For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

IPL 2021ની હરાજી પહેલાં આ ખેલાડીઓ રિલીઝ થયા, રૈના પર ધોની લેશે ફેસલો

IPL 2021ની હરાજી પહેલાં આ ખેલાડીઓ રિલીઝ થયા, રૈના પર ધોની લેશે ફેસલો

|
Google Oneindia Gujarati News

IPL Auction 2021, List of Retain and Release Players: ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ ટી20 ક્રિકેટની સૌથી વડી લીગ આઈપીએલની 14મી સીઝનની તૈયારીઓમાં લાગી ગયું છે. બીસીસીઆઈએ આને લઈ ફેબ્રુઆરીમાં ખેલાડીઓની એક મીની ઓક્શન કરવાની યોજના બનાવી છે અને આ કારણે તમામ ટીમોને 20 જાન્યુઆરી સુધી ખેલાડીઓ રિટેન અને રિલીઝ લિસ્ટ સોંપવાનો આદેશ આપ્યો છે. એવામાં કેટલીય ટીમોએ પોતાના ખેલાડીઓને રિલીઝ કરવાાનું અને રિટેન કરવાનું કામ ચાલુ કરી દીધું છે.

ipl 2021

આ યાદીમાં ગાબા ટેસ્ટ મેચના હીરો ઋષભ પંતનું નામ પણ સામેલ છે, જેમને દિલ્હી કેપિટલ્સે 8 કરોડમાં રિટેન કર્યો છે અને કેપ્ટન શ્રેયસ ઐય્યરને 7 કરોડમાં, એવામાં જો આ ખેલાડીઓના હાલના પ્રદર્શનને જોવામાં આવે તો હરાજી દરમ્યાન આ ખેલાડીઓ જૈકપૉટ હાંસલ કરી શકતા હતા.

જ્યારે કિંગ્સ ઈલેવન પંજાબ માટે આઈપીએલમાં શાનદાર બેટિંગ કરનાર મયંક અગ્રવાલને પણ પોતાની જૂની સેલેરી એક કરોડ પર જ રમવી પડશે જ્યારે તેમના સાથી ખેલાડી કેએલ રાહુલનો પગાર કરોડ છે. બંનેના પગારમાં 10 કરોડાન અંતરને ઘટાડવા માટે મયંકે 2022 સુધી ઈંતેજાર કરવો પડશે જ્યાં તમામ ટીમો બીજીવાર ટીમ બનાવતી જોવા મળશે.

આ દરમ્યાન ચેન્નઈ સુપર કિંગ્સની ટીમે હરભજન સિંહ (2 કરોડ), મુરલી વિજય (કરોડ) અને પીયૂષ ચાવલાને (6.75 કરોડ) રિલીઝ કરવાનો ફેસલો લીધો છે, જ્યારે કેદાર જાદવ (7.8 કરોડ) અને સુરેશ રૈના (11.75 કરોડ)ના ભવિષ્યનો ફેસલો મહેન્દ્ર સિંહ ધોનીના હાથમાં છે, મેનેજમેન્ટ તેમનું મંતવ્ય જાણ્યા બાદ સાંજ સુધી પોતાનો ફેસલો BCCIને જણાવશે.

ઉલ્લેખનીય છે કે ટીમે માત્ર ખેલાડીઓના ખરાબ પ્રદર્શનને કારણે જ તેમને રિલીઝ નથી કરતી બલકે કેટલીયવાર પોતાની હાલની કિંમતને ઘટાડવા માટે પણ આવું કરતી હોય છે જેથી હરાજી દરમ્યાન તેમને સસ્તી કિંમતે ફરી એકવાર ખરીદી શકે.

જ્યારે કિંગ્સ ઈલેવન પંજાબની ટીમે વરુણ નાયર (5.6 કરોડ), કૃષ્ણપ્પા ગૌથમ (6.2 કરોડ), શેલ્ડન કોટ્રેલ (8.50 કરોડ)ને રિલીઝ કરવાનો ફેસલો લીધો છે, જો કે ગ્લેન મેક્સવેલને લઈ મેનેજમેન્ટની દુવિધા યથાવત છે.

રિપોર્ટ્સ મુજબ રાજસ્થાન રોયલ્સની ટીમે સ્ટીવન સ્મિથ (12.5 કરોડ)ને રિલીઝ કરવાનો ફેસલો લીધો છે જેમણે પોતાની કિંમતના હિસાબે હજી સુધી ખેલ નથી દેખાડ્યો, કોચ એંડ્રૂ મૈકડૉનલ્ડને પણ બહારનો રસ્તો દેખાડવામાં આવી શકે છે. જ્યાં મુંબઈની ટીમ ક્રિસ લિન (4 કરોડ)ને રિલીઝ કરવા વિશે વિચારી રહી છે, જ્યારે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમ ક્રિસ મૉરિસ (10 કરોડ) અને શિવમ દુબે (5 કરોડ)ને રિલીઝ કરવા વિશે વિચારી રહ્યા છે. દિલ્હીની ટીમ શેમરોન હેટમાયર (7.75 કરોડ)ને ટીમથી રિલીઝ કરી શકે છે.

IPL 2021ને લઈ આવ્યા સૌથી મોટા સમાચાર, જાણો ક્યારે થશે હરાજીIPL 2021ને લઈ આવ્યા સૌથી મોટા સમાચાર, જાણો ક્યારે થશે હરાજી

ઉલ્લેખનીય છે કે આઈપીએલની 14મી સીઝનની હરાજીની તારીખ નક્કી નથી કરાઈ પરંતુ રિપોર્ટ મુજબ 11 ફેબ્રુઆરી પહેલાં હરાજીનું આયોજન થનારું હતું પરંતુ હવે તેને થોડા દિવસ વધુ આગળ ધકેલવામાં ફેસલો લેવામાં આવ્યો છે.

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
List of players who released and retained by teams for IPL 2021
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X