For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

5મી વાર IPL ફાઈનલમાં પહોંચ્યું મુંબઈ, ધોની પર હંમેશા ભારી પડ્યા કેપ્ટન રોહિત

5મી વાર IPL ફાઈનલમાં પહોંચ્યું મુંબઈ, ધોની પર હંમેશા ભારી પડ્યા કેપ્ટન રોહિત

|
Google Oneindia Gujarati News

મંગળવારે મુંબઈ ઈન્ડિયન્સ અને ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચે ક્વૉલિફાયર મેચ રમાઈ હતી. જેમાં ચેન્નઈને હરાવી મુંબઈ ઈન્ડિયન્સે 12 ફાઈનલની ટિકિટ પાકી કરી લીધી છે. મુંબઈ ઈન્ડિયન્સ 12 મેના રોજ 5મી વાર આઈપીએલના ફાઈનલ મુકાબલામાં બે-બે હાથ કરવા ઉતરશે. અગાઉ મુંબઈ ઈન્ડિયન્સ 2010, 2013, 2015 અને 2017માં ફાઈનલ સુધીની સફર ખેડી ચૂકી છે. જેમાંથી 2010માં આઈપીએલ ફાઈનલ છોડીને બાકીના ત્રણેય મેચમાં મુંબઈ ખિતાબ જીતી ચૂક્યું છે. મંગળવારે રમાયેલ ક્વૉલીફાયર મુકાબલામાં ટૉસ જીતી બેટિંગ કરવા ઉતરેલ ચેન્નઈની ટીમને મુંબઈએ 4 વિકેટ પર 131 રન પર જ અટકાવી દીધી હતી અને બાદમાં 18.3 ઓવરમાં 4 વિકેટ ગુમાવી મુંબઈએ ફાઈનલની ટિકિટ પાક્કી કરી લીધી હતી.

ધોની પર ભારી પડ્યા રોહિત

ધોની પર ભારી પડ્યા રોહિત

ચેન્નઈમાં રમાયેલ આઈપીએલ મુકાબલામાં મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન રોહિત શર્માની ચેન્નઈ વિરુદ્ધ રણનીતિ 100 ટકા સાચી સાબિત થઈ છે. આંકડા આ હકીકત જાહેર કરે છે. જણાવી દઈએ કે રોહિત શર્માએ ચેન્નઈ વિરુદ્ધ તેમના ઘરે કુલ 7 મેચમાં કપ્તાની કરી છે અને તમામ 7 મેચમાં મુંબઈને જીત હાંસલ થઈ છે.

તમામ મેચમાં મુંબઈની જીત

તમામ મેચમાં મુંબઈની જીત

ચેન્નઈ સ્થિત ચેપક સ્ટેડિયમના નામથી મશહૂર એમએસ ચિદમ્બરમ સ્ટેડિયમમાં મુંબઈ વિરુદ્ધ ચેન્નઈએ અત્યાર સુધી જીતનું ખાતું નથી ખોલ્યું. બંને ટીમ વચ્ચે આ સ્ટેડિયમમાં રમાયેલ કુલ 6 મેચમાંથી તમામમાં મુંબઈએ ચેન્નઈને હરાવી છે. હવે જોવાનું એ રહેશે કે ચેપકમાં મુંબઈ વિરુદ્ધ ચેન્નઈ ક્યારે જીતના શ્રીગણેશાય કરશે.

અહીં ચેન્નઈ સુપર કિંગ્સનો રેકોર્ડ શ્રેષ્ઠ રહ્યો

અહીં ચેન્નઈ સુપર કિંગ્સનો રેકોર્ડ શ્રેષ્ઠ રહ્યો

ચેપક સ્ટેડિમમાં ચેન્નઈ સુપર કિંગ્સનો રેકોર્ડ શ્રેષ્ઠ રહ્યો છે પરંતુ જે મેચમાં તેમણે હારનો સામનો કરવો પડ્યો છે, તેમાં ચેન્નઈને હરાવનાર ટીમ પણ માત્ર મુંબઈ જ રહી છે. ચેન્નઈએ ચેપક સ્ટેડિયમમાં કુલ 21 મુકબલા રમ્યા છે જેમાંથી 18માં તેને જીત હાંસલ થઈ છે. આ ઉપરાંત 3 મેચમાં ચેન્નઈએ હારનો સામનો કરવો પડ્યો છે અને આ ત્રણેય મેચ ચેન્નઈએ મુંબઈ વિરુદ્ધ રમી છે.

મુંબઈ ઈન્ડિયન્સ નંબર વન

મુંબઈ ઈન્ડિયન્સ નંબર વન

આઈપીએલમાં કોઈપણ એક ટીમને સૌથી વધુ વખત માત આપવાના મામલામાં મુંબઈ ઈન્ડિયન્સ નંબર એક પર છે. મુંબઈએ સૌથી વધુ કોલકાતા નાઈટ રાઈડર્સને હરાવ્યું છે અે કેકેઆર વિરુદ્ધ જીતનો આ આંકડો 19નો છે. કોઈપણ એક ટીમને સૌથી વધુ વખત હરાવવાના મામલામાં બીજા નંબર પર પણ મુંબઈ જ છે. મુંબઈએ 16-16 વખત ચેન્નઈ અને બેંગ્લોરને હરાવ્યું છે. જ્યારે, કોલકાતા નાઈટ રાઈડર્સના નામ પણ કોઈ એક ટીમ વિરુદ્ધ 16 જીત નોંધાયેલ છે. કોલકાતાએ કિંગ્સ ઈલેવન પંજાબને 16 મેચમાં માત આપી છે. જે બાદ નંબર સાત પર આવે છે ચેન્નઈ સુપર કિંગ્સ, જેણે 15 વખત બેંગ્લોરને હરાવ્યું છે.

કેપ્ટન તરીકે સફળ રહ્યા રોહિત શર્મા

કેપ્ટન તરીકે સફળ રહ્યા રોહિત શર્મા

આઈપીએલની હાલની સિઝનમાં કેપ્ટનના રૂપમાં ચેન્નઈ સુપર કિંગ્સ વિરુદ્ધ સૌથી વધુ મેચ રમવાનો રેકોર્ડ પણ મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન રોહિત શર્માના નામે નોંધાયેલ છે. મુંબઈએ આ સીઝનમાં ચેન્નઈ વિરુદ્ધ રમેલ ત્રણેય મેચમાં જીત નોંધાવી છે. આની સાથે જ રોહિત શર્મા ચેન્નઈ વિરુદ્ધ 9 મેચમાં જીતની સાથે સૌથી સફળ કેપ્ટન બની ગયા છે.

IPL 2019: શુબમન ગિલના પિતા માટે શાહરૂખ ખાને કર્યુ મઝાનું ટ્વીટIPL 2019: શુબમન ગિલના પિતા માટે શાહરૂખ ખાને કર્યુ મઝાનું ટ્વીટ

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
mumbai indians got ticket to final by winning qualifier fight against chennai super kings.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X