વર્લ્ડ રેકોર્ડ: વિમેન્સ વનડેમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર

Subscribe to Oneindia News

ભારતીય મહિલા ક્રિકેટ ટીમની ભૂતપૂર્વ કેપ્ટન ઝૂલન ગોસ્વામીએ બીજી એક શાનદાર ઉપલબ્ધિ પોતાને નામ કરી છે. ઝૂલન ગોસ્વામી વિમેન્સ વનડે ક્રિકેટમાં સૌથી વધુ વિકેટ લેનારી બોલર બની ગઇ છે. ઝૂલન ગોસ્વામીનાં નામે વર્લ્ડ ક્રિકેટમાં હવે 181 વિકેટ થઇ ગઇ છે. આગાઉ આ રેકોર્ડ ઓસ્ટ્રેલિયન બોલર કેથરીન ફિટ્ઝપેટ્રિકના નામે હતો. જેણે તેની કારકિર્દીમાં 180 વિકેટ ઝડપી હતી.

jhulan goswami

ક્યારેક વિશ્વના સૌથી ઝડપી મહિલા બોલર રહી ચુકેલી 34 વર્ષીય ઝૂલન ગોસ્વામીએ મંગળવારે ભારત અને દક્ષિણ આફ્રિકા સામે રમાયેલ મેચ દરમિયાન આ રેકોર્ડ પોતાને નામ કર્યો હતો. ઝૂલન ગોસ્વામીના નામે 153 મેચોમાં 181 વિકેટ લેવાનો રેકોર્ડ છે.

પશ્ચિમ બંગાળના નાદિયા જિલ્લામાં જન્મેલી ગોસ્વામીને બાળપણમાં ફૂટબોલનો શોખ હતો. પરંતુ ટીવીમાં 1992નો વિશ્વ કપમાં જોયા બાદમાં ક્રિકેટ માટે તેમની રૂચી વધી હતી. ઝૂલન ગોસ્વામી 2002માં પ્રથમ વાર ભારતીય મહિલા ક્રિકેટ ટીમમાં ચૂંટાયી હતી. ઝૂલન ગોસ્વામીને 2007માં આઇસીસી વુમન ક્રિકેટર ઓફ ધ યર માટે મળ્યો હતી. ઝૂલન ગોસ્વામીને 2010 અને 2012માં અનુક્રમે અર્જુન એવોર્ડ અને પદ્મશ્રી પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો.

English summary
jhulan Goswami is now the highest wicket-taker in women one-day internationals cricket
Please Wait while comments are loading...