For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોહલીની ફેક ફિલ્ડિંગ સહિત આ વિવાદોને લઇ વર્લ્ડ કપમાં બબાલ, જાણો

T20 વર્લ્ડ કપ 2022નો સુપર-12 સ્ટેજ ઝડપથી તેના અંતિમ તબક્કા તરફ આગળ વધી રહ્યો છે. ભારત પાકિસ્તાન અને સાઉથ આફ્રિકા વચ્ચે સેમી ફાઇનલમાં પહોંચવાની લડાઇ ચાલી રહી છે. ઉલ્લેખનિય છેકે સેમીફાઈનલમાં પહોંચનારી ચાર ટીમોના નામ રવિવાર

|
Google Oneindia Gujarati News

T20 વર્લ્ડ કપ 2022નો સુપર-12 સ્ટેજ ઝડપથી તેના અંતિમ તબક્કા તરફ આગળ વધી રહ્યો છે. ભારત પાકિસ્તાન અને સાઉથ આફ્રિકા વચ્ચે સેમી ફાઇનલમાં પહોંચવાની લડાઇ ચાલી રહી છે. ઉલ્લેખનિય છેકે સેમીફાઈનલમાં પહોંચનારી ચાર ટીમોના નામ રવિવાર 6 નવેમ્બરની સાંજ સુધીમાં સ્પષ્ટ થઈ જશે. આ દરમિયાન કેટલીક એવી ઘટનાઓ પણ બની, જેણે બધાનું ધ્યાન ખેંચ્યું. આ વર્લ્ડ કપમાં થયેલા કેટલાક વિવાદો પર આવો એક નજર કરીએ.

ભારત-પાકિસ્તાન મેચનો સૌથી મોટો વિવાદ નો બોલ હતો

ભારત-પાકિસ્તાન મેચનો સૌથી મોટો વિવાદ નો બોલ હતો

ભારત-પાકિસ્તાન મેચમાં છેલ્લી ઓવરમાં અમ્પાયરે આપેલા નો બોલને લઈને ઘણો વિવાદ થયો હતો. ઈનિંગની 20મી ઓવરનો ચોથો બોલ વિરાટ કોહલીની કમર પર ફેંકવાનું કામ સ્પિનર ​​મોહમ્મદ નવાઝે કર્યું, જેના પર કોહલીએ સિક્સર ફટકારી હતી. અમ્પાયરે તેને બાદમાં નો બોલ જાહેર કર્યો હતો. અમ્પાયરના આ વર્તન પર લાંબા સમય સુધી મેદાનમાં ભારે હોબાળો થયો હતો.

કોહલી પર ફેક ફિલ્ડિંગનો પણ આરોપ

કોહલી પર ફેક ફિલ્ડિંગનો પણ આરોપ

બુધવારે ભારતે બાંગ્લાદેશ સામે T20 વર્લ્ડ કપની મેચ પાંચ રને જીતી લીધી હતી. પરંતુ મેચ બાદ વિરાટ કોહલીની ફેક ફિલ્ડિંગ ઘણી હેડલાઈન્સ બનાવી રહી છે. બાંગ્લાદેશની ટીમ કોહલીની ફિલ્ડિંગ પર સવાલ ઉઠાવી રહી છે. બાંગ્લાદેશી વિકેટકીપર નુરુલ હસનનું કહેવું છે કે, ICCના નિયમો અનુસાર ફેક ફિલ્ડિંગ માટે પાંચ રન આપવામાં આવે છે, તો શા માટે તે કરવામાં ન આવ્યું.

ICCના નિયમો પર પણ ઉઠ્યો સવાલ

ICCના નિયમો પર પણ ઉઠ્યો સવાલ

જ્યારે વિરાટ મેદાન પર ફેક થ્રો કરી રહ્યો હતો ત્યારે અમ્પાયર તેની સામે ઉભો હતો. પરંતુ અમ્પાયરે કોહલીના આ હરકતને નજરઅંદાજ કરી હતી. જે બાદ ICCના નવા નિયમો પર પણ સવાલો ઉઠી રહ્યા છે. ફિલ્ડ અમ્પાયર ફેક ફિલ્ડિંગ પર પેનલ્ટી લગાવીને બાંગ્લાદેશને પાંચ રન આપી શક્યા હોત. જો આમ થયું હોત તો ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની આ મેચ સુપર ઓવર તરફ ગઈ હોત.

ક્વિંટન ડી કોકે પણ કરી હતી મોટી ભુલ

ક્વિંટન ડી કોકે પણ કરી હતી મોટી ભુલ

ઝિમ્બાબ્વે વિરૂદ્ધ દક્ષિણ આફ્રિકાની ટીમના વિકેટકીપર ક્વિન્ટન ડી કોકે પણ મોટી ભૂલ કરી હતી. જે બાદ તે અમ્પાયર સાથે આ બાબતે વાત કરતો જોવા મળ્યો હતો. ICCના નિયમ 28.2.1 મુજબ જ્યારે કોઈ ખેલાડી બોલને રોકવા માટે તેના શરીર સિવાય અન્ય કોઈપણ વસ્તુનો ઉપયોગ કરે છે ત્યારે તે બોલને પકડવો ગેરકાયદેસર છે. ડી કોકે આકસ્મિક રીતે તેના પગ વડે બોલને અટકાવ્યો, પરંતુ તે પછી બોલ નીચે મૂકેલા ગ્લોવ પર અથડાયો, જેની ભરપાઇ તેની ટીમને કરવી પડી હતી.

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
Know the Big controversy's in the World Cup including Kohli's fake fielding
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X