
રફ્તારના સૌદાગર Kuldeep Sen ને કર્યુ વનડે ડેબ્યૂ, રોહિત શર્માએ કર્યુ સ્વાગત
Kuldeep Sen Debut: બાંગ્લાંદેશ સામે એક દિવયસીય સીરિઝમાં પહેલા મુકાબલામાં આજે ભારતીય ટીમમાં એક નવા ખેલાડીને તક આપવામાં આવી હતી. આગામી વર્ષે થનાર વનડે વર્લ્ડકપ માટે અત્યારથી તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. તેના માટે જ નવા ચહેરાને તક આપવામાં આવી રહી છે. ઢાકામાં આ મેચ પહેલા કુલદીપ સેનને ટીમ ઇન્ડીયામાં કેપ આપવામાં આવી છે. કુલદીપ સેનને આઇપીએલમાં સુંદર પ્રદર્શન કર્યુ હતુ. આ સિવાય ઘરેલુ ક્રિકેટમાં પણ તેણે સિલેક્ટરને પ્રભાવિત કર્યા હતા.
કુલદીપ સેનને કેપ્ટન રોહિત શર્મા કેપ આપી હતી. આ દરમિયાન ટીમના અન્ય ખેલાડી પણ હાજર હતા. ટોસ પહેલા આ ખેલાડીને તક આપવામાં આવી હતી. બીસીસીઆઇ દ્વારા ટ્વીટર પર લખ્યુ છે કે કુલદીપ સેન વનડે ડેબ્યૂ કરવા જઇ રહ્યો છે. તે માટે તેને શુભેચ્છા રોહીત શર્મા પાસેથી તેને ડેબ્યૂ કેપ મળી હતી. ટોસ બાદ રોહિત શર્માએ ડેબ્યુ કરનાર ખેલાડી અંગે માહિતી આપી હતી. અને કહ્યુ કે, કુલદીપ સેન આ મુકાબલાથી પોતાની ડેબ્યુ કરશે.
રાજસ્થાન રોયલ્સ તરફથી કુલદીપ સેને પોતાના આઇપીએલ ડેબ્યુ કર્યુ હતુ. રાજસ્થાન રોયલ્સ તરફથી રમતા કુલદીપે પોતાની ગતી અને લાઇનથી પ્રભાવીત કર્યા હતા. આઇપીએલમાં તેણે 7 મુકાબલામાં કુલ 8 વિકેટ પોતાના નામે કરી હતી. ઓલ ઓવર ટી20 ની વાત કરવામાં આવે તો કુલદીપ સેન 30 મુકાબલા રમીને 22 વિકેટ પોતાના નામે કરી છે. લિસ્ટ એ માં તેના નામે 13 મેચમાં 25 વિકેટ છે.
ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો