
PBKS vs DC: લોર્ડ શાર્દુલનો કહેર, દિલ્હીની શાનદાર જીત, પ્લેઓફની આશા જીવંત
IPL-2022 ની 64મી મેચ પંજાબ કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સ (PBKS vs DC) વચ્ચે રમાશે. પંજાબના કેપ્ટન મયંક અગ્રવાલે ટોસ જીતી પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. આ સાથે દિલ્હી પ્રથમ બેટીંગ કરવા ઉતરી હતી. પ્રથમ બેટીંગ કરતા દિલ્હીએ 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવી 159 રન બનાવ્યા હતા. જેના જવાબમાં પંજાબે 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવી 142 રન બનાવ્યા હતા.
પંજાબ તરફથી બેટીંગ કરતા જોની બેરસ્ટોએ 15 બોલમાં 28 રન તથા શિખર ધવને 16 બોલમાં 19 રન, જીતેશ શર્માએ 34 બોલમાં 44 રન બનાવ્યા હતા. પંજાબના બેટ્સમેનોને બે અંકોનો આંકડો પહોંચવામાં પણ આંખે પાણી આવી ગયા હતા. આ સાથે દિલ્હી તરફથી બોલિંગ કરતા લોર્ડ શાર્દુલ (શાર્દુલ ઠાકુર)એ સૌથી વધુ 4 વિકેટ ઝડપી હતી. આ ઉપરાંત કુલદીપ યાદવ - અક્ષર પટેલે 2-2 વિકેટ ઝડપી હતી.
ડીવાય પાટિલ સ્ટેડિયમ ખાતે રમાયેલી મેચમાં દિલ્હીની બેટીંગની વાત કરીયે તો વોર્નર પ્રથમ બોલે જ ખાતુ ખોલ્યા વગર જ પવેલીયન પાછા ફર્યા હતા. સરફરાજ ખાને 16 બોલમાં 32 રન, મિશેલ માર્શે 48 બોલમાં 63 રન, લલિત યાદવે 21 બોલમાં 24 રન બનાવ્યા હતા. આ સાથે પંજાબ તરફથી અર્શદીપ - લિવિંગસ્ટનની જોડીએ તરખાટ મચાવ્યો હતો. બન્નેએ 3-3 વિકેટ ઝડપી હતી. કગીસો રબાડાના ખાતામાં એક વિકેટ આવી હતી.
ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો