IPL 2020 Match 2: દિલ્હી કેપિટલ્સ અને કિંગ્સ ઈલેવન પંજાબની બેસ્ટ સંભવિત પ્લેઈંગ 11

IPL 2020 Match 2: દિલ્હી કેપિટલ્સ અને કિંગ્સ ઈલેવન પંજાબની બેસ્ટ સંભવિત પ્લેઈંગ 11

નવી દિલ્હીઃ કિંગ્સ ઈલેવન પંજાબ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે રવિવારે આઈપીએલની બીજી મેચમાં યૂએઈમાં હાઈ-વોલ્ટેજ પ્રદર્શન થશે. બંને ટીમોમાં કેટલાક ખેલાડીઓ છે જેઓ મેચ પર ઉચ્ચ પ્રભાવ પેદા કરી શકે છે. ત્યારે ઘણા દર્શકો વિચારતા હશે કે કિંગ્સ ઈલેવન પંજાબ અને દિલ્હી કેપિટલ્સની બેસ્ટ ટીમ કઈ હોય શકે છે. તો મેચ શરૂ થાય તે પહેલા અહિં અમે તમને આજના મેચની પ્લેઈંગ ઈલેવન, મેચ ટેલીકાસ્ટ ડિટેલ્સ અને ઈન્ડિયા ટાઈમિંગ વગેરે વિશે જણાવશું.

dc vs kxip

પ્લેઈંગ ઈલેવન- દિલ્હી કેપિટલ્સ

દિલ્હી કેપિટલ્સ એક એવી ટીમ છે જેમાં વિસ્ફોટક યુવા ખેલાડી અને દિગ્ગજોનું સારું મિશ્રણ છે. રવિવારની મેચમાં તેમની બેટિંગ લાઈનઅપનું નેતૃત્વ ખુદ કેપ્ટન શ્રેયસ અય્યર, પૃથ્વી શૉ, શિખર ધવન, અજિંક્ય રહાણે, વિકેટ કીપર બેટ્સમેન ઋષભ પંત અને ઓસ્ટ્રેલિયાના એલેક્સ કેરીના હાથમાં હોવી જોઈએ, જેમણે હાલમાં જ ઈંગ્લેન્ડ પર ઓસ્ટ્રેલિયાની શ્રૃંખલા જીતનાર ત્રીજી વનડે જીતમાં સદી ફટકારી હતી અને માર્ક્સ સ્ટોઈનિક્સનો સાથ તો રહેશે જ.

દિલ્હી કેપિટલ્સઃ શિખર ધવન, પૃથ્વી શૉ, શ્રેયસ અય્યર, એલેક્સ કેરી, અજિંક્ય રહાણે, ઋષભ પંત, માર્ક્સ સ્ટોઈનિસ, કગિસો રબાડા, અમિત મિશ્રા, સંદીપ લામિચાને, હર્ષલ પટેલ.

પ્લેઈંગ ઈલેવન- કિંગ્સ ઈલેવન પંજાબ

પંજાબ ટીમમાં પણ યુવાનો અને અનુભવનો સારો તાલમેલ છે. સલામી બેટ્સમેન ક્રિસ ગેલ ઓપન કરશે જેની સાથે કેએલ રાહુલ હશે જેઓ કેપ્ટન અને વિકેટકીપરના રૂપમાં બેવડી ભૂમિકા નિભાવશે. પછીં મયંક અગ્રવાલ, સરફરાજ ખાન, ગ્લેન મેક્સવેલ અને મંદીપ સિંહને પોતાના મધ્યમ અને નીચલા મધ્યમ ક્રમને સંભાળવાની જવાબદારી નિભાવશે. ભારતના ફાસ્ટ બોલર મોહમ્મદ શામી પેસ વિભાગનું નેતૃત્વ કરશે અને અફઘાનિસ્તાનના સ્પિનર મુજીબ ઉર રહમાન સ્પિન ડિપાર્ટમેન્ટનું નેતૃત્વ કરશે.

કિંગ્સ ઈલેવન પંજાબઃ ક્રિસ ગેલ, કેએલ રાહુલ, મયંક અગ્રવાલ, સરફરાજ ખાન, ગ્લેન મેક્સવેલ, મનદીપ સિંહ, કે ગૌથમ, મોહમ્મદ શમી, મુજીબ ઉર રહમાન, ક્રિસ જોર્ડન, ઈશાન પોરેલ.

મેચ ડિટેલ્સ

  • તારીખઃ 20 સપ્ટેમ્બર
  • સમયઃ ભારતીય સમય મુજબ સાંજે 7.30 વાગ્યે
  • લાઈવ ટેલીકાસ્ટઃ સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક
  • લાઈવ સ્ટ્રીમિગઃ ડિઝ્ની+ હૉટસ્ટાર
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X