For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ધોનીની દીકરી જીવા પર અભદ્ર ટિપ્પણી કરનાર આરોપીને લઈ રાંચી પહોંચી પોલિસ

મહેન્દ્ર સિંહ ધોનીની દીકરી જીવા પર અભદ્ર ટિપ્પણી કરનાર સગીરને ઝારખંડ પોલિસ ગુજરાતના કચ્છથી લઈને ગુરુવારે રાંચી પહોંચી છે.

|
Google Oneindia Gujarati News

મહેન્દ્ર સિંહ ધોનીની દીકરી જીવા પર અભદ્ર ટિપ્પણી કરનાર સગીરને ઝારખંડ પોલિસ ગુજરાતના કચ્છથી લઈને ગુરુવારે રાંચી પહોંચી છે. આરોપી પોલિસની પકડમાં આવ્યો ત્યારે ધ્રૂસકેને ધ્રૂસકે રડી પડ્યો. પોલિસની પૂછપરછમાં આરોપીએ જણાવ્યુ કે ભૂલને અહેસાસ થતા તેણે અભદ્ર ટિપ્પણીવાળી પોસ્ટને તરત જ ડિલીટ પણ કરી દીધી હતી. ઝારખંડ પોલિસ ગુજરાતના કચ્છ ગઈ હતી અને ત્યાંથી આરોપીને જ્યુડિશિયલ રિમાન્ડ પર લઈને ગુરુવારની સવારે રાંચી પહોંચી.

આરોપીને બેથી ત્રણ વર્ષ સુધીની સજા થઈ શકે

આરોપીને બેથી ત્રણ વર્ષ સુધીની સજા થઈ શકે

રાંચી લાવ્યા બાદ સગીર આરોપીને રાંચીની સદર હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો જ્યાં તેને કોવિડ-19 તપાસ માટે ભરતી કરવામાં આવ્યો છે. રિપોર્ટ આવ્યા બાદ તેને રિમાન્ડ હોમ મોકલવામાં આવશે. જણાવવામાં આવ્યુ છે કે આરોપી 16 વર્ષનો છે માટે તેની સામે જુવેનાઈલ એક્ટ હેઠળ કેસ ચાલશે. સગીર આરોપી પર સોશિયલ મીડિયા પર અભદ્ર ટિપ્પણી પોસ્ટ કરવા માટે આઈટી એક્ટની કલમ 63 અને ધમકી આપવા માટે આઈપીસીની વિવિધ કલમો હેઠળ કેસ ચાલશે. આરોપ સાચો સાબિત થવા પર તેને બેથી ત્રણ વર્ષ સુધીની સજા થઈ શકે છે.

સુપર કિંગ્ઝને મળેલી હાર બાદ આરોપીને આવ્યો હતો ગુસ્સો

સુપર કિંગ્ઝને મળેલી હાર બાદ આરોપીને આવ્યો હતો ગુસ્સો

સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર સગીર આરોપીએ જણાવ્યુ કે આઈપીએલમાં ચેન્નઈ સુપર કિંગ્ઝની ટીમનો તે બહુ મોટો ફેન છે. 7 ઓક્ટોબરે ચેન્નઈ અને કોલકત્તા નાઈટ રાઈડર્સ વચ્ચે મેચમાં ચેન્નઈ સુપર કિંગ્ઝને મળેલી કારમી હાર બાદ તેને ખૂબ ગુસ્સો આવ્યો હતો. મેચમાં તેને ધોનીથી ખૂબ આશા હતી પરંતુ ધોનીએ 12 બોલમાં માત્ર 11 રન જ બનાવ્યા હતા. આના કારણે તે ધોનીથી નારાજ હતો. પોલિસ પૂછપરછમાં આરોપીએ જણાવ્યુ કે કોઈ પ્રકારની દુશ્મની કે પ્રી પ્લાન હેઠળ તેણે ઈન્સ્ટાગ્રામ પર કોઈ પોસ્ટ નહોતી કરી.

ધમકીભરી પોસ્ટને સોશિયલ મીડિયાથી ડિલીટ કરી

ધમકીભરી પોસ્ટને સોશિયલ મીડિયાથી ડિલીટ કરી

બીજા લોકોની ટીકાત્મક પોસ્ટ બાદ તેણે પણ ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી હતી. જો કે તેને ખુદ પણ થોડી વાર બાદ જ અહેસાસ થઈ ગયો હતો ત્યારબાદ તેણે પોસ્ટને ડિલીટ કરી દીધી હતી. ઉલ્લેખનીય છે કે ગુજરાતની પશ્ચિમે કચ્છ પોલિસે રવિવારે બપોરે તેના ગામથી કસ્ટડીમાં લીધો. જો કે તેણે ધમકીભરી પોસ્ટને સોશિયલ મીડિયાથી ડિલીટ કરી દીધી હતી. રવિવારે જ રાંચીના રાતૂ પોલિસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો હતો. તમને જણાવી દઈએ કે આ ટિપ્પણી બાંદ રાંચીમાં ધોનીના હરમુ બાઈપાસ રોડ અને સિમલિયા સ્થિત ઘરની સુરક્ષા વધારી દેવામાં આવી હતી. અભદ્ર ટિપ્પણી સામે ક્રિકેટરો અને ધોનીના સમર્થકોએ રાંચીમાં જોરદાર પ્રદર્શન પણ કર્યુ હતુ.

કોહલીએ ઈતિહાસ રચ્યો, સૌથી વધુ મેચ રમનાર ખેલાડી બની ગયોકોહલીએ ઈતિહાસ રચ્યો, સૌથી વધુ મેચ રમનાર ખેલાડી બની ગયો

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
Police reached Ranchi with accused who made indecent remarks on Dhoni's daughter Jiva.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X