For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મહેન્દ્ર સિંહ ધોનીએ ક્રિકેટમાંથી લીધો સન્યાસ, ઇન્સ્ટાગ્રામ પર આપી જાણકારી

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીએ આખરે નિવૃત્તિ લેવાની જાહેરાત કરી દીધી છે. આ અંગે ધોનીએ તેના ઇન્સ્ટાગ્રામ પર ભાવનાત્મક વીડિયો પોસ્ટ કર્યો છે અને સ્પષ્ટતા કરી છે કે મને આજે (15 ઓગસ્

|
Google Oneindia Gujarati News

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીએ આખરે નિવૃત્તિ લેવાની જાહેરાત કરી દીધી છે. આ અંગે ધોનીએ તેના ઇન્સ્ટાગ્રામ પર ભાવનાત્મક વીડિયો પોસ્ટ કર્યો છે અને સ્પષ્ટતા કરી છે કે મને આજે (15 ઓગસ્ટ) સાંજે સાડા સાત વાગ્યાથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્ત માનવામાં આવે. ધોનીએ ગત વર્ષે વર્લ્ડ કપ સેમિફાઇનલમાં ભારત માટે તેની છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ રમી હતી, જ્યાં તેણે ન્યુઝીલેન્ડ સામે સંયુક્ત અડધી સદી રમી હતી. જોકે, માહી રનઆઉટ થતા ભારત માટે મેચ જીતવામાં નિષ્ફળ ગયુ હતુ.

ત્યારબાદ, ધોની હજી ક્રિકેટ ક્ષેત્રે પાછો ફર્યો નથી. ધોનીએ છેલ્લા એક વર્ષમાં કોઈ પણ પ્રકારની ક્રિકેટ મેચ રમી ન હતી. આ બાદ તેમની નિવૃત્તિ અંગે સતત અટકળો ચાલી રહી હતી.

ઇન્સ્ટાગ્રામ પર આપી જાણકારી

ઇન્સ્ટાગ્રામ પર આપી જાણકારી

એમ.એસ. ધોનીએ આખરે લાંબા સમયથી તેમની નિવૃત્તિની અટકળો પર રોક લગાવી છે. માહીએ તેના સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો પોસ્ટ કરીને લખ્યું કે આજથી તેમને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્ત માનવામાં આવે.

એક વીડિયો પોસ્ટ કરતાં તેણે તેના ઇન્સ્ટાગ્રામ પર લખ્યું, 'તમારા બધાના પ્રેમ અને આદર માટે ખૂબ ખૂબ આભાર, આજે સાંજે સાડા સાત વાગ્યાથી મને નિવૃત્ત માનવામાં આવે.

ધોનીએ પોસ્ટ કર્યો ઇમોશનલ વીડિયો

ધોનીના આ વીડિયોમાં તેની શરૂઆત અને દેશ-વિદેશમાં ભારતને ચેમ્પિયન બનાવવાની કહાની બતાવવામાં આવી છે. તેમાં ભારત ટી -20 વર્લ્ડ કપ જીતવાની અને વનડે વર્લ્ડ કપ 2011 જીતવાના ફોટો છે. આમાં તેણે ડ્રેસિંગ રૂમની પળો શેર કરી છે.

આ વિડિઓના પાછલા બેકગ્રાઉન્ડમાં ગીત મેં પાલ પાલ પલ કા શાયર હૂ ગીત છે જેનો અંત તેણે ન્યુઝીલેન્ડમાં રમાયેલી તેની ઇનિંગ્સ સાથે થાય છે. તેમાં તેની રન આઉટ થઈ ગયેલો અને ઉદાસ થઇને પેવેલિયન પરત ફરવાનો ફોટો પણ છે.

આઇપીએલમાં ચેન્નાઇ તરફથી રમતા જોવા મળશે ધોની

આઇપીએલમાં ચેન્નાઇ તરફથી રમતા જોવા મળશે ધોની

ઉલ્લેખનીય છે કે, ધોની હાલમાં તેના સાથી સુરેશ રૈના, દીપક ચહર સાથે આઇપીએલ 2020 માં ભાગ લેવા ચેન્નાઈ પહોંચ્યો છે, જ્યાં સીએસકે ટીમે યુએઈ જતા પહેલા ટ્રેનિંગ કેમ્પનું આયોજન કર્યું છે.

આપને જણાવી દઈએ કે વર્લ્ડ કપ પછી પહેલીવાર ધોની ચેન્નાઈ સુપર કિંગ્સ તરફથી તપ્તાની કરતા મેદાન પર ઉતરતા જોવા મળશે. આવી સ્થિતિમાં, તેમના પ્રશંસકો માટે તે ખૂબ જ દુખદ સમાચાર છે કારણ કે તે હજી પણ તેને એક વાર વાદળી જર્સીમાં રમતા જોવા માંગે છે.

આ પણ વાંચો: IPL 2020: કોરોના રિપોર્ટ નેગેટીવ આવ્યા બાદ સીએસકે સાથે જોડાશે ધોની

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
Mahendra Singh Dhoni retires from cricket, information given on Instagram
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X