For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બુકીઓ અને શટોરિયા ખેલાડીઓના નજીક ના ફરકે તે માટે બીસીસીઆઈની ટીમના દુબઈમાં ધામા

ભારત પાકિસ્તાન ટી-20 મેચને લઈને 1 હજાર કરોડથી વધારેનો સટ્ટો રમાવવાની બુકીઓ જણાવી રહ્યાં છે ત્યારે મેચ ફિક્સિંગની ઘટના ના બને તે માટે આઈસીસી અને બીસીસીઆઈના એન્ટિ કરપ્શન યુનિટમાં કેટલાંક સ્પેશિયલી ટ્રેઈન અધિકારીઓ ક્રિકેટ ગ

|
Google Oneindia Gujarati News

ભારત પાકિસ્તાન ટી-20 મેચને લઈને 1 હજાર કરોડથી વધારેનો સટ્ટો રમાવવાની બુકીઓ જણાવી રહ્યાં છે ત્યારે મેચ ફિક્સિંગની ઘટના ના બને તે માટે આઈસીસી અને બીસીસીઆઈના એન્ટિ કરપ્શન યુનિટમાં કેટલાંક સ્પેશિયલી ટ્રેઈન અધિકારીઓ ક્રિકેટ ગ્રાઉન્ડ અને ક્રેકટ પ્લેયર રોકાયા હોય તે હોટલ્સની આજુબાજુમાં ધામા નાંખ્યાં છે. મેચને લઈને બુકીઓ દુબઈમાં સક્રીય થયાં હોવાથી આઈઆઈસી અને બીસીસીઆઈ દ્વારા આ વોચ ગોઠવવામાં આવી છે. આ દરમિયાન જો કોઈ ખેલાડીની શકાંસ્પદ હલચલ દેખાશે તો અધિકારીઓ આ અંગે તરત જ બીસીસીઆઈ અને આઈસીસીને રિપોર્ટ કરશે.

બીસીસીઆઇના અધિકારીઓએ શું કહ્યું?

બીસીસીઆઇના અધિકારીઓએ શું કહ્યું?

મેચને લઈને બીસીસીઆઈ દ્વારા આપવામાં આવેલા નિવેદનમાં જણાવવામાં આવ્યુ કે ભારત પાકિસ્તાન મેચનેં લઈને દુબઈમાં બુકિઓ સક્રિય થયાં છે. જે બાબતને ધ્યાનમાં રાખીને અમારી એન્ટિ કરપ્શન યુનિટના અધિકારીઓને બુકિંગ અને ખેલાડીઓની હીલચાલ પર બાજ નજર રાખવા માટે એક્ટીવ કરવામાં આવ્યાં છે. જેઓ કોઈ પણ હીલચાલની અમને પળપળની માહિતી આપશે.

આ પહેલા શારજાહ ક્રિકેટ ગ્રાઉન્ડમાં મેચ ફિક્સિંગને લઈને મેચ રદ્દ કરાઈ હતી

આ પહેલા શારજાહ ક્રિકેટ ગ્રાઉન્ડમાં મેચ ફિક્સિંગને લઈને મેચ રદ્દ કરાઈ હતી

ઉલ્લેખનીય છે કે દુબઈ મેચ ફિક્સિંગ માટે બદનામ થયેલું છે. આ પહેલા પણ દુબઈમાં આયોજિત થયેલી મેચમાં બુકિંઓ દ્વારા મેચ ફિક્સિંગ કરાવવામાં આવી છે. જેના કારણે દુબઈ મેચ ફિક્સિંગ માટેનું હોટ સ્પોટ બની ગયુ હતુ. ભારત પાકિસ્તાન વચ્ચે શારજાહમાં જ્યારે મેચ યોજાવાની હતી ત્યારે મેચ ફિક્સિંગ અંગેના ઈનપુટ મળતા મેચ રદ્દ કરવામાં આવી હતી. આ બાબતને ધ્યાનમાં રાખીને બીસીસીઆઈ દ્વારા અને આઈસીસી દ્વારા કડક પગલા લેવામાં આવી રહ્યાં છે.

બુકિઓના મતે જીત માટે ભારત હોટ ફેવરિટ

બુકિઓના મતે જીત માટે ભારત હોટ ફેવરિટ

ગુજરાતમાં અને દુબઈમાં એક્ટિવ બુકીઓના સુત્રો દ્વારા મળતા સમાચાર મુજબ આજે યોજાનારી ભારત પાકિસ્તાનની મેચમાં 1 હજાર કરોડથી વધારેનો સટ્ટો રમાઈ શકે છે. ખાસ કરીને ટોસ થયાં બાદ ઈન્ડિયન ટીમના ભાવ ઉંચકાઈ શકે છે. હાલ બુકિઓ ભારત ટીમનો રેટ 58 બતાવી રહ્યાં છે. આ સાથે મેચના પરિણામ અંગે પણ ભારતના પક્ષમાં વાત કરી રહ્યાં છે. આઈસીસી ટી-20 વર્લ્ડ કપની પ્રથમ બે મેચો લોસ્કોરિંગ રહી હોવાથી ફેન્સને ચિંતા હતી કે ભારત પાકિસ્તાન મેચ પણ લો સ્કોરિંગ રહશે પરંતુ બુકિંઓ આ મેચમાં ભારત 160 રન બનાવી શકે છે તેવી વાત કરી રહ્યાં છે.

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
Men from BCCI and ICC's anti-corruption unit watch in Dubai
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X