પુણેને 1 રનથી હરાવી મુંબઇ બની IPL ચેમ્પિયન

Subscribe to Oneindia News

આઇપીએલ 10 ની ફાઇનલ મેચ રાઇઝિંગ પુણે સુપરજાઇન્ટસ અને મુંબઇ ઇન્ડિયન્સ વચ્ચે આ મેચ હાલ હૈદરાબાદના ખચાખચ ભરેલા રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાઇ રહી છે. મુંબઇ ઇન્ડિયન્સની ટીમ ત્રીજી વાર વિજેતા બનવા માટે મેદાનમાં ઉતરશે, જ્યારે પુણેની સેના પણ જીત માટે કટિબદ્ધ રહેશે. બેન્ને ટીમ વચ્ચે અત્યાર સુધી 5 મેચ રમાઇ છે. જેમાં પુણેને 4 મેચમાં જીત મળી છે. ત્યારે આ મેચની તમામ લેટેસ્ટ માહિતી જાણવા માટે આ પેજને રિફ્રેશ કરતા રહો. અહીં અમે તમને આ મેચની તમામ અપડેટ આપતા રહીશું.

ipl

Update :

 • મુંબઇ ઇન્ડિયન્સ આ મેચ જીતીને ત્રીજી વખત આઇપીએલ ચેમ્પિયન બની ગઇ છે.
 • આઇપીએલ 10 ની ફાઇનલ મેચમાં મુંબઇ ઇન્ડિયન્સે રાઇઝિંગ પુણે સુપરજાઇન્ટસને 1 રનથી હરાવ્યું.
 • મુંબઇ ઇન્ડિયન્સના 130 રનના ટાર્ગેટનો પીછો કરતા રાઇઝિંગ પુણે સુપરજાઇન્ટસે 20 ઓવરમાં 5 વિકેટે 128 રન બનાવી શકી હતી.
 • સ્ટીવ સ્મિથ 51 રને મિશેલ જોનસનની ઓવરમાં અંબાતી રાયુડૂ દ્વારા કેચ આઉટ થયો હતો.
 • રાઇઝિંગ પુણે સુપરજાઇન્ટસની 5 મી વિકેટ પડી.
 • મનોજ તિવારી 7 રને મિશેલ જોનસનની ઓવરમાં કિરોન પોલાર્ડ દ્વારા કેચ આઉટ થયો હતો.
 • રાઇઝિંગ પુણે સુપરજાઇન્ટસની ચોથી વિકેટ પડી.
 • મહેન્દ્રસિંહ ધોની 10 રને જસપ્રિત બુમરાહની ઓવરમાં પાર્થિવ પટેલ દ્વારા કેચ આઉટ થયો હતો. 
 • રાઇઝિંગ પુણે સુપરજાઇન્ટસની ત્રીજી વિકેટ પડી.
 • અજિંક્ય રહાણે 44 રને મિશેલ જોનસનની ઓવરમાં કિરોન પોલાર્ડ દ્વારા કેચ આઉટ થયો હતો.
 • રાઇઝિંગ પુણે સુપરજાઇન્ટસની બીજી વિકેટ પડી.
 • રાહુલ ત્રિપાઠી 3 રને જસપ્રિત બુમરાહની ઓવરમાં LBW આઉટ થયો હતો.
 • રાઇઝિંગ પુણે સુપરજાઇન્ટસે પ્રથમ વિકેટ રાહુલ ત્રિપાઠીનાં રૂપમાં ગુમાવી હતી.
 • મુંબઇ ઇન્ડિયન્સે રાઇઝિંગ પૂણે સુપરજાઇન્ટસને જીતવા માટે 130 રનનો ટાર્ગેટ આવ્યો હતો.
 • રાઇઝિંગ પુણે સુપરજાઇન્ટસ વિરૂદ્ધ મુંબઇ ઇન્ડિયન્સે 20 ઓવરમાં 8 વિકેટે 129 રન બનાવ્યાં હતા. 
 • મુંબઇ ઇન્ડિયન્સની 7 મી વિકેટ પડી. કર્ણ શર્મા 1 રને રન આઉટ થયો હતો.
 • હાર્દિક પંડ્યા 10 રને ડેનિયલ ક્રિશ્ચિયનની ઓવરમાં LBW આઉટ થયો હતો.
 • મુંબઇ ઇન્ડિયન્સની 6મી વિકેટ પડી.
 • કિરોન પોલા 7 રને એડમ ઝમ્પાની ઓવરમાં મનોજ તિવારી દ્વારા કેચ આઉટ થયો હતો.
 • મુંબઇ ઇન્ડિયન્સની 5 મી વિકેટ પડી.
 • રોહિત શર્મા 24 રને એડમ ઝમ્પાની ઓવરમાં શાર્દુલ ઠાકુર દ્વારા કેચ આઉટ થયો હતો.
 • મુંબઇ ઇન્ડિયન્સની ચાથી વિકેટ પડી.
 • અંબાતી રાયુડૂ 12 રને રન આઉટ થયો હતો.
 • મુંબઇ ઇન્ડિયન્સની ત્રીજી વિકેટ પડી.
 • લેન્ડલ સિમન્સ 3 રને જયદેવ ઉનડકટની ઓવરમાં આઉટ થયો હતો.
 • મુંબઇ ઇન્ડિયન્સની બીજી વિકેટ પડી.
 • પાર્થિવ પટેલ 4 રને જયદેવ ઉનડકટની ઓવરમાં શાર્દુલ ઠાકુર દ્વારા કેચ આઉટ થયો હતો.
 • મુંબઇ ઇન્ડિયન્સે પ્રથમ વિકેટ પાર્થિવ પટેલનાં રૂપમાં ગુમાવી હતી.
 • મુંબઇ ઇન્ડિયન્સે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો.
 • મુંબઇ બે વખત આઇપીએલ ચેમ્પિયન બની ચુકી છે.

મુંબઇ ઇન્ડિયન્સ :

લેન્ડલ સિમન્સ, પાર્થિવ પટેલ, અંબાતી રાયુડૂ, રોહિત શર્મા (કેપ્ટન), કૃણાલ પંડ્યા, કિરોન પોલાર્ડ, હાર્દિક પંડ્યા, કર્ણ શર્મા, મિશેલ જોનસન, જસપ્રિત બુમરાહ, લસિથ મલિંગા

રાઇઝિંગ પુણે સુપરજાઇન્ટસ:

અજિંક્ય રહાણે, રાહુલ ત્રિપાઠી, સ્ટીવ સ્મિથ (કેપ્ટન), મનોજ તિવારી, મહેન્દ્રસિંહ ધોની, ડેનિયલ ક્રિશ્ચિયન, વોશિંગ્ટન સુંદર, લોકી ફર્ગ્યુસન, શાર્દુલ ઠાકુર, જયદેવ ઉનડકટ, એડમ ઝમ્પા

English summary
live score of mumbai indians vs rising pune supergiant ipl 10 final cricket match.
Please Wait while comments are loading...