LSG vs SRH Dream11 Prediction: આજની IPL 2025 મેચમાં ખેલાડી આપી શકે છે વધુ પોઈન્ટ, આ રીતે બનાવો ટીમ
LSG vs SRH Dream11 Prediction: IPL 2025 માં દરરોજ હાઇ-વોલ્ટેજ મેચો જોવા મળી રહી છે. આજે સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) અને લખનઉ સુપર જાયન્ટ્સ (LSG) વચ્ચે રોમાંચક મુકાબલા જોવા મળી શકે છે.
આ મેચમાં આપણે કેટલીક વિસ્ફોટક બેટિંગ જોઈ શકીએ છીએ. આ સાથે સનરાઈઝર્સ હૈદરાબાદ 300થી વધુ રન બનાવે તેવી શક્યતા પણ છે. આ મેચ શરૂ થાય તે પહેલાં આજની ડ્રીમ 11 ટીમ પર એક નજર કરીએ.
SRH એ તાજેતરમાં જ આ જ મેદાન પર રાજસ્થાન રોયલ્સ સામે 286 રન બનાવ્યા હતા, તેથી એ વાત ચોક્કસ છે કે, બીજી એક હાઇ-સ્કોરિંગ મેચ જોવા મળી શકે છે.
આ મેચમાં એટલી બાઉન્ડ્રી લાગી શકે છે કે, દર્શકોને હાઈલાઈટ જોતા હોય તેવો અનુભવ થઈ શકે છે.
SRH vs LSG: મેચની વિગતો
મેચ: સનરાઇઝર્સ હૈદરાબાદ વિરુદ્ધ લખનૌ સુપર જાયન્ટ્સ, મેચ નંબર 7
તારીખ: 27 માર્ચ, 2024 (ગુરુવાર)
સમય: સાંજે 7:30 વાગ્યે (IST)
સ્થળ: રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ સ્ટેડિયમ, હૈદરાબાદ

હૈદરાબાદ (SRH) ની સંભવિત ટીમ : અભિષેક શર્મા, ટ્રેવિસ હેડ, ઈશાન કિશન, હેનરિક ક્લાસેન (વિકેટકીપર), નીતિશ કુમાર રેડ્ડી, અનિકેત વર્મા, અભિનવ મનોહર, પેટ કમિન્સ (કેપ્ટન), સિમરજીત સિંહ, હર્ષલ પટેલ, મોહમ્મદ શમી.
લખનઉ (LSG)ની સંભવિત ટીમ : મિશેલ માર્શ, એડન માર્કરામ, નિકોલસ પૂરન, ઋષભ પંત (કેપ્ટન અને વિકેટકીપર), આયુષ બદોની, ડેવિડ મિલર, પ્રિન્સ યાદવ, દિગ્વેશ રાઠી, શાહબાઝ અહેમદ, શાર્દુલ ઠાકુર, રવિ બિશ્નોઈ, મણિમરનસિદ્ધાર્થ.
SRH વિરુદ્ધ LSG ડ્રીમ11:
ડ્રીમ ટીમ સિલેક્શન વિકેટકીપર: હેનરિક ક્લાસેન, નિકોલસ પૂરન, ઇશાન કિશન.
બેટ્સમેન: ટ્રેવિસ હેડ, મિશેલ માર્શ.
ઓલરાઉન્ડર: નીતિશ કુમાર રેડ્ડી, અભિષેક શર્મા, એડન માર્કરામ.
બોલર્સ: પેટ કમિન્સ, મણિમારન સિદ્ધાર્થ, શાર્દુલ ઠાકુર.
કેપ્ટન: ઇશાન કિશન
વાઈસ-કેપ્ટન: નિકોલસ પૂરન












Click it and Unblock the Notifications
