For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Video: ભારત સામે હાર્યા બાદ આત્મહત્યા કરવા ઈચ્છતા હતા પાકિસ્તાન કોચ મિકી આર્થર

પાકિસ્તાનના કોચ મિકી આર્થરે ભારત સામે મળેલી હાર બાદ થોડા દિવસો અગાઉ થયેલા તણાવનો ઉલ્લેખ કરીને મોટો ખુલાસો કર્યો છે.

|
Google Oneindia Gujarati News

પાકિસ્તાનના કોચ મિકી આર્થરે દક્ષિણ આફ્રિકા સામે મેચમાં જીત મેળવ્યા બાદ રાહતનો શ્વાસ લીધો છે. આ જીતથી તેમને એટલી રાહત મળી છે કે તેમણે ભારત સામે મળેલી હાર બાદ થોડા દિવસો અગાઉ થયેલા તણાવનો ઉલ્લેખ કરીને મોટો ખુલાસો કર્યો છે. ઉલ્લેખનીય છે કે પાકિસ્તાનો દક્ષિણ આફ્રિકા સામે 24 જૂનના રોજ 49 રનોથી જીત મેળવી છે. જો પાકિસ્તાન આ મેચમાં હારી જાત તો પાક ટીમની વિશ્વ કપમાંથી જલ્દી વિદાય થઈ જાત જેના પરિણામ આર્થર અને પાક ક્રિકેટ માટે ભયંકર હોઈ શકતા હતા. પાકિસ્તાનને જો કે હજુ પણ વિશ્વકપમાં ઘણો સંઘર્ષ કરવાનો છે પરંતુ પ્રોટિયાઝ સામે મળેલી જીતથી આર્થરને થોડી શાંતિ જરૂર થઈ છે.

આ પણ વાંચોઃ અધીર રંજન ચૌધરીની પીએમ મોદી પર વિવાદિત ટિપ્પણી, બોલ્યા- ક્યાં ગંગા માં, ક્યાં ગંદી નાલીઆ પણ વાંચોઃ અધીર રંજન ચૌધરીની પીએમ મોદી પર વિવાદિત ટિપ્પણી, બોલ્યા- ક્યાં ગંગા માં, ક્યાં ગંદી નાલી

આત્મહત્યા કરવા ઈચ્છતા હતા આર્થર

આત્મહત્યા કરવા ઈચ્છતા હતા આર્થર

આ દરમિયાન આર્થરે જણાવ્યુ કે ભારતના હાથે 16 જૂનના રોજ મળેલી હાર બાદ તે આત્મહત્યા કરવા ઈચ્છતા હતા. ભારતે આ મુકાબલામાં ડકવર્થ લુઈસ નિયમ હેઠળ પાકિસ્તાનને 89 રનોથી હરાવી દીધુ હતુ. આ વિશ્વકપમાં ભારત સામે પાકિસ્તાનની સતત 7મી હાર હતી. દક્ષિણ આફ્રિકા સામે રવિવારે મેચ બાદ આર્થરે પોતાની સ્થિતિ પર વાત કરતા જણાવ્યુ કે તે બહુ ઝડપથી થયુ. આ વિશ્વકપ છે જ્યાં લોકોની અપેક્ષાઓ, મીડિયા વગેરેના દબાણના કારણે તમે સરવાઈવલ મોડમાં પહોંચી જાવ છો જ્યાં તમારે માત્ર પોતાના બચાવનો રસ્તો શોધવાનો હોય છે.

ભારત સામે હારીને મળ્યુ ભયાનક દબાણ

ભારત સામે હારીને મળ્યુ ભયાનક દબાણ

આર્થર ઉપર પણ એક એવુ દબાણ આવી ગયુ હતુ જે તેમણે પહેલા કદાચ ક્યારેય અનુભવ્યુ નહિ હોય. તેમણે ભારત સામે મળેલી હારના ભયાનક દબાણને શેર કરતા કહ્યુ, ‘ગયા રવિવારે હું આત્મહત્યા કરવા ઈચ્છતો હતો. હું હંમેશાથી પોતાના ખેલાડીઓને કહુ છુ કે આ માત્ર એક પર્ફોર્મન્સ હોય છે તે તમને આજે ઉત્તેજિત કરવા જઈ રહી છે.' જો કે હવે આર્થરે આ આશા વ્યક્ત કરી છે કે દક્ષિણ આફ્રિકા સામે મળેલી જીત બાદ લોકો પાકિસ્તાની ટીમ વિશે કંઈક સારુ લખવાનું શરૂ કરશે અને થોડા સમય માટે પાકિસ્તાની ટીમના ટીકાકારોનું મોઢુ બંધ થઈ જશે.

2007 વિશ્વકપમાં વુલ્મરનું થયુ હતુ મોત

2007 વિશ્વકપમાં વુલ્મરનું થયુ હતુ મોત

તમને જણાવી દઈએ કે પાકિસ્તાની ટીમને કોચિંગ આપવુ એ દુનિયાની બધી ક્રિકેટ ટીમોમાં સૌથી પડકારરૂપ માનવામાં આવે છે. આજે પણ લોકોના મનમાં વિશ્વકપ 2007ની ડરામણી યાદો છે જ્યારે પાક ટીમ એ ટુર્નામેન્ટથી જલ્દી બહાર થઈ ગઈ હતી અને તત્કાલીન પાક ક્રિકેટ કોચ બૉબ વુલ્મર રહસ્યમયી પરિસ્થિતિઓમાં પોતાની હોટલના રૂમમાં મૃત મળી આવ્યા હતા. ત્યારબાદ પાક ક્રિકેટમાં ગુણવત્તાપૂર્ણ કોચિંગ સ્ટાફ માટે મુશ્કેલીઓ પણ થવા લાગી હતી. જો કે સારી વાત હજુ એ છે કે આ જીત સાથે પાકિસ્તાનની સેમી ફાઈનલમાં પહોંચવાની સંભાવના બચી છે.

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
pakistan coach mickey arthur revealed that he wanted to commit suicide after lost agaist india
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X