For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જેના બનાવેલા બેટથી દિગ્ગજ ખેલાડીઓ કરે છે રનનો વરસાદ

કોમિક બુકમાં તો આપણે સૌએ બેટમેન વિશે જોયુ, વાંચ્યુ, સમજ્યુ અને જાણ્યુ છે પરંતુ અસલી જિંદગીમાં પણ એક બેટમેન છે જેની હાલમાં ચારેતરફ ચર્ચાઓ ચાલી રહી છે.

|
Google Oneindia Gujarati News

કોમિક બુકમાં તો આપણે સૌએ બેટમેન વિશે જોયુ, વાંચ્યુ, સમજ્યુ અને જાણ્યુ છે પરંતુ અસલી જિંદગીમાં પણ એક બેટમેન છે જેની હાલમાં ચારેતરફ ચર્ચાઓ ચાલી રહી છે. આઈપીએલની શરુઆતે ક્રિકેટમાં એક નવો રોમાંચ લાવી દીધો છે. લાંબા લાંબા છક્કા અને ચોગ્ગા આઈપીએલની ખાસિયત બની ગયા છે. ઓછા બોલમાં વધુ રન બનાવવાના હોય કે પછી અંતિમ ઓવરમાં છક્કા મારીને મેચ ખતમ કરવાની વાત હોય આઈપીએલમાં તે રોજ જોવા મળે છે. રસપ્રદ વાત એ છે કે બેટ્સમેનોને જો પોતાનું બેટ રિપેર કરાવવું હોય તો તેઓ બેટમેનનો સંપર્ક કરે છે. આ બેટમેન પુસ્તકોવાળી દુનિયાનો નહિ પરંતુ અસલ જિંદગીના બેટમેન છે જેમનું અસલી નામ છે અસલમ ચૌધરી. તે મુંબઈના રહેવાસી છે. 65 વર્ષના અસલમ સાઉથ મુંબઈમાં એક બેટ રિપેરિંગ વર્કશોપ ચલાવે છે. આ દુકાનની શરુઆત તેમના પિતાએ 1920માં કરી હતી.

asalam

મોટા-મોટા દિગ્ગજોના બેટ કર્યા છે રિપેર

ખેલાડી કોઈ પણ હોય જ્યારે તે મેદાનમાં શાનદાર પ્રદર્શન કરે ત્યારે બધા તેની પ્રશંસા કરતા હોય છે, પરંતુ આવી ધૂંઆધાર ઈનિંગમાં અસલમ જેવા પાત્રોની ભૂમિકા પણ મહત્વની હોય છે. અસલમ જણાવે છે કે તેમણે માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરથી માંડીને ક્રિસ ગેઈલનું બેટ રિપેર કર્યુ છે. સૌથી રસપ્રદ વાત એ છે કે મશીનીકરણના આ યુગમાં આજે પણ અસલમ હાથેથી બેટ રિપેર કરે છે. તેમના બેટમેનના નામ પાછળ પણ એક મોટી રોચક વાત છે. તેમના બિઝનેસ કાર્ડ પર બેટમેનની પાંખોની જેમ બે બેટ બનેલા છે એટલા માટે લોકો તેમને બેટમેનના નામથી ઓળખે છે. અસલમ જણાવે છે કે ખેલાડીઓ પાસે વધારે સમય હોતો નથી તેમને બીજા દિવસે જ જવાનું હોય છે. ઘણી વાર ખેલાડી તેમને ફોનથી સંપર્ક કરે છે. તેમણે જણાવ્યું કે કોહલી અને ધોનીના બેટ પણ તે રિપેર કરી ચૂક્યા છે.

જ્યારે મલિંગા પહોંચી ગયા ત્યારે..

અસલમ જણાવે છે કે ખેલાડી દુકાન પર નથી આવતા કારણકે પછી તેમના પ્રશંસક તેમને ઘેરી વળે છે અને જવા નથી દેતા પરંતુ એક વાર આ ભૂલ લસિથ મલિંગાએ કરી દીધી હતી જેના લીધે તેમની દુકાનની બહાર ભીડ જમા થઈ ગઈ હતી. તેમને કલાકો સુધી ત્યાં રોકાવુ પડ્યુ હતુ અને પોલિસના આવ્યા બાદ તે બહાર જઈ શક્યા. અસલમનું કહેવુ છે કે આ કામમાં હવે થોડી મુશ્કેલી આવે છે કારણકે ઢળતી ઉંમરમાં આટલી મહેનત કરવી સરળ નથી કારણકે લાકડાને આકાર આપવો બહુ મોટી વાત છે.

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
meet the batman which makes bat famous cricketers
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X