T20 World Cup જીત્યા બાદ મોહમ્મદ સિરાજ પર આ હસીનાએ વરસાવ્યો પ્રેમ! જાહેરમાં કહી દિલની વાત
T20 World Cup 2026 Mohammed Siraj: ભારતીય ક્રિકેટ ટીમના ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજ માટે વર્ષ 2026 યાદગાર રહ્યું છે. એક તરફ ટીમ ઇન્ડિયાએ ટી20 વર્લ્ડ કપ 2026નું ટાઇટલ જીતીને ઇતિહાસ રચ્યો છે, તો બીજી તરફ 13 માર્ચ એટલે કે શુક્રવારે સિરાજે પોતાનો 32મો જન્મદિવસ ઉજવ્યો હતો. આ ખાસ અવસર પર દિગ્ગજ ગાયિકા આશા ભોસલેની પૌત્રી અને સોશિયલ મીડિયા પર્સનાલિટી જનાઈ ભોંસલે (Zanai Bhosle) ની પોસ્ટ ચર્ચાનો વિષય બની છે.

જનાઈ ભોંસલેએ ઇન્સ્ટાગ્રામ પર કરી પોસ્ટ
જનાઈ ભોંસલેએ ઇન્સ્ટાગ્રામ પર સિરાજ માટે એક હૃદયસ્પર્શી પોસ્ટ શેર કરી છે. તેણે સિરાજને પોતાનો 'સૌથી ફેવરિટ માણસ' (My Favouritest Person) ગણાવીને તેના પ્રત્યે પોતાનો સ્નેહ અને સન્માન વ્યક્ત કર્યું હતું. વર્લ્ડ કપની ઐતિહાસિક જીત બાદ તરત જ આવેલા આ સંદેશાએ ચાહકોનું ધ્યાન ખેંચ્યું છે. જનાઈએ પોતાની પોસ્ટમાં સિરાજની સિદ્ધિ પર ગર્વ વ્યક્ત કરતા તેને ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી.
મોહમ્મદ સિરાજે USA સામે કર્યો હતો કમાલ
મોહમ્મદ સિરાજ આ આખી ટુર્નામેન્ટમાં શાનદાર લયમાં જોવા મળ્યો હતો. ખાસ કરીને અમેરિકા (USA) સામે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં તેણે 29 રન આપીને 3 વિકેટ ઝડપી હતી, જેણે ભારતની જીતનો પાયો નાખ્યો હતો. તે સમયે પણ જનાઈએ એક સ્પેશિયલ નોટ લખીને સિરાજનો ઉત્સાહ વધાર્યો હતો. સિરાજના આ પ્રદર્શન અને વર્લ્ડ કપ ફાઇનલમાં તેની ભૂમિકાએ તેને ભારતીય બોલિંગ આક્રમણનો અનિવાર્ય ભાગ સાબિત કરી દીધો છે.
જૂની છે જનાઈ અને સિરાજની મિત્રતા
જનાઈ અને સિરાજની મિત્રતા ગયા વર્ષે પણ ચર્ચામાં રહી હતી, જ્યારે જનાઈના જન્મદિવસની કેટલીક તસવીરો વાયરલ થઈ હતી. જોકે, બંનેએ હંમેશા એકબીજાને સારા મિત્ર અને પરિવારના સભ્ય ગણાવ્યા છે. ગયા વર્ષે રક્ષાબંધનના અવસરે જનાઈ દ્વારા સિરાજને રાખડી બાંધતી તસવીરોએ સોશિયલ મીડિયા પર તેમના સંબંધોને લઈને ચાલી રહેલી તમામ અટકળો પર વિરામ લગાવી દીધો હતો.













Click it and Unblock the Notifications
