For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

PBKS vs RR: આઈપીએલમાં રાજસ્થાન અને પંજાબનો હેડ ટૂ હેડ રેકોર્ડ

PBKS vs RR: આઈપીએલમાં રાજસ્થાન અને પંજાબનો હેડ ટૂ હેડ રેકોર્ડ

|
Google Oneindia Gujarati News

ઈન્ડિયન પ્રીમિયર લીગની 14મી સિઝનની 6 ટીમ પોતાનો પહેલો મેચ રમી ચૂકી છે અને હવે ટૂર્નામેન્ટના ચોથા મેચમાં રાજસ્થાન રોયલ્સની ટીમનો સામનો નવા નામે રમી રહેલી પંજાબ કિંગ્સ સાથે વાનખેડેના મેદાનમાં રમાશે. સોમવારે રમાનાર આ મેચમાં જ્યાં પંજાબ કિંગ્સની ટીમ પૂરી રીતે નવી ઓળખ સાથે મેદાનમાં ઉતરશે ત્યાં જ રાજસ્તાન રોયલ્સની ટીમ નવા કેપ્ટન સંજૂ સેમસનના નેતૃત્વમાં મુકાબલો કરવા ઉતરશે. આઈપીએલના પાછલા છ સિઝનમાં બંને ટીમનું પ્રદર્શન બહુ ખરાબ રહ્યું હતું અને બંને જ ટીમ લીગ સ્ટેજથી બહાર થઈ ગઈ હતી, જો કે પંજાબ કિંગ્સ વિરુદ્ધ રાજસ્થાન રોયલ્સનું પલડું ભારી રહ્યું છે.

RR vs PBKS

પાછલી સિઝનમાં રમાયેલ બંને મેચમાં રાજસ્થાન રોયલ્સની ટીમે પંજાબ કિંગ્સને માત આપવાનું કામ કર્યું હતું. જ્યારે ઓવરઓલ આંકડા પર નજર નાખીએ તો બંને ટીમ અત્યાર સુધી 21 વખત આમને સામને થઈ ચૂકી છે જેમાંથી 12 વખત રાજસ્થાનની ટીમે અને 9 વખત પંજાબ કિંગ્સની ટીમે જીત હાંસલ કરી છે. વાનખેડેના મેદાન પર રમાનાર આ મેચમાં ફેન્સને ફરી એકવાર ચોગ્ગા-છગ્ગાનો વરસાદ જોવા મળી શકે છે કેમ કે અહીંની પિચ બેટ્સમેન માટે ફાયદાકારક માનવામાં આવે છે.

બંને જ ટીમ પાસે વિસ્ફોટક બેટ્સમેનની ભરમાર છે ત્યારે જો આ મેચમાં ચોગ્ગાથી વધુ છગ્ગા જોવા મળે છે તો તેમાં કોઈ નવી વાત નહિ હોય. આ સિઝન રમાયેલ પહેલી મેચમાં પણ સીએસકેની ટીમે પહેલાં બેટિંગ કરતાં 188 રનનો સ્કોર ખડક્યો હતો પરંતુ દિલ્હીની ટીમે આસાનીથી ચેઝ કરી લીધો હતો.

વાનખેડેના મેદાન પર બંને ટીમના રેકોર્ડની વાત કરીએ તો રાજસ્થાનનો રેકોર્ડ શાનદાર રહ્યો છે અને આ મેદાનમાં રમાયેલ પાછલી બંને મેચમાં મુંબઈની ટીમને હરાવવાનું કામ કર્યું છે. જ્યારે પંજાબ કિંગ્સના કેપ્ટન કેએલ રાહુલનો બેટિંગ રેકોર્ડ બાકી ટીમની સરખામણીએ રાજસ્થાન સામે કમજોર થઈ જાય છે.

IPL 2021: સ્લો ઓવર રેટને કારણે ધોનીને 12 લાખનો દંડ IPL 2021: સ્લો ઓવર રેટને કારણે ધોનીને 12 લાખનો દંડ

પિચ રિપોર્ટની વાત કરીએ તો મુંબઈનું આ મેદાન ફરી એકવાર બેટ્સમેનોને પસંદ આવનાર છે અને બંને ઈનિંગમાં 200 રનનો આંકડો પાર થવાની સંભાવના છે. જો કે સ્પિનર્સના મુકાબલે અહીં ફાસ્ટ બોલર્સની બોલબાલા જોવા મળી શકે છે. ટોસ ફરી એકવાર મેચમાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે કેમ કે વાનખેડેના મેદાનમાં રનનો પીછો કરનારી ટીમ મોટેભાગે જીતે છે.

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
PBKS vs RR: head-to-head record of Rajasthan and Punjab in IPL
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X