For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Jhulan Goswami : આજે છેલ્લી વખત મેદાન પર દોડશે 'ચકદા એક્સપ્રેસ', BCCIએ જાહેર કર્યો ઈમોશનલ વીડિયો

'ચકદા એક્સપ્રેસ' તરીકે પ્રખ્યાત ભારતીય મહિલા બોલર ઝુલન ગોસ્વામી આજે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં તેની છેલ્લી મેચ રમવા મેદાનમાં ઉતરશે. આ મેચ ઇંગ્લેન્ડ સામે લોર્ડ્સના ઐતિહાસિક મેદાન પર રમાશે.

|
Google Oneindia Gujarati News

Jhulan Goswami : 'ચકદા એક્સપ્રેસ' તરીકે પ્રખ્યાત ભારતીય મહિલા બોલર ઝુલન ગોસ્વામી આજે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં તેની છેલ્લી મેચ રમવા મેદાનમાં ઉતરશે. આ મેચ ઇંગ્લેન્ડ સામે લોર્ડ્સના ઐતિહાસિક મેદાન પર રમાશે. વર્ષ 2002માં પોતાના કરિયરની શરૂઆત કરનાર ઝૂલન છેલ્લા 20 વર્ષમાં ભારતીય મહિલા ક્રિકેટનું સૌથી મોટું નામ છે. તેણે એકલા હાથે દેશ માટે ઘણી મેચો જીતી છે.

બીસીસીઆઈએ ઈમોશનલ વીડિયો જાહેર કર્યો

બીસીસીઆઈએ ઈમોશનલ વીડિયો જાહેર કર્યો

ઈંગ્લેન્ડ સામે તેની છેલ્લી મેચ રમવા જઈ રહેલી ઝુલન માટે આ ખરેખર ભાવનાત્મક ક્ષણ હશે. BCCI મહિલાઓએ તેમના સત્તાવારટ્વિટર હેન્ડલ પર એક વીડિયો પણ પોસ્ટ કર્યો હતો, જેમાં પુરૂષ ટીમના કેપ્ટન રોહિત શર્મા સિવાય સ્મૃતિ મંધાના અને મહિલા ટીમનીકેપ્ટન હરમનપ્રીત કૌરે તેના પ્રત્યે લાગણી વ્યક્ત કરી હતી.

સ્મૃતિએ કહ્યું, તે અમારી ટીમની સૌથી મહત્વપૂર્ણ ખેલાડી હતી, તેના જેવાદિગ્ગજની જગ્યા કોઈ લઈ શકે નહીં.' આવા સમયે, હરમને કહ્યું, 'હું ખૂબ નસીબદાર છું કે, મને તેમની પાસેથી ઘણું શીખવા મળ્યું.'

રોહિતે પણ મોટી વાત કહી

રોહિતે પણ મોટી વાત કહી

ભારતીય કેપ્ટન રોહિતે પણ ઝુલન ગોસ્વામીના વખાણ કરતા કહ્યું કે, તે એક મહાન ખેલાડી છે. તેમણે દેશ માટે ઘણો જુસ્સો બતાવ્યો છે, તેદેશના તમામ યુવાનો માટે પ્રેરણા અને શીખવા જેવું છે. મને યાદ છે કે, એક વખત તેમણે નેશનલ ક્રિકેટ એકેડમી (NCA)માં તેનાઇન-સ્વિંગર બોલથી મને કઠિન પડકાર આપ્યો હતો.

વનડેમાં સૌથી વધુ વિકેટ

વનડેમાં સૌથી વધુ વિકેટ

ઝુલન ગોસ્વામી મહિલા વનડે ક્રિકેટમાં સૌથી વધુ વિકેટ લેનારી બોલર છે. 39 વર્ષીય લિજેન્ડે 12 ટેસ્ટમાં 17.36 ની એવરેજથી કુલ 44વિકેટ, 203 ODI માં 22 ની એવરેજથી 253 વિકેટ અને 68 WT20I મેચોમાં 56 વિકેટ લીધી છે.

ઝુલનનું નામ માત્ર ભારતીયક્રિકેટમાં જ નહીં, પરંતુ વિશ્વભરમાં ખૂબ જ સન્માન સાથે લેવામાં આવે છે. તેના પર એક બાયોપિક પણ બની રહી છે, 'ચકદા એક્સપ્રેસ', આબાયોપિકમાં અનુષ્કા શર્મા ઝુલનનું પાત્ર ભજવી રહી છે.

વર્લ્ડ કપમાં પણ સર્જ્યા અને વિક્રમ

વર્લ્ડ કપમાં પણ સર્જ્યા અને વિક્રમ

ઝુલન ગોસ્વામીએ 2005 થી 2022 વચ્ચે 5 ODI વર્લ્ડ કપ રમ્યા હતા. આ દરમિયાન ટીમ 2005 અને 2017માં બે વખત રનર્સઅપ રહીહતી.

મહિલા વનડે વર્લ્ડ કપમાં સૌથી વધુ વિકેટ લેવાનો વર્લ્ડ રેકોર્ડ પણ તેના નામે છે. 34 મેચોમાં ઝુલને 21.74 ની શાનદાર એવરેજથી43 વિકેટ લીધી હતી. તેનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન 4/16 હતું.

ટીમ પાસે છે ક્લીન સ્વીપની તક

ટીમ પાસે છે ક્લીન સ્વીપની તક

ભારતીય મહિલા ક્રિકેટ ટીમ પાસે ઝુલનને યાદગાર વિદાય આપવાનો શ્રેષ્ઠ મોકો હશે. વાસ્તવમાં જો ટીમ ઈન્ડિયા મેચ જીતવામાં સફળરહેશે, તો ઈંગ્લેન્ડ સામે તેની જ ધરતી પર 3 મેચની વનડે શ્રેણીમાં 3-0 થી ક્લીન સ્વીપ કરશે.

પ્રથમ મેચમાં ભારતે ઈંગ્લેન્ડને 7 વિકેટે અને બીજી વનડેમાં 88 રનથી હરાવ્યું હતું. જો ટીમ ક્લીન સ્વીપ કરવામાં સફળ થાય છે, તો તે ઝુલન માટે ખરેખર યાદગાર વિદાય હશે.

ઈંગ્લેન્ડ પ્રવાસ પર ભારતીય ટીમ

ઈંગ્લેન્ડ પ્રવાસ પર ભારતીય ટીમ

સ્મૃતિ મંધાના, શેફાલી વર્મા, હરલીન દેઓલ, હરમનપ્રીત કૌર (કેપ્ટન), દીપ્તિ શર્મા, યાસ્તિકા ભાટિયા (વિકેટકિપર), પૂજા વસ્ત્રાકર, સ્નેહરાણા, ઝુલન ગોસ્વામી, રાજેશ્વરી ગાયકવાડ, મેઘના સિંહ, સભિનેની મેઘના, દયાલન સિમ્રતા, રેણુ સિંહ, જેમિમા રોડ્રિગ્સ, તાનિયાભાટિયા.

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
Jhulan Goswami will play last match today, BCCI released emotional video
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X