For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

IPL પહેલા KKRને મોટો ઝટકો, આ ખેલાડી પર લાગ્યો પ્રતિબંધ

ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડર ક્રિસ ગ્રીનને કોલકાતા નાઈટ રાઈડર્સે IPL માટે ખરીદ્યા છે, પરંતુ બિગ બેશ લીગમાં તેમને પ્રતિબંધિત કરી દેવાયા છે.

|
Google Oneindia Gujarati News

ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડર ક્રિસ ગ્રીનને કોલકાતા નાઈટ રાઈડર્સે IPL માટે ખરીદ્યા છે, પરંતુ બિગ બેશ લીગમાં તેમને પ્રતિબંધિત કરી દેવાયા છે. શંકાસ્પદ બોલિંગ એક્શનને કારણે ક્રિસ ગ્રીન પર ત્રણ મહિનાનો પ્રતિબંધ મૂકી દેવાયો છે. ક્રિસ ગ્રીન આઈપીએલમાં ભાગ લઈ શક્શે કે નહીં તે હવે ગવર્નિંગ કાઉન્સિલની મંજૂરી પર આધાર રાખશે. કારણ કે 29 માર્ચથી ક્રિસ ગ્રીન પર પ્રતિબંધ લાગ્યો છે, જે આઈપીએલ દરમિયાન પણ ચાલુ રહેશે.

chris green

ઉલ્લેખનીય છે કે 26 વર્ષના આ અનકેપ્ટ ઓફ સ્પિનરને કોલકાતાએ બેઝ પ્રાઈસ 20 લાખમાં ખરીદ્યો હતો. તેમની શંકાસ્પદ એક્ટિંગનો રિપોર્ટ ગત સપ્તાહે મેલબર્ન સ્ટાર્સ સામે સિડની થંડર્સની મેચ દરમિયાન આવ્યો હતો.

ક્રિકેટ ઓસ્ટ્રેલિયાના પ્રમુખ પીટર રોચે ક્રિકેટ.કોમ.એયુને આપેલા નિવેદનમાં કહ્યું છે,’અમે ક્રિસ અને સિડની થંડર્સની પ્રશંસા કરીએ છીએ કે તેમણે આખી પ્રક્રિયામાં સહયોગ આપ્યો. ક્રિસે પોતાની બોલિંગ એક્શન ચેક કરાવી છે અને અમે આગામી સમયમાં પ્રતિબંધ પૂરો થયા બાદ ફરી પરીક્ષા કરીશું.’

આ પણ વાંચોઃ IPL 2020ના ફાઈનલની તારીખ જાહેર, મેચના ટાઈમિંગ પણ બદલાયા!આ પણ વાંચોઃ IPL 2020ના ફાઈનલની તારીખ જાહેર, મેચના ટાઈમિંગ પણ બદલાયા!

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
IPL 2020 kkr bowler chris green suspendend because of illegal bowling action
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X