રાજસ્થાન રોયલ્સ પહોંચી ગયું શ્રેષ્ઠ સ્થાને
મુંબઇ, 4 મે : રાજસ્થાન રોયલ્સે રવિવારે બ્રેબોર્ન સ્ટેડિયમમાં થયેલી આઇપીએલની 36મી મેચમાં દિલ્હી ડેરડેવિલ્સને 14 રનોથી હરાવી દીધું, આની સાથે જ રોયલ્સ 14 પોઇંટની સાથે એકવાર ફરીથી પોઇંટ ટેબલમાં શ્રેષ્ઠ સ્થાને આવી ગયું છે. રોયલ્સે અજિંક્ય રહાણે (અણનમ 91) અને કરણ નાયર(61)ની શાનદાર પારીઓના કારણે ડેરડેવિલ્સની સામે જીતવા માટે 190 રનોનું જંગી લક્ષ્ય મૂક્યું, જેના જવાબમાં ડેરડેવિલ્સ નિર્ધારિત 20 ઓવરોમાં સાત વિકેટ ગુમાવીને 175 રન જ બનાવી શક્યું.
રહાણેને તેમની શાનદાર પારીના કારણે મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યા. રહાણે આઇપીએલ 8માં 10 મેચોમાં નવ પારીઓમાં કુલ 430 રનો બનાવનાર ખેલાડી બની ગયો છે.
મોટા લક્ષ્યને આંબવા માટે ડેરડેવિલ્સની શરૂઆત સારી રહી નહીં અને મયંક અગ્રવાલ (11), શ્રેયષ અય્યર (9) સસ્તામાં પેવેલિયન ભેગા થઇ ગયા. યુવરાજ સિંહ (22) અને એંજેલો મેથ્યૂઝ (16)ની સાથે ચોથી વિકેટ માટે 41 રનોની ભાગીદારી કરીને ટીમને સંભાળવાની પૂરેપૂરી કોશિશ કરી.
છેલ્લે મેચમાં ડેરડેવિલ્સને જીતવા માટે 12 બોલમાં 45 રનોની જરૂરીયાત હતી, જેને તેઓ હાસલ કરી શક્યા નહીં, અને હારનો સામનો કર્યો. રોયલ્સ તરફથી ફોલ્કનરે સર્વશ્રેષ્ઠ બોલિંગ કરી. ફોલ્કનરે ચાર ઓવરોના પોતાના સ્પેલમાં 22 રન આપીને બે વિકેટ મેળવી. ધવલ કુલકર્ણી અને બિન્નીએ પણ બે-બે વિકેટ હાસલ કરી.

સ્ટુઅર્ટ બિન્ની
રાજસ્થાનના સ્ટુઅર્ટ બિન્નીએ મેન્થ્યૂની લીધી વિકેટ.

જેપી ડ્યુમિની
ડેર ડેવિલ તરફથી કપ્તાન ડ્યુમિનીએ કંઇ ખાસ પ્રદર્શન કર્યું નહીં.

યુવી ગોન
અથાગ પ્રયત્નો છતાં યુવરાજ સિંહ 22 રન બનાવીને આઉટ થઇ ગયો.

સેન વોટ્સન
રાજસ્થાન તરફથી શેન વોટસને શ્રેયસ અય્યરની વિકેટ લીધી હતી.

મયંક અગ્રવાલ આઉટ
ડિડિનો મયંક અગ્રવાલ આઉટ.

અજિંક્ય રહાણે
રોયલ્સે અજિંક્ય રહાણે (અણનમ 91) અને કરણ નાયર(61)ની શાનદાર પારીઓના કારણે ડેરડેવિલ્સની સામે જીતવા માટે 190 રનોનું જંગી લક્ષ્ય મૂક્યું, જેના જવાબમાં ડેરડેવિલ્સ નિર્ધારિત 20 ઓવરોમાં સાત વિકેટ ગુમાવીને 175 રન જ બનાવી શક્યું.

કેચ ડ્રોપ
અમિત મિશ્રા અને ઝહીર ખાને કેચ મિસ કર્યો હતો.

શેન વોટસન
રાજસ્થાન તરફથી પોતાની પારી રમી રહેલા શેન વોટસન.












Click it and Unblock the Notifications
