For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

BCCIનો ફેસલો, મીડિયાકર્મી મેદાનમાં જઈ IPL કવર નહિ કરી શકે

BCCIનો ફેસલો, મીડિયાકર્મી મેદાનમાં જઈ IPL કવર નહિ કરી શકે

|
Google Oneindia Gujarati News

તમામ મુશ્કેલીઓ સામે આવવા છતાં પણ ભારતીયક્રિકેટ કંટ્રોલ બોર્ડે આકરા નિયમોનું અનુસરણ કરતાં આઈપીએળ સિઝન 14નું આયોજન કરવાની પૂરી તૈયારીઓ કરી લીધી છે. દેશમાં કોરોનાના દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે. એવામાં બીસીસીઆઈએ પાછલી વખતેની જેમ જ આ વખતે પણ સ્ટેડિયમમાં દર્શકો વિના જ ટૂર્નામેન્ટ રમાડવાનો આદેશ ફરમાવ્યો છે.

ipl 2021

જી હાં, બીસીસીઆઈએ આ અંગે જાણકારી આપી છે. બીસીસીઆઈએ પ્રેસ રિલીઝમાં સ્પષ્ટ કહ્યું કે કોરોનાને જોતાં આ વખતે કેટલાય પ્રતિબંધો લગાવવામાં આવ્યા છે. એટલું જ નહિ, મીડિયાકર્મીઓને પણ સ્ટેડિયમમાં અથવા મેદાનમાં આવી આઈપીએલ કવરેજ કરવાની મંજૂરી આપવામાં નથી આવી. આ અંગે પહેલેથી જ અટકળો લગાવવામાં આવી રહી હતી કે મીડિયાને સ્ટેડિયમમાં આવવાની મંજૂરી નહિ મળે, પરંતુ હવે બીસીસીઆઈ પણ આ વાત પર મોહર લગાવી દીધી છે.

બીસીસીઆઈએ કહ્યું, સ્વાસ્થ્ય અને સુરક્ષા ચિંતાઓને ધ્યાનમાં રાખતાં મીડિયા સાથે જોડાયેલા લોકોને ટીમના અભ્યાસ ક્ષેત્રને કવર કરવા માટે સ્ટેડિયમમાં પ્રવેશ કરવાની મંજૂરી નથી. જો સ્વાસ્થ્ય અને સુરક્ષા પરિસ્થિતિઓ સત્રના અંતમાં સુધરી જાય છે તો મીડિયાને ટૂર્નામેન્ટ કવર કરવા માટે સ્ટેડિયમમાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવી શકે છે. પરંતુ આ વિશે આગામી સમયમાં જાણકારી આપી શકાશે. બીસીસીઆઈએ મીડિયાને પ્રત્યેક મેચ બાદ વર્ચ્યુઅલ પ્રેસ કોન્ફ્રેન્સની સુવિધા ઉપલબ્ધ કરાવશે.

જણાવી દઈએ કે આઈપીએલની શરૂઆત આજે એટલે કે 9 એપ્રિલથી મુંબઈ ઈન્ડિયન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે રમાનાર મુકાબલા સાથે થઈ રહી છે. ટૂર્નામેન્ટની ફાઈનલ મેચ 30 મેના રોજ રમાશે.

IPL 2021: RCB સાથે મુંબઈની ટક્કર, જાણો શું છે તાકાત, કમજોરી, સંભાવિત પ્લેઈંગ XiIPL 2021: RCB સાથે મુંબઈની ટક્કર, જાણો શું છે તાકાત, કમજોરી, સંભાવિત પ્લેઈંગ Xi

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
Media personnel cannot enter stadium to cover IPL: BCCI
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X