા લાગી. અમદાવાદના સ્કૂલ ક્રિકેટમાં બુમરાહ એવું નામ બન્યું જેને સ્કૂલ ક્રિકેટ માટે મેચ ફીઝ પણ મળતી હતી. જો કે આ રકમ ખૂબ જ મામૂલી હતી પરંતુ બુમરાહ આ પૈસા માના હાથમાં એવી રીતે આપતા જાણે મટો પગાર મળ્યો હોય. બુમરાહ પાસે ન તો બરાબર ક્રિકેટ કિટ હતી, ન તો સારા બૂટ. એક જૂની સાઈકલ હતી, જેના પર ચડીને તે 10 10 કિલોમીટર દૂર મેચ રમવા જતા હતા.

કેવી રીતે શીખ્યા યોર્કર

કેવી રીતે શીખ્યા યોર્કર

બુમરાહ જ્યારે નાના હતા તો ઘરની દિવાલ પર પેન્સિલથી સ્ટમ્પસ દોરીને બોલિંગ કરતા હતા. ટેનિસ બોલ જ્યારે દીવાલ પર અથડાતો તો ખૂબ જ અવાજ થતો જેને કારણે માતા ગુસ્સે થઈ તી. એક દિવસ તેમની માતાએ ખિજાઈને કહ્યું કે બહાર રમવા જા અથવા તો એવી બોલિંગ કર કે ઘરમાં અવાજ ન થાય. બુમરાહ વિચારવા લાગ્યા કે શું કરવું. ત્યારે તેમણે નક્કી કર્યું કે બોલની ટપ્પી ત્યાં પાડશે જ્યાં દીવાલ અને ફ્લોર ભેગો થતો હોય. જેથી અવાજ ઓછો થાય. પછી તો તે દીવાલ પર સ્ટમ્પસ તો દોરતા પરંતુ બોલની ટપ્પી એકમદ નીચે સ્ટમ્પસના મૂળમાં પાડતા. આ પ્રેક્ટિસ બાદ જ્યારે બુમરાહ સ્કૂલ ક્રિકેટમાં બોલિંગ કરવા ઉતર્યા ત્યારે તેમના મોટા ભાગના બોલ બેટ્સમેનના પગલમાં જ પડતા. બસ બેટ્સમેન કાં તો બોલ્ડ થઈ જતો અથવા એલબી ડબલ્યુ. બુમરાહમાં પરફેક્ટ યોર્કર નાખવાની કલા આ રીતે આવી. ગરીબી સામે લડનાર બુમરાહે બધું જ જાતે શીખ્યું છે. તે ટીવી પર મેચ જોતા મોટા બોલર્સને બોલિંગ કરતા જોઈ પ્રેરણા લેતા. ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં આવ્યા બાદ જ બુમરાહને યોગ્ય કોચિંગ મળ્યું.

પ્રગતિ તરફ પ્રયાણ

પ્રગતિ તરફ પ્રયાણ

અમદાવાદની સ્થાનિક ક્રિકેટ ટુર્નામેન્ટમાં જ્યારે બુમરાહનું નામ ગૂંજવા લાગ્યું તો 2011માં તેમની પસંદગી ગુજરાતની અંડર 19 ટીમ માટે થઈ. તે સમયે તે 17 વર્ષના હતા. બુમરાહની ક્ષમતા જોઈને 2013માં તેમને ગુજરાતની સીનિયર ટીમમાં સામેલ કરી લેવાયા. પછી તે ગુજરાતની ટી 20 ટીમનો ભાગ બન્યા. ગુજરાતની બીજી મેચ મુંબઈ સામે હતી. તે સમયે જોન રાઈટ મુંબઈ ઈન્ડિયન્સના કોચ હતા. અને તે આ મેચ જોઈ રહ્યા હતા. 18 માર્ચ 2013ના રોજ આ મેચ અમદાવાદના મોટેરા મેદાન પર રમાઈ રહી હતી. મુંબઈના કેપ્ટન આદિત્ય તારે અને શોએબ શેખની ઓપનિંગ જોડી મેદાનમાં હતી. બુમરહાએ પહેલી જ ઓવરમાં ફાસ્ટ સ્પીડથી યોર્કર નાખીને આદિત્ય તારેને પરેશાન કરી દીધા. બીજી ઓવરમાં પણ બુમરાહે યોર્કર્સ ચાલુ રાખ્યા અને તારેની વિકેટ લઈ લીધી. જ્યારે લંચ બ્રેક પડ્યો તો જોન રાઈટ ગુજરાતના કેપ્ટન પાર્થિવ પટેલ પાસે ગયા અને બુમરાહ વિશે પૂછ્યું પછી તેમણે પોતાનો નંબર આપીને બુમરાહને ફોન કરવા માટે કહ્યું. બુમરાહે ફોન કર્યો અને બીજા જ દિવસે તેમને મુંબઈ ઈન્ડિયન્સ માટે આમંત્રણ મળ્યું. આ રીતે તે આઈપીએલની સૌથી પૈસાદાર ટીમના સભ્ય બની ગયા. જોન રાઈટે તેન્ડુલકરને બુમરાહ વિશે જણાવી દીધં હતું. આગલા દિવસે જ્યારે પ્રેક્ટિસ સેસનમાં તેન્ડુલકરની બુમરાહ સાથે મુલાકાત થઈ તો માસ્ટર બ્લાસ્ટર પણ તેમની અનોખી એક્શન અને બોલિંગ સ્પીડ જોઈને હેરાન થઈ ગયા. કેટલાક બોલ રમ્યા બાદ તેન્ડુલકરે કહ્યું કે બુમરાહના બોલને સમજવું મુશ્કેલ છે. 4 એપ્રિલ 2013ના રોજ મુંબઈનો મુકાબલો બેંગ્લોર સામે હતો. તેન્ડુલકરે બુમરાહને પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન આપ્યું. પછી તો બુમરાહ મુંબઈ ઈન્ડિયન્સની જાન બની ગયા. આઈપીએલમાં રેકોર્ડ બનાવ્યા બાદ હવે બુમરાહ ટીમ ઈન્ડિયાની શાન છે.

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
Jasprit bumrah know about indias number one fast bowlers struggle
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more