For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

MIvDC: દિલ્હીને હરાવી પોઈન્ટ ટેબલમાં ટૉપ પર પહોંચી મુંબઈ

MIvDC: દિલ્હીને હરાવી પોઈન્ટ ટેબલમાં ટૉપ પર પહોંચી મુંબઈ

|
Google Oneindia Gujarati News

ગતરોજ દિલ્હી કેપિટલ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે મુકાબલો રમાયો હતો. આઈપીએલ 2020ના 27મા મુકાબલામાં રોહિત શર્માની કપ્તાની વાળી ટીમે 5 વિકેટથી જીત નોંધાવતાં 10 અંકો સાથે રન રેટના આધારે પોઈન્ટ ટેબલમાં ટૉપ પર પહોંચી ગઈ. મેચની વાત કરીએ તો દિલ્હીએ શિખર ધવનના નાબાદ 60 રનની ઈનિંગના દમ પર 4 વિકેટ ગુમાવી 162 રન બનાવ્યા. જવાબમાં મુંબઈએ સૂર્યકુમાર યાદવ (53) અને મેન ઑફ ધી મેચ ક્વિંટન ડિ કૉક (53)ની ફીફ્ટીના દમ પર 5 વિકેટ રહેતાં 166 રન બનાવીને મેચ જીતી લીધી.

rohit sharma

ટૉસ જીતી બેટિંગ કરવા ઉતરેલી દિલ્હી કેપિટલ્સે પહેલી જ ઓવરમાં પોતના સલામી બેટ્સમેન પૃથ્વી શૉની વિકેટ ગુમાવી દીધી જે ટ્રેન્ટ બોલ્ટની બીજી બોલ પર ચોગ્ગો લગાવ્યા બાદ બીજી બોલ પર શોર્ટ કવર પર કૃણાલ પંડ્યાને કેચ આપી પેવેલિયન ભેગો થઈ ગયો. દિલ્હી માટે પહેલી મેચ રમનાર અજિંક્ય રહાણેએ 3 ચોગ્ગાની મદદથી 15 રન બનાવ્યા હતા.

જો કે મુંબઈ ઈન્ડિયન્સે આસાનીથી ટાર્ગેટ હાંસલ કરી લીધો અને મેચની સાથે જ પોઈન્ટ ટેબલમાં પણ દિલ્હી કેપિટલ્સને પાછળ ધકેલી દીધી છે. અગાઉ દિલ્હી કેપિટલ્સ 10 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં પહેલા સ્થાને હતી હવે મુંબઈ ઈન્ડિયન્સના પણ 10 પોઈન્ટ થઈ ગયા છે પરંતુ રન રેટના આધારે મુંબઈ ઈન્ડિયન્સ પોઈન્ટ ટેબલમાં દિલ્હીથી આગળ નીકળી ગઈ છે.

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
MIvDC: Mumbai reach the top of the points table by beating Delhi
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X